ETV Bharat / state

પોરબંદરમાં વરસાદના લીધે ગંદકીનું સામ્રાજ્ય, કોંગ્રેસ ડેલીગેશને વિવિધ વિસ્તારોની લીધી મુલાકાત - Congress delegation visit Porbandar

પોરબંદરમાં 18 જુલાઈ થી 22 સુધી ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે પોરબંદરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. 8 થી 10 દિવસ બાદ પણ પાણીના નિકાલની કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે અને પોરબંદરના છાયા વિસ્તારમાં આજે કોંગ્રેસના ડેલીગેશને મુલાકાત લીધી હતી. Congress delegation visit Porbandar

પોરબંદરના છાયા વિસ્તારમાં કોંગ્રેસના ડેલીગેશને મુલાકાત લીધી
પોરબંદરના છાયા વિસ્તારમાં કોંગ્રેસના ડેલીગેશને મુલાકાત લીધી (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 28, 2024, 5:27 PM IST

પોરબંદરના છાયા વિસ્તારમાં કોંગ્રેસના ડેલીગેશને મુલાકાત લીધી (Etv Bharat gujarat)

પોરબંદર: તા. 18 જુલાઈ થી 22 સુધી ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે પોરબંદરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. 8 થી 10 દિવસ બાદ પણ પાણીના નિકાલની કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે અને પોરબંદરના છાયા વિસ્તારમાં આજે કોંગ્રેસના ડેલીગેશને મુલાકાત લીધી હતી.

કોંગ્રેસ ડેલીગેશન પોરબંદરની મુલાકાતે: પોરબંદરના છાયા વિસ્તારમાં કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા, શહેનાઝ બાબી અને પ્રદેશ મહામંત્રી જયકર ચોટાઈ અને જૂનાગઢ શહેર અધ્યક્ષ અને શહેર પ્રમુખ આ ઉપરાંત પોરબંદર જિલ્લા પ્રમુખ રાજુ ઓડેદરા અને શહેર પ્રમુખ સહિતના આગેવાનો પોરબંદરના વરસાદી પાણીના અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લીધી હતી.

લોકોને ઘણી મુશ્કેલીનો સામનો: કૉંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવાએ જણાવ્યું કે, પોરબંદર વિસ્તારમાં મુલાકાત લેતા કોંગ્રેસના ડેલીગેશનને જાણવા મળ્યું કે, લોકો ઘણી મુશ્કેલી સ્થિતિમાં છે પગમાં ફોલ્લા પડે છે. સરકારે બનાવેલ ગટરોમાંથી પાણીનો નિકાલ નથી થયો. જે ભ્રષ્ટાચાર થયો છે તે દેખાય છે. લોકોને રાહત પહોંચે તેવી કામગીરી કરે તે માટે રિપોર્ટ કરશું. ઉપરાંત આ વિસ્તારમાં પેશકદમી પણ છે.

નગરપાલિકાનું શાસન ખાડે ગયું: ઉપાધ્યક્ષે જણાવ્યું કે, નગરપાલિકાનું શાસન ખાડે ગયું છે જેથી પોરબંદરની દશા ખરાબ અને બદતર થઇ છે. 30 વર્ષ પહેલાં નું પોરબંદર અને હવેનું પોરબંદર પ્રગતિના બદલે અધોગતી પંથે ધકેલાયું છે. મહિલાઓ લાચાર છે. સારા એરિયાનું ભાડું ભરી ન શકે. નગરપાલિકા એટલે નગર, ગટર અને રસ્તા સારા રાખે તેવું કામ છે પણ આજે ઉજ્જળ ગામ બન્યું છે અને વિશ્વ ભરમાં સ્વચ્છતાના પ્રણેતા ગાંધીજીના નામથી પ્રખ્યાત પોરબંદર હવે ગંદકીના કારણેથી પોરબંદર પ્રખ્યાત બન્યું છે.

સ્થાનિક મહિલાઓ એ પણ રોષ ઠાલવ્યો: પોરબંદર શહેરમાં ભારે વરસાદના કારણે પોરબંદરના છાયા વિસ્તારમાં 8 થી 10 દિવસથી પાણી ભરાયા છે. કોઈ નિકાલ ન થતા મહિલાઓ પણ રોષે ભરાઈ હતી. ઘરોના રસોડામાં પાણી ભરાઈ જતા રસોઈ પણ યોગ્ય રીતે બનાવી શકાતી નથી. તો શૌચાલયો પણ ભરાઈ ગયા હોવાથી તકલીફ પડી રહી છે અને અનેક વાર રજુઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા સ્થાનિક મહિલાઓ એ રોષ વ્યક્ત કર્યો હતો.

  1. ટીબી પછીનો ચેપી રોગ હિપેટાઈટીસ: 100 માંથી 4 લોકોમાં હોવાની શક્યતા, જાણો - World Hepatitis Day
  2. સુરતના ઉમરા વિસ્તારમાં કેન્સર ડિટેટ થયેલી યુવતી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો - Surat Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.