રાજકોટ: મુસ્લિમ સમુદાયના મોટા તહેવારોમાંથી એક ગણાતો એવા મહોરમની ઉજવણી થઈ રહી છે. આ મોહરમનો તહેવારથી એક ઈસ્લામી મહિનાના દિવસથી નવા વર્ષની શરૂઆત થતી હોય છે. આ મોહરમ ઈસ્લામ ધર્મના નવા વર્ષની શરૂઆત છે પરંતુ સાથે-સાથે તેના 10 માં દિવસે હજરત ઈમામ હુસૈનની યાદમાં મુસ્લિમો માતમ મનાવે છે જેમાં કેટલાક સ્થળો પર 10 માં મોહરમ પર રોજા રાખવાની પણ પરંપરા છે ત્યારે એક માન્યતા મુજબ 10 માં મોહરમના દિવસે જ ઈસ્લામની રક્ષા માટે હજરત ઈમામ હુસૈને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. ત્યારે આ ત્યાગ અને બલિદાનની યાદમાં મુસ્લીમ સમુદાયના લોકો મહોરમ માસમાં માતમ નિમિતે ઉજવે છે.
ઈમામ હુસૈન શહીદ: ઈસ્લામિક માન્યતાઓ મુજબ ઈરાકમાં યદીઝ નામનો એક ક્રુર વ્યક્તિ રહેતો હતો. જે માણસાઈનો દુશ્મન હતો. કહેવાય છે કે, યદીઝ પોતાની જાતને શહેનશાહ માનતો હતો અને ખુદા પર વિશ્વાસ કરતો ન હતો. જેમાં તેની ઈચ્છા હતી કે હજરત ઈમામ હુસૈન તેના જૂથમાં સામેલ થઈ જાય પરંતુ તેમને એ જરાય મંજૂર નહતું. ત્યારબાદ યદીઝના ફેલાઈ રહેલા પ્રકોપને રોકવા માટે હજરત તેના વિરુદ્ધ યુદ્ધ છેડી નાખ્યું. પેગંબરે ઈસ્લામ હજરત મોહમ્મદના પૌત્ર હજરત ઈમામ હુસૈનને કરબલામાં પરિવાર અને તમામ અઝીઝ મિત્રો સાથે શહીદ કરી નાખ્યાં.
મોહરમના દિવસે તાજીયા કાઢવાનું વિશેષ મહત્વ: મોહરમનો તહેવાર માતમ મનાવવાનો અને ધર્મની રક્ષા કરનારા હજરત ઈમામની યાદમાં મનાવવામાં આવતો તહેવાર છે. આ મોહરમના મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો પોતાની ખુશીઓનો ત્યાગ કરીને શોક મનાવે છે. મોહરમના દિવસે તાજીયા કાઢવાનું વિશેષ મહત્વ હોય છે. એક માન્યતા મુજબ શિયા મુસ્લિમો તાજીયા દ્વારા પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે. મોહરમના દસ દિવસ સુધી વાંસ, લાકડી અને અન્ય સજાવટના સામાનથી તેને સજાવવામાં આવે છે અને 11 માં દિવસે તેને બહાર કાઢવામાં આવે છે અને રસ્તાઓ પર ફેરવવામાં આવે છે. ત્યારબાદ તેને ઈમામ હુસૈનની કબર બનાવીને તેમાં દફન કરવામાં આવે છે. એક રીતે 60 હિજરીમાં શહીદ થયેલા લોકોને આ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
72 સાથીઓ પણ શહીદ: મહોરમ મહિનાનો દસમો દિવસ સૌથી વિશેષ માનવામાં આવે છે. ઈતિહાસમાં જણાવવામાં આવ્યું છે, કે મોહરમ મહિનાની 10 તારીખે પયગંબર હઝરત મોહમ્મદના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. તેમને ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને આ યુદ્ધમાં તેમની સાથે તેમના 72 સાથીઓ પણ શહીદ થયા હતા. જ્યારે આ યુદ્ધ સ્ત્ય, ધર્મ, ન્યાય અને ઇન્સાનિયત માટેનું હતું.
ઈસ્લામિક કેલેન્ડરની વાત કરીએ તો વર્ષ 2024 માં 7 જુલાઈથી મોહરમ મહિનો શરૂ થયેલ હોઈ જેમાં આશુરા 17 મી જુલાઈના રોજ વિશ્વભરમાં મનાવવામાં આવશે. આશુરાના દિવસે જ તાજિયાઓ કાઢવામાં આવશે અને તાજિયાદારી કરવામાં આવશે.
મુસ્લિમોના નવા વર્ષનો આરંભ: મોહરમ હિજરી સંવતનો પ્રથમ માસ છે. મુસ્લિમોના નવા વર્ષનો આરંભ આ જ માસથી થાય છે. મોહરમ અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે ગમ, શોક કે દુ:ખ. મોહરમ માસના 9-10મા ચાંદે હજરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદત થઇ હતી. સત્ય અને અસત્યની એ લડાઇમાં ઇમામ હુસૈન શહીદ થયા માટે જ આ માસ મુસ્લિમો માટે શોક અને દુ:ખનો માસ છે.
ઇતિહાસની અત્યંત કરુણ ઘટના: મોહમદનાં પુત્રી હજરત ફાતિમાના નિકાહ હજરત અલી સાથે થયા હતા. તેમના સંતાન હજરત ઇમામ હુસૈન કરબલાના યુદ્ધમાં તેમના 72 સાથીઓ સાથે શહીદ થયા. એ ઘટના ઇસ્લામી ઇતિહાસની અત્યંત કરુણ ઘટના છે. હજરત ઇમામ હુસેનનો જન્મ મદીનામાં 5 શાબાન હિજરી સંવત 4 મા થયો હતો. નાના હજરત મોહંમદનો ખોળો ખૂંદી અત્યંત લાડકોડમાં ઊછરેલા હજરત ઇમામ હુસૈનની ઇબાદત અને સખાવત ઇસ્લામના ઇતિહાસમાં જાણીતી છે. 25 વખત પગપાળા હજ કરનાર ઇમામ હુસૈન અંગે એક વાર હજરત ઝયનુલ્લ આબેદીનને કોઇકે પૂછ્યું કે ‘હજરત ઇમામ હુસેનને ઔલાદ (સંતાન) કેમ નથી ? ત્યારે જવાબ મળ્યો કે, ‘તેઓ રાત-દિવસ ખુદાની ઇબાદતમાં મશગૂલ રહે છે’.