ETV Bharat / state

સુરતમાં ખાડી પૂર બાદ સાફસફાઇની શરૂઆત, 476 મેટ્રીક ટન ઘનકચરાનો નિકાલ - Cleanup begins after floods - CLEANUP BEGINS AFTER FLOODS

સુરત શહેરમાં ખાડી પૂરના પાણી ઓસરી ગયા બાદ પ્રાથમિકતાના ધોરણે સાફ-સફાઈ, કચરાનો નિકાલ, દવા છટકાવ, આરોગ્યની સહિતની વિવિધ કામગીરીઓ શરૂ કરી દેવાઈ છે. આજે ખાડીપુર અસરગ્રસ્ત વિસ્તારમાંથી વિવિધ મશીનરી, પાલિકાની ટીમ દ્વારા 476 મેટ્રીકટન ઘનકચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમજ નવસારીમાં પણ સાફ-સફાઈ માટે સુરત મનપાની ટીમ મોકલાઈ હતી. જાણો. Cleanup begins after floods

સુરતમાં ખાડી પૂર બાદ સાફસફાઇની શરૂઆત
સુરતમાં ખાડી પૂર બાદ સાફસફાઇની શરૂઆત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 29, 2024, 7:58 PM IST

દિવસથી વરસાદ બંધ પડવાની સાથે જ ખાડી પૂરના પાણી પણ ઓસરી ગયા (Etv Bharat Gujarat)

સુરત: શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. પરિણામે ખાડીઓના જળસ્તર પણ વધ્યા હતા. ખાડીના આસપાસના વિસ્તાર સહીત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાડી પૂરના કારણે ઘરોમાં પાણી ફરી વળતા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું.

પાલિકાની ટીમ દ્વારા 476 મેટ્રીકટન ઘનકચરાનો નિકાલ કરવામાં આવ્યો
પાલિકાની ટીમ દ્વારા 476 મેટ્રીકટન ઘનકચરાનો નિકાલ કરવામાં આવ્યો (Etv Bharat Gujarat)

અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત: જો કે હવે છેલ્લા 3 દિવસથી વરસાદ બંધ પડવાની સાથે જ ખાડી પૂરના પાણી પણ ઓસરી ગયા હતા. સ્થળાંતર કરાયેલ લોકો પણ પોતાના ઘરે પરત ફર્યા છે, ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાંથી સાફ સફાઈ, દવાનો છંટકાવ તેમજ કચરો કાઢવાની સાથે જ વીજ કંપનીની કામગીરી પણ પ્રાથમિકતાના ધોરણે શરૂ કરી દેવાઈ છે. બીજી તરફ મેયર અને પાલિકા કમિશ્નરે લિંબાયત, પરવટ, ડુંભાલ સહિત વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.

ઝાડા-ઉલ્ટીના કેસમાં સ્થળ પર જ સારવાર આપવામાં આવી
ઝાડા-ઉલ્ટીના કેસમાં સ્થળ પર જ સારવાર આપવામાં આવી (Etv Bharat Gujarat)

467 મેટ્રીક ટન ઘન કચરાનો નિકાલ: આ દરમ્યાન લિંબાયત, વરાછા, સરથાણા ઝોન, અઠવા-ઉધના ઝોનમાં પાલિકાના 96 સુપરવાઈઝર, 1493 સફાઈ કામદારો, 90 વાહનો, 14 JCB મશીન, 11 રોબોટ મશીન દ્વારા 467 મેટ્રીક ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતમાં ખાડી પૂર બાદ સાફસફાઇની શરૂઆત
સુરતમાં ખાડી પૂર બાદ સાફસફાઇની શરૂઆત (Etv Bharat Gujarat)

અસરગ્રસ્ત વિસ્તારોમાં 5401 ઘરોમાં સર્વે: ઉપરાંત 17480 કિલોગ્રામ લાઈમડસ્ટ, 4400 કિલોગ્રામ મેલેથીઓનનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ સાથે જ 16 રેપિડ રિસ્પોન્સ મેડિકલ ટીમ મારફતે અસરગ્રસ્ત વિસ્તારોમાં 5401 ઘરોમાં સર્વે કરીને 36 સામાન્ય તાવના, પાંચ ઝાડા-ઉલ્ટીના કેસમાં સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે.

476 મેટ્રીક ટન ઘનકચરાનો નિકાલ
476 મેટ્રીક ટન ઘનકચરાનો નિકાલ (Etv Bharat Gujarat)

નવસારીમાં સાફ-સફાઈ માટે સુરત મનપાની ટીમ મોકલાઈ: નવસારીમાં પડેલા ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. પાણી ઓસર્યા બાદ સાફ સફાઈની કામગીરી માટે સુરત મહાનગર પાલિકાની એક ટીમ મોકલવામાં આવી છે જેમાં એક નાયબ આરોગ્ય અધિકારી, 3 આસિ.જુન. ઈજનેર, 9 સુપરવાઈઝર, પાંચ વાયરમેન, 47 બેલદાર, 3 જેસીબી, ચાર ટ્રક મોકલાવાઈ હતી. આ ટીમ દ્વારા નવસારીના રૂસ્તમવાડી, સુડા આવાસ, મિથિલા નગરી રીંગરોડ વિસ્તારમાં તળિયા ઝાટક સફાઈ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

  1. બનાસકાંઠામાં વરસાદ ખેંચાયો જેથી ખેડૂતોની હાલત કફોડી, પાંથાવાડામાં વરુણદેવને રીઝવવા પર્જન્ય યજ્ઞ કરાયો - Parjanya Yajna
  2. ગોડાદરા વિસ્તારમાં ખાડામાં ડુબી જવાથી યુવકનુ મોત, પોલીસે બિલ્ડર પિતા-પુત્ર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો - Surat News

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.