ETV Bharat / state

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિક 2024 માં ભાગ લઈ રહેલા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી - PARIS OLYMPICS 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 26, 2024, 4:06 PM IST

Updated : Jul 26, 2024, 4:43 PM IST

પેરિસ ઓલિમ્પિક 2024 માં ભાગ લઈ રહેલા ગુજરાતના ત્રણ પ્રતિભાસંપન્ન ખેલાડીઓ હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને ઈલાવેનીલ વાલારિવાન સહિત સૌ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની હાર્દિક શુભેચ્છાઓ.

ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિક 2024 માં ભાગ લઈ રહેલા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી
ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિક 2024 માં ભાગ લઈ રહેલા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી (Etv Bharat)

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિક 2024 માં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 પ્રતિભા સંપન્ન ખેલાડીઓ હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને ઇલા વેનીલ વાલારિવાન સહિત સૌ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 પ્રતિભા સંપન્ન ખેલાડીઓ સહિત સૌ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું છે કે, પેરિસમાં ઓલિમ્પિક 2024 શરૂ થઇ રહ્યો છે. આપણા સ્ટાર ખેલાડીઓ નીરજ ચોપરા, પીવી સિંધુ, શરદ કમલ, રોહન બોપન્ના, મીરાબાઈ ચાનુ, સહિતના ભારતના 117 ખેલાડીઓ આ રમતોત્સવની વિવધ સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે. વિશ્વ નેતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઇ રહેલા ખેલાડીઓ સાથે રૂબરુ સંવાદ કરીને તેમની સફળતાની શુભેચ્છાઓ આપી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ઓલિમ્પિકની રમતોમાં વધુને વધુ મેડલ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિકમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓવી મનોકામના છે. સૌ ભારતવાસીઓ ચીર ફોર ભારત માટે ઉત્સુક છે. આપણા સૌ માટે આનંદનો અવસર છે કે ગુજરાતના ત્રણ હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે અને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ટેબલ ટેનિસ રમતમાં માનવ ઠક્કર અને હરમીત દેસાઈ, એર રાઈફલ શૂટિંગમાં ઈલાવેનિલ વાલરિવનની પસંદગી ગુજરાતના ખેલ જગતની ગૌરવગાથામાં નવું સિમાચિહ્ન છે. તેમણે આગળ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલોપ કરીને અનેક પ્રતિભાવંત ખેલાડીઓ નિખાર આપ્યો છે. ગુજરાતના આ યુવા ખેલાડીઓ પોતાની રમતમાં ઓલિમ્પિક 2024 ગેમ્સમાં કૌવત જળકાવશે તેવો મને વિશ્વાસ છે. આ ત્રણેય ખેલ પ્રતિભાઓ સહિત ઓલિમ્પિક રમતમાં ભાગ લઇ રહેલા તમામ 117 ભારતીય ખેલાડીઓને જ્વલંત સફળતા મળે તેવી સમગ્ર ગુજરાતવતી હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.

  1. ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈએ કહ્યું, અમારી પાસે કોઈપણ ટીમને હરાવવાની ક્ષમતા - Paris Olympics 2024

Last Updated : Jul 26, 2024, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.