ગાંધીનગર: રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસથી ઘણા બાળકોના મોત પણ થયા છે. આ વાયરસ બાળકોમાં વધુ ફેલાય છે. આ વાયરસના કેસો પહેલા ગુજરાતમાં ફેલાયા હતાં, હવે તે અન્ય રાજ્યમાં પણ ફેલાય રહ્યા છે. આ વાયરસ ફેંફસામાંથી મગજમાં પહોંચે છે.
સર્વેલેન્સની કામગીરી હાથ ધરાઈ: આરોગ્યની ટીમ દ્વારા કુલ 10,050 ઘરોમાંથી કુલ 56,651 વ્યક્તિઓનું સર્વિલન્સની કામગીરી કરવામાં આવી છે. કુલ 4,838 કાચા મળેલ ઘરોમાંથી કુલ 4,838 (3,567 ઘરોમાં અને 174 અન્ય ઢોર-કોઢારના એરિયામાં) પણ મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમજ રાજ્ય કક્ષાએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક જિલ્લા અને કોર્પોરેશનને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી માટે માહિતગાર કરવામાં આવ્યા છે.
ચાંદીપુરા વાયરસના દરેક કેસોનું રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઈન્વેસ્ટિગેશન કરવા માટે જણાવાયું છે. જે એરિયામાં ચાંદીપુરા વાયરસના કેસો મળેલ છે. તે વિસ્તામના વ્યક્તિઓને પર્સનલ પ્રોટેક્ટિવ સાધનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે. તેમજ આ રોગચાળા અંતર્ગત અટકાયતી કામગીરી માટે આઈઈસી કરવામાં આવ્યું છે. હાલમાં કુલ 14 જિલ્લાઓમાં સીએમઈ થઈ ગયું છે. અને અન્ય જિલ્લાઓમાં બે દિવસમાં કરી દેવામાં આવશે.
ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત દર્દીના તાત્કાલિક સેમ્યલ લઈ તેને એન.આઈ.વી પુને ખાતે મોકલી આપવા માટે જણાવ્યું છે. અને આવા કેસોની હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે સારવાર થાય તે પણ જણાવેલ છે. રાજ્ય કક્ષાની રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા અરવલ્લી અને સાંબરકાંઠાના કેસોની રૂબરૂ મુલાકાત કરી છે.
ગુજરાતમાં ગત તારીખ 17 જૂલાઈ 2024 સુધીના ચાંદીપુરા વાયરસના કેસો
જિલ્લાના નામ | શંકાસ્પદ કેસો | સંક્રમિત કેસો | મૃત્યુ |
સાબરકાંઠા | 5 | 0 | 2 |
અરવલ્લી | 4 | 1 | 3 |
મહીસાગર | 1 | 0 | 1 |
ખેડા | 1 | 0 | 0 |
મહેસાણા | 2 | 0 | 1 |
રાજકોટ | 2 | 0 | 2 |
સુરેન્દ્રનગર | 1 | 0 | 1 |
અમદાવાદ | 2 | 0 | 1 |
ગાંધીનગર | 1 | 0 | 1 |
પંચમહાલ | 2 | 0 | 0 |
જામનગર | 2 | 0 | 0 |
મોરબી | 3 | 0 | 2 |
જીએમસી | 1 | 0 | 1 |
કુલ | 27 | 1 | 15 |
ગુજરાતમાં પગ પેસાર બાદ ચાંદીપુરા વાયરસે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના બાળકોને પણ ઝપેટમાં લીધા છે. એનઆઈવીની પુષ્ટી માટે બાળકોના લોહીના નમૂના નેશનસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં મોકલવામાં આવ્યા છે.
રાજ્યના નામ | શંકાસ્પદ કેસો | શંકાસ્પદ કેસોમાં મૃત્યુ | સંક્રમિત કેસો |
રાજસ્થાન | 2 | 1 | 0 |
એમપી | 1 | 0 | 0 |
કુલ | 3 | 1 | 0 |
ચાંદીપુરા વાયરસ લક્ષણો:
- ચાંદીપુરા વાયરસના ચેપથી માઇક્રોગ્લિયલ કોષોમાં આરએનએ-21ની સંખ્યા વધવા લાગે છે
- આ વાયરસનાં કારણે મગજમાં સોજો આવે છે અને મગજમાં તાવ ચડી જાય છે.
- તાવ, ઉલ્ટી, ખેંચ અને ઘણી માનસિક બીમારીઓ પણ આ વાયરસનાં કારણે થવા લાગે છે.
- આ વાયરસનાં કારણે દર્દી કોમામાં પણ જઇ શકે છે.
- આ વાયરસ જીવલેણ છે જે મોટાભાગે 0થી 14 વર્ષના બાળકોમાં વધુ જોવા મળે છે.