વડોદરા : વડોદરાની મ.સ.યુનિ.ની બીબીએ કોલેજમાં મોકડ્રીલ દરમિયાન આતંકી હુમલો ચેતક કમાન્ડોએ નિષ્ફળ બનાવ્યો હતો. હુમલાનો મેસેજ મળતા જ સ્થાનિક પોલીસ સહિત એસઓજી તથા ક્વિક રિસ્પોન્સ ટીમ દોડી ગઈ હતી. બાદમાં ચેતક કમાન્ડોને બોલાવાયા હતા. ગાંધીનગરથી 80 ચેતકક માન્ડોએ આવી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. રવિવારે રાત્રે આંતકી હુમલાની મોકડ્રીલ ચોજાઈ હતી. જેમાં ત્રણ આતંકીએ 15 બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. ચેતક કમાન્ડોએ 21 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જોકે આ ઘટનામાં રસપ્રદ પાસું એ હતું કે આ તમામ દ્રશ્યો મોક ડ્રિલમાં સર્જાયાં હતાં.
ફેકલ્ટીમાં સીસીટીવી કાર્યરત ન હતાં મોક ડ્રિલમાં સીસીટીવી બંધ હોવાથી ચેતક કમાન્ડોએ ટકોર કરવી પડી હતી. મોકડ્રીલ પૂર્ણ થઈ ગયા બાદ ચેતક કમાન્ડોના ડીવાયએસપી કે.એમ.ઝાલાએ સ્થળ ઉપર હાજર બીબીએ ફેકલ્ટીના એસો સિએટ ડાયરેક્ટર કે.આર.બડોલાને આવા મોટા શૈક્ષણિક સ્થળે સીસીટીવીનો સર્વેલન્સ રૂમ ન હોવાની ટકોર કરી હતી. ત્યારે બડોલાએ સીસીટીવીની કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું. બીબીએ ફેકલ્ટીમાં તેઓને સર્વેલન્સ રૂમ જોવા મળ્યો ન હતો .જ્યારે બીબીએ કોલેજની પોલ ખુલી હતી કે, સ્થળ ઉપર સીસીટીવી કાર્યરત નથી.
બીબીએ બિલ્ડીંગના પ્રથમ માળે મોક ડ્રિલ : બીબીએ કોલેજના પહેલા માળે ત્રણ આતંકવાદીઓએ લોકોને બંધક બનાવી સમગ્ર પરિસર બાનમાં લીધું ચેતક કમાન્ડોના ડિવાયએસપી પી.જી.ધારૈયાએ જણાવ્યું હતું કે, બીબીએ કોલેજમાં મોકડ્રીલ યોજાઇ હતી. પહેલાં માળે આંતકીઓએ ત્રણને બંધક બનાવ્યા હતાં. જેમાં ચેતક કમાન્ડો અને પોલીસ શું કામ કરે છે તે જાણવા મોક ડ્રિલ કરી હતી. ચેતક કમાન્ડો, પોલીસ, ફાયર તથા મેડિકલની ટીમાઆ પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરે છે તેનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
આતંકવાદી હુમલામાં પરિસ્થિતિને સંભાળવાની તાલીમ : આતંકવાદી હુમલા જેવી સ્થિતિઓને કાબૂમાં લેવા ચેતક કમાન્ડોને તૈયાર કરવામાં આવે છે.ચેતક કમાન્ડો ગુજરાત પોલીસનો ભાગ છે. ચેતક કમાન્ડો બનવા સિલેકશન પ્રસોસ પાસ કરવો પડતો હોય છે. ચેતક કમાન્ડોને આંતકી હુમલાની સ્થિતિને કાબુમાં લેવા તૈયાર કરાય છે. બીજી ચેતક કમાન્ડો એકે-47, પિસ્ટોલ, એમપી-5 સહિતના હથિયારનો ઉપયોગ કરે છે. ચેતક કમાન્ડોને ગાંધીનગર કરાઈ એકેડમી, સહિત તેમના બેઝ ઉપર ટ્રેનિંગ આપવામાં આવે છે.