ETV Bharat / state

આજે યોજાશે 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમ, જાણો નાગરિકો પોતાની ફરિયાદ કેવી રીતે કરી શકશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2024, 8:48 PM IST

Updated : Oct 24, 2024, 5:58 AM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો અને પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે એટલે કે તારીખ 24 ઓક્ટોબર, ગુરૂવારના રોજ બપોરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઓક્ટોબર-2024નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ 24મી ઓક્ટોબરે એટલે કે આજે યોજાવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો સામાન્ય નાગરિકો અને અરજદારો ગુરૂવાર, તારીખ 24મી ઓક્ટોબરે સવારે 8:30 વાગ્યાથી 11:30 કલાક સુધીમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.

આ પણ વાંચો:

  1. રાજ્ય સરકારનો ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ, અતિવૃષ્ટીને લઈને 1419 કરોડનું કૃષિ રાહત પેકેજ કર્યુ જાહેર
  2. સરકારી કર્મચારી આનંદો, દિવાળીના પર્વને લઈને આટલા દિવસની રજા કરાઈ જાહેર

Last Updated : Oct 24, 2024, 5:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.