ETV Bharat / state

'મેઘરાજા મહેરબાન થાવ' વરૂણદેવને રિઝવવા શાળાના બાળકોએ કરી ઢુંઢિયાદેવની પૂજા - Worship of Dhundhia Dev - WORSHIP OF DHUNDHIA DEV

બનાસકાંઠા જિલ્લામાં અડધું ચોમાસું વીતવા આવ્યું છે. છતાં જોઈએ તેવો વરસાદ થયો નથી. વરસાદ લાવવા માટે વાવ તાલુકાના ચોથાનેસડા પ્રાથમિક શાળાના બાળકોએ ઇન્દ્રદેવને રિઝવવા ઢુંઢિયા દેવની પૂજા કરી હતી.

વરસાદ લાવવા માટે ચોથાનેસડા પ્રાથમિક શાળાના બાળકોએ ઢુંઢિયાદેવની પૂજા કરી
વરસાદ લાવવા માટે ચોથાનેસડા પ્રાથમિક શાળાના બાળકોએ ઢુંઢિયાદેવની પૂજા કરી (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 27, 2024, 5:27 PM IST

Updated : Jul 28, 2024, 7:43 AM IST

વરૂણદેવને રિઝવવા શાળાના બાળકોએ કરી ઢુંઢિયાદેવની પૂજા (Etv Bharat Gujarat)

બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં અડધુ ચોમાસુ વિતવા આવ્યું છે અને અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં જોઈએ તેઓ વરસાદ નોંધાયો નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં રિસાયેલા મેહુલિયાને મનાવા વર્ષોથી ચાલી આવેલ પરંપરાને અંતરિયાળ વિસ્તારમાં આવેલી એક પ્રાથમિક શાળાના બાળકોએ ઇન્દ્રદેવને રીઝવવા માટે ઢુંઢિયા દેવની પૂજા કરી બનાસકાંઠામાં વરસાદ લાવવા આ કાર્ય કરાયું છે.

વરસાદ લાવવા માટે ચોથાનેસડા પ્રાથમિક શાળાના બાળકોએ ઢુંઢિયાદેવની પૂજા કરી
વરસાદ લાવવા માટે ચોથાનેસડા પ્રાથમિક શાળાના બાળકોએ ઢુંઢિયાદેવની પૂજા કરી (Etv Bharat gujarat)

મુખ્યત્વે ખેતી અને પશુપાલનનો વ્યવસાય: બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે અને આ જિલ્લાના મોટાભાગના તાલુકા ચોમાસા આધારિત જ ખેતી કરતા હોય છે. આ વર્ષે અડધું ચોમાસુ વિતવા આવ્યું છતાં પણ જોઈએ. તેવો બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો નથી. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ન આવવાના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

બાળકોએ ઇન્દ્રદેવને રીઝવવા ઉત્સવ મનાવ્યો: બનાસકાંઠા જિલ્લામાં અડધું ચોમાસુ વિતવા આવ્યું છે અને આ જિલ્લામાં માત્ર અત્યાર સુધી 26% જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મેહુલિયાને મનાવવા માટે વર્ષોથી ચાલી આવતી ઢુંઢિયા દેવની પ્રથાને અંતરિયાળ વિસ્તારમાં આવેલા બનાસકાંઠાના વાવ તાલુકાના ચોથાનેસડા પ્રાથમિક શાળાના બાળકોએ પોતાના હાથે માટીમાંથી ઢુંઢિયાદેવ બનાવી ઇન્દ્ર દેવને રીઝવવા માટે ઉત્સવ મનાવ્યો હતો. જેમાં પ્રાથમિક શાળાના તમામ બાળકોએ ચીકણી માટીમાંથી ઢુંઢિયા દેવની પ્રતિમા બનાવી એક વિદ્યાર્થીએ તેને માથે ઉપાડી તેના પર જળ અભિષેક કરાવી ઢુંઢિયા દેવ મેઘ વરસાવોના ગીતો ગાઇને ગરબા રમી ઇન્દ્રદેવને રીઝવવાની વર્ષો જૂની પરંપરાની આ પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્સવ યોજ્યો હતો.

વરસાદ લાવવા લોકો ઢુંઢિયાદેવની પૂજા કરતા: ચોથાનેસડા પ્રાથમિક શાળાના શિક્ષક જામાભાઈ રાજપુતે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા વરસાદ લાવવા માટે લોકો ઇન્દ્ર દેવને રિઝવવા ઢુંઢિયા દેવની પૂજા કરતા હતા. તેવી જ રીતે અમારી પ્રાથમિક શાળાના તમામ બાળકોએ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ લાવવા માટે ચીકણી માટેના દેવની પ્રતિમા બનાવી એક વિદ્યાર્થીએ માથે ઉપાડી તેના પર જળ અભિષેક કરી આ ઉત્સવની ઉજવણી કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ લાવવા માટે ઇન્દ્રદેવને રિઝવવામાં આવ્યા હતા. આ વર્ષો જૂની પરંપરાને લોકો ભૂલી રહ્યા છે. તેને જાળવી રાખવા પણ આ શિક્ષકે અપીલ કરી હતી.સરહદી વાવના ચોથાનેસડા પ્રાથમિક શાળામાં આજે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ઢુંઢીયાબાપજીની મૂર્તિ બનાવીને પૂજા અર્ચના કરવામાં આવી હતી અને બાળકોએ આનંદ લીધો હતો.

બાલુંત્રિ પ્રા.શાળામાં બાળ મેળાનું સુંદર આયોજન: બીજી બાજુ વાવ તાલુકાના બાલુંત્રિ પ્રા.શાળામાં બાળ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો તેમાં જુદા જુદા પહેરવેશ અને માથું ગુંથાવાની પ્રવૃત્તિ તેમજ લુપ્ત થતી પ્રણાલીથી બાળકો એના વિશે જાણે તથા વેસ્ટ માંથી બેસ્ટ ,પર્યાવરણ જાળવણી જેવા વિષયોની પ્રવૃત્તિ ના તમામ પાસાઓને સાંકળી અને સુંદર બાળમેળાનું આયોજન તમામ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સારી પ્રવૃત્તિ રજૂ કરેલ તમામ બાળકો ને ઈનામ આપવામાં આવ્યું, તમામ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક અલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

  1. રાધનપુરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહી, બે લાખના દારૂ સાથે બે આરોપી ઝડપાયા - Patan crime
  2. ગાંધીધામ ખાતે યુનિયન બજેટ પર વિશ્લેષણ સેશન યોજાયું, બજેટ હાઈલાઇટ્સ પર ચર્ચા થઈ - Analysis session on Union Budget

Last Updated : Jul 28, 2024, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.