ETV Bharat / state

રસ્તા પર રંગબેરંગી ચણીયા ચોળી: આ વર્ષે નવીન ડિઝાઇન અને ભાવ શું છે આ સ્ટ્રીટ ચણીયા ચોળીઓનો? જાણો - Chaniya Choli Price on Street

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2024, 5:22 PM IST

નવલા નોરતા નજીક આવી ગયા છે ત્યારે મહિલાઓ અને યુવતીઓ ચણીયા ચોળીની શોધખોળ કરતી નજરે પડે છે. શહેરના જ્વેલ્સ સર્કલથી કાળિયાબીડ ટાંકીના રોડ ઉપર ચણીયા ચોળી લઈને આવેલા લોકો પાસે વિવિધ કલાત્મક નવી ડિઝાઈનની ચણીયા ચોળી લોકોના મનમોહી રહી છે. ETV BHARAT એ ચણીયા ચોળીના ભાવ સહિતની માહિતી મેળવી હતી. જાણો - Navratri Chaniya Choli Price & fashion on Street

સ્ટ્રીટ ચણીયા ચોળીઓ
સ્ટ્રીટ ચણીયા ચોળીઓ (Etv Bharat Guajarat)

ભાવનગરઃ નવલા નોરતાને પગલે ભાવનગરના રસ્તાઓ ઉપર ચણીયા ચોળી વેચનારાઓની લાઈનો લાગી છે. આમ તો ચણીયા ચોળીઓ મોંઘેરા મોલ્સમાં પણ જોવા મળી જાય તો પણ આપણે ગુજ્જૂઓ સ્ટ્રીટ પર જોવા મળતી ચણીયા ચોળીઓ પર નજર પડતા જ થોભી જતા હોઈએ છીએ, કાંઈ નહીં તો નવી ફેશન કે ભાવ કેવા છે તેની જાણકારી માટે પણ આપણને કુતૂહલ રહેતું હોય છે. વિવિધ પ્રકારની ચણીયા ચોળી રાહદારીઓના મનમોહી લેતા થોભી જાય છે. કલાત્મક ચણીયા ચોળીને લઈને યુવતીઓનું આકર્ષણ વધી રહ્યું છે. નવરાત્રી ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ખૂબ બજાર નરમ હોવાનો કકળાટ પણ છે.

ચણીયા ચોળી પર પડતી મહિલા યુવતીઓની નજર: ભાવનગર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હિમાલયા મોલની સામેની સાઈડમાં રસ્તા ઉપર ચણીયા ચોળી વેચનાર પરિવારો આવી પહોંચ્યા છે. રસ્તા પણ નીકળતી મહિલા અને યુવતીઓ ચણીયા ચોળી જોઈને થોડો સમય માટે જરૂર થોભી રહી છે. પરિવાર સાથે પણ નીકળેલા લોકો પણ ચણીયા ચોળી જોવા માટે ઊભા રહી જાય છે. રંગબેરંગી કલાત્મક અને નવી ડિઝાઇનની ચણીયા ચોળી સૌ કોઈનું મન આકર્ષી રહી છે.

કચ્છી સહિત પ્લેન ચણીયા ચોળીનું ચલણ આ વર્ષે: જાહેર રસ્તા ઉપર ચણીયા ચોળી લઈને આવતા પરિવારના ગણેશભાઈ સાથે વાતચીત કરતા ગણેશભાઈ જણાવ્યું હતું કે, આ વર્ષે અમે નવી પેટર્નની ચણીયા ચોળી લાવ્યા છીએ, જેમાં ખાસ કરીને પ્લેન કલરમાં અવનવા કલર સાથેની ચણીયા ચોળી નવીન છે. ચણીયા ચોળીમાં કચ્છી ભરતવાળી, ભાતીગળ ભરતવાળી સહિત અન્ય પ્રકારની પણ ચણીયા ચોળીઓને આ વર્ષે લાવ્યા છીએ. આ વર્ષે પ્લેન કલરમાં ચણીયા ચોળી સાદગીવાળી પણ કાંઈક નવીન છે.

ભાવમાં ઘટાડો પણ લોકમાંગ ઓછી: ભાવનગર શહેરના જ્વેલ સર્કલથી લઈને કાળીયાબીડની ટાંકી વચ્ચે જાહેર રસ્તા ઉપર બેસેલા ચણીયા ચોળી વેચનારાઓ અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાંથી ચણીયા ચોળી લાવીને વેચી રહ્યા છે, ત્યારે ગણેશભાઈ જણાવ્યું હતું કે, ચણીયા ચોળી અમે લાવીને ભાવનગરમાં 800 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીમાં વેચી રહ્યા છીએ. જે પ્રકારની ચણીયા ચોળી તે પ્રકારના ભાવો નક્કી થાય છે. જોકે ગત વર્ષે બજાર સારું રહ્યું હતું, પરંતુ આ વર્ષે કોઈ વધુ ભાવ ચણીયા ચોળીમાં આપવા તૈયાર નથી અને લોકમાગ પણ ઓછી જોવા મળી રહી છે. ગત વર્ષે 2 હજારથી ઉપર ભાવો મળ્યા હતા, પરંતુ ચાલુ વર્ષે 1 હજાર ખર્ચવામાં લોકો વિચારી રહ્યા છે.

  1. CJI ના ઘરે ગણેશ પૂજામાં જોડાયા PM : રાજકારણ ગરમાયું, સંજય રાઉતે કર્યો મોટું નિવેદન - PM Modi visiting CJI DY Chandrachud
  2. મહિલા રેસલર્સની જાતીય સતામણીનો મામલો: પીડિતા કોર્ટમાં હાજર રહી શકી ન હતી, હવે આવતીકાલે નિવેદન નોંધાશે - BRIJ BHUSHAN SHARAN SINGH CASE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.