ETV Bharat / state

Ambaji Accident: અંબાજી આબુરોડ માર્ગ ઉપર રાજસ્થાન રોડવેઝની બસ નદીમાં પલટી - Ambaji Accident

અંબાજી આબુરોડ માર્ગ પર રાજસ્થાન એસટી ડેપોની બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં લોકોને 15થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. 40 ઉપરાંત લોકો આ બસમાં સવાર હતા. ઘટનાની જાણ પોલીસ ને થતા ઘટના સ્થળે એમ્બ્યુલન્સ અને પોલીસ તંત્ર દોડી આવ્યું હતું.

Ambaji Accident
Ambaji Accident
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 3, 2024, 2:19 PM IST

Ambaji Accident

અંબાજી: પવિત્ર યાત્રાધામ અંબાજીને જોડતા માર્ગ ઉપર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે રાજસ્થાન એસટી ડેપોની બસ અંબાજી આબુરોડ માર્ગ પર 40થી વધુ મુસાફરો ભરેલી બસ જઈ રહી હતી. તે સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અંબાજી આબુરોડ માર્ગ પર શૂરપગલા પાસે બસ નદીમાં પલટી મારી ગઈ હતી. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.

15થી વધુ લોકો ઈજાગ્રસ્ત: અંબાજી આબુરોડ માર્ગ પર સુરપગલા પાસે સર્જાયેલ અકસ્માતમાં 15 ઉપરાંત લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે આબુરોડ સિવિલ હોસ્પિટલ અને અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

પ્રાથમિક તપાસમાં ટાયર સ્લીપ થતા અકસ્માતની ઘટના: ઉલ્લેખીય છે કે વરસાદના મોસમમાં આગળ આવેલ ગાડીને બચાવવા જતા બ્રેક મારતા ટાયર સ્લીપ થતા આ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. 40 ઉપરાંત મુસાફરોને લઈ જઈ રહેલ બસને એકાએક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જાતા બસમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી સર્જાઈ ન હતી. જ્યારે 15થી ઉપરાંત લોકોને ઈજાઓ પહોંચી હતી.

  1. CS Exam : મહેક સેજવાની 19 વર્ષે બની સીએસ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે એપ્લાય કર્યું
  2. Bharat jodo nyay yatra: ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઇનેકોંગ્રેસની કેવી છે તૈયારી ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.