અમદાવાદ: આજરોજ અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા ખાનગી મેડિકલ કોલેજોની અંદર બે ફોર્મ, લેવામાં આવતી ફી અંગે વાત કરવામાં આવી હતી.
'NEETમાં ન્યાય ના આપી શકી, વાલીઓને ફી વધારો આપ્યો': કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારે ખાનગી મેડિકલ કોલેજોમાં બેફામ ફી વધારો આપ્યો છે આજે સરકાર NEET માં ન્યાય ના આપી શકી ઉલ્ટાનો સરકારે વાલીઓ પર ફી વધારો ઝીંક્યો ઝીંક્યો છે. સરકારની સ્ક્રિપ્ટ હતી કે GMERS માં ફી વધારા બાદ ખાનગી મેડિકલ કોલેજોને પણ ફી વધારવાની મંજૂરી આપવામાં આવે.
'કરોડો રૂપિયામાં તૈયાર થતા તબીબો ગામડાંઓમાં કેવી રીતે સેવા આપશે?' વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખાનગી મેડિકલ કોલેજના સંચાલકોએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ફી વધારો મેળવ્યો ત્યારે સરકારી રૂપિયાથી ચાલતી NHL, LG કોલેજોને સૌથી વધુ ફી વધારો આપવામાં આવ્યો. સરકાર મોંઘા તબીબો તૈયાર કરી આરોગ્ય સેવાને ખોરંભવા માંગે છે. સાથે મનીષ દોશીએ એ પ્રશ્ન કર્યો હતો કે કરોડો રૂપિયામાં તૈયાર થતા તબીબો કેવીરીતે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપશે?
ખાનગી મેડિકલ કોલેજો અને GMERS માં થયેલો ફી વધારો સરકાર પાછી ખેંચે તેવી માંગ પણ તેમના દ્વારા કોંગ્રેસ પાર્ટી વતી મૂકવામાં આવી હતી.