ETV Bharat / state

છોટાઉદેપુરમાં સગીરા સાથે દુષ્કર્મ કેસ: ગુનેગારને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી, જાણો.. - POCSO ACT

છોટાઉદેપુરની સ્પેશિયલ POCSO કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આધેડને 20 વર્ષની સખત કેદની સજા સાથે રૂપિયા 25 હજારનો દંડ ફાટકારતો હુકમ કર્યો છે.

છોટાઉદેપુરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
છોટાઉદેપુરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2024, 1:06 PM IST

છોટાઉદેપુર: જિલ્લાના કવાંટ તાલુકાના એક ગામમાં ગત તારીખ 22 જાન્યુઆરી 2022 ના રોજ બપોરના સમયે ધોરણ 7 માં અભ્યાસ કરતી 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, સગીરાના કૌટુંબિક આધેડ ઉંમરના ભાઈએ પોતાના જ ઘરમાં બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ બુમો પાડીશ કે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનનાર સગીરાએ માતાપિતા આ વિશે વાત કરી જે બાબત જાણીને સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા નોંધાવી હતી.

પોલીસે IPC ની કલમ 376 (2) F, 376 (3), 506 (2) તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફેન્સ એકટ એટલેકે POCSO ની કલમ 4, 6 મુજબ ગુનો નોંધ્યો હતો, અને આરોપી મહેશ રણછોડ રાઠવા નામના આધેડને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

છોટાઉદેપુરની સ્પેશિયલ POCSO કોર્ટમાં સ્પેશિયલ POCSO જજ સી.કે. મુન્શી સાહેબની અધ્યક્ષતામાં આ કેસ ચાલ્યો હતો. અહીં સરકારી વકીલ સોનલબેન દેસાઈની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સમાજમાં ઉદાહરણ સ્થાપિત થાય અને શરીર સંબંધી ગુનાઓ આચરતા તેમજ ગુનાહિત કાર્ય કરવાનું વિચાર ધરાવતા વ્યક્તિમાં કાયદાનો ભય પ્રસરે ઉપરાંત ગુનાહિત કૃત્યો અટકે તે માટે ચુકાદો આપ્યો હતો.

છોટાઉદેપુર સ્પેશિયલ POCSO કોર્ટના ન્યાયાધીશ સી.કે. મુન્સીએ ચુકાદો સંભળાવતા સગીરા સાથે દુષ્કર્મ આચરનાર મહેશ રણછોડ રાઠવાને ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 376 (3) તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ 2012ની કલમ 4 મુજબના શિક્ષાને પાત્ર ગુનામાં કસૂરવાર ઠેરવી આરીપીને 20 વર્ષની સખત કેદની સજા સાથે રૂપિયા 25,000નો દંડ તેમજ 20 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. આરોપી મહેશ રાઠવાએ આ બંને સજા એક સાથે ભોગવવાની રહેશે. તેમજ કાચા કામના કેદી તરીકે જે સજા કાપી ચુક્યો છે તે મજરે કાપવાની રહેશે.

નામદાર કોર્ટ દ્વારા ભોગ બનનારના હિતમાં ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ 357 (1) મુજબની જોગવાઈઓ અન્વયે આરોપી જે દંડની રકમ ભરપાઈ કરે એની 50 % રકમ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ 357 (A) તથા ગુજરાત વિકટીમ કોમ્પનસેશન સ્કીમ 2019 ની જોગવાઈ મુજબ ભોગ બનનાર સાથે થયેલ અઘટિત ઘટનાને કારણે સગીરા પર વ્યતીત થયેલ ઘટનાને પગલે સમાજમાં બદનામી, ભોગ બનનારની ઉંમર તથા તેના પરિવારની સામાજિક અને આર્થિક નબળી પરિસ્થિતિને તેમજ ભોગ બનનારના ભાવિષ્યને ધ્યાનમાં રાખી ભોગ બનનારને વળતર પેટે રૂપિયા 4 લાખની રકમ ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન ગેમ્સ મામલે PIL, 3 જાન્યુઆરીએ આગામી સુનાવણી
  2. મોરબીઃ નફાની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, શેરબજારમાં રોકાણના નામે 85 લાખ ગુમાવ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.