ETV Bharat / state

ચાંદીપુરા વાયરસનો ઝડપથી ઉપદ્રવ, મૃત્યુઆંક વધીને 48 થયો જ્યારે કુલ 127 કેસો નોંધાયા - Chandipura virus cases 2024 - CHANDIPURA VIRUS CASES 2024

ચાંદીપુરા નામનો નવો વાયરસનો ઝડપથી ઉપદ્રવ વધી રહયો છે. આ વાયરસથી ગુજરાત રાજ્યમાં 26 જુલાઇ સુધીમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 127 કેસો છે. જેમાં મૃત્યુઆંક વધીને હવે 48 થઇ ગયો છે. જાણો કયા અને કેટલા કેસો થયા છે આ વાઇરસના. Chandipura virus cases 2024

મૃત્યુઆંક વધીને 48 થયો જ્યારે કુલ 127 કેસો નોંધાયા
મૃત્યુઆંક વધીને 48 થયો જ્યારે કુલ 127 કેસો નોંધાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 27, 2024, 4:08 PM IST

ગાંધીનગર: શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનો પગપેસારો ઝડપથી સમગ્ર ગુજરાત થઈ રહ્યો છે. ગુજરાતમાં ફેલાઈ રહેલો આ રોગ અત્યંત ભયાનક સાબિત થઈ રહ્યો છે. લગભર 13 જુલાઇથી નજરમાં આવેલ આ રોગમાં મૃત્યુઆંક સતત વધી જ રહ્યા છે. એટલે કે લગભગ અડધા મહિનાથી સમાચારોમાં આવી રહેલા આ વાઇરસે કેટલાય લોકોના ભોગ લીધા છે. જેમાં મૃત્યુઆંક વધીને હવે 48 થઇ ગયો છે. આશ્ચર્યવાદી વાત તો એ છે કે, 19 જુલાઇના રોજ ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક 20 હતો. જે એક સપ્તાહમાં જ કુલ મરણાંકમાં બમણાથી વઘુનો વધારો થયો છે.

કુલ 48 દર્દીઓ મૃત્યુ પામેલ છે: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 26 જુલાઇ સુધી રજૂ કરવામાં આવેલા આકડા મુજબ વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 127 કેસો છે. જેમાં સૌથી વધુ શંકાસ્પદ કેસ સાબરકાંઠામાં (12), અમદાવાદ કોર્પોરેશનમાં (12), પંચમહાલમાં (15) નોંધાયા છે. જ્યારે સૌથી વધુ પોઝીટીવ કેસ સાબરકાંઠામાં (6) અને પંચમહાલમાં (6) નોંધાયા છે. આમ તમામ રાજયોમાંથી કુલ 39 પોઝીટીવ કેસ મળેલ છે. આ ઉપરોક્ત 127 કેસો પૈકી કુલ 48 દર્દીઓ મૃત્યુ પામેલ છે. જયારે ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 42 દર્દી દાખલ છે. 39 દર્દીઓને રજા આપેલ છે.

ચાંદીપુરા વાઇરસના 26 જુલાઇ સુધીના આકડા
ચાંદીપુરા વાઇરસના 26 જુલાઇ સુધીના આકડા (Etv Bharat Gujarat)

વાઇરસ અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યો છે: ચાંદીપુરા વાઇરસ ગુજરાત ઉપરાંત હવે અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા માહિતી પ્રમાણે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાં ચાંદીપૂરાના કેસો જોવા મળી રહ્યા છે. જે અંતર્ગત રાજસ્થાનનાં કુલ 6 કેસો જેમાં 4 દર્દી દાખલ છે તેમજ 2 દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનાં 4 કેસો જેમાં 3 દર્દી દાખલ છે તેમજ 1 દર્દી મૃત્યુ પામેલ છે. તેમજ મહારાષ્ટ્રનો 1 કેસ જેમાં 1 દર્દી દાખલ છે.

વાઇરસ અટકાવવા માટેની કામગીરી: આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 42,637 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે. કુલ 5,45,627 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ 1,14,324 કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ 22,730 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 2,996 શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ 25,341 આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 2,950 આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.

કેસોનું રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ: રાજ્યકક્ષાએથી ગાઈિ લાઈન અને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી દ્વારા પત્ર પાઠવેલ છે. ઉપરાંત દરેક કેસોનું રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવા માટે જણાવવામાં આવ્યું છે.

કેસોની રૂબરૂ તપાસ: અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને પર્સનલ પોટેક્ટિવ સાધનો વાપરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો જેવા કે અરવલ્લી અને બનાસકાંઠાના કેસોની રૂબરૂ તપાસ કરવામાં આવી રહી છે. અને અન્ય તપાસ કરવા માટે NCDC (National Centre for Disease Control, New Delhi) માંથી તીવ્ર એન્સેફાલીટીસ કેસો તેમજ મૃત્યુની તપાસ માટે ટીમ પાઠવેલા છે.

  1. સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસનો કચ્છમાં પગપેસારો, બે બાળકોના મોત - Chandipura virus in Kutch
  2. ચાંદીપુરા વાયરસ: કેન્દ્રએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતને આપી ચેતવણી, બાળકોને સુરક્ષિત રાખો - CHANDIPURA VIRUS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.