ગાંધીનગર: ભારતમાં 22-23 જુલાઇના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં દેશમાં આગમી સમયમાં કાર્યકાળ કેવી રીતે ચાલશે તેની સંપૂર્ણ રૂપ રેખા વિષે વાત કરવામાં આવી હતી. રજૂ કરવામાં આવેલ બજેટ દેશના તમામ રાજ્યોને લાગુ પડે છે અને તમામ રાજ્યો માટે તે મહત્વપૂર્ણ છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં રજૂ કરવામાં આવેલા 2024-25ના વર્ષના કેન્દ્રીય બજેટ બજેટનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જોયું હતું. તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રીએગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી બજેટને જોયું હતું.
મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ: આ દરમિયાન જીવંત પ્રસારણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્યસચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો પણ સાથે જોડાયા હતા. તમને જણાવી દઈએ કે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણને મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ (બજેટ 2024) રજૂ કર્યું હતું. નાણાપ્રધાન તરીકે આ તેમનું સાતમું બજેટ છે. લોકોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હવે જો કે વર્ષ દરમિયાન આ બજેટ પ્રમાણે દેશ કઈ દિશામાં ગતિ કરે છે.