ETV Bharat / state

સુરતથી ટી. રાજાસિંહનું આપત્તિજનક નિવેદન, અકબરુદ્દીન ઓવૈસીને ફરી શ્વાન કહ્યા - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

ભારતીય જનતા પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ ઐતિહાસિક જીતનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપ નેતા અને ધારાસભ્ય ટી. રાજાસિંહે સુરતથી મોટું નિવેદન આપ્યું છે. ઉપરાંત ટી. રાજાએ તેમને મળેલી હત્યાની ધમકી અંગે પણ વાત કરી હતી.

સુરતની મુલાકાતે ટી રાજાસિંહ
સુરતની મુલાકાતે ટી રાજાસિંહ (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 25, 2024, 7:44 PM IST

સુરતથી ટી. રાજાસિંહનું આપત્તિજનક નિવેદન (ETV Bharat Reporter)

સુરત : ભાજપ નેતા અને ધારાસભ્ય ટી. રાજાસિંહ સુરતમાં હૈદરાબાદી સંતોષ ઢાબાની ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે વિવિધ મુદ્દે પોતાના વિચારો જણાવ્યા હતા. ટી. રાજાસિંહનું માનવું છે કે, હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટી હારી રહી છે. એટલું જ નહીં તેઓએ ફરી એક વખત ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીને સ્વાન કહીને સંબોધિત કર્યા છે.

  • પાકિસ્તાન સાથે સંબંધ બનાવનાર લોકોને સબક શીખવવામાં આવશે : ટી. રાજાસિંહ

હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી અને ષડયંત્રને લઈ ટી. રાજાસિંહે કહ્યું કે, દર બે દિવસમાં મને ધમકી મળે છે. મને ખબર પડી કે 27 વર્ષીય મૌલવી પાકિસ્તાન સાથે મળીને અમને મારી નાખવા માટે ષડયંત્ર રચી રહ્યો હતો. અમે સુરત પોલીસનો આભાર માનીએ છે કે, મોટી ઘટના થવા પહેલા જ આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં બેસીને પાકિસ્તાન સાથે સંબંધ બનાવનાર લોકો ભારતમાં રહે છે અને વાતો પાકિસ્તાનની કરે છે. આવા લોકોને આવનાર દિવસોમાં સબક શીખવવામાં આવશે.

"ત્રીજી વખત પણ ભગવાધારી સરકાર આવી રહી છે. જે લોકો દેશમાં રહીને દેશ સાથે ગદ્દારી કરે છે, તેમને યોગી પેટર્નમાં જવાબ આપવામાં આવશે. જે રીતે બાબા ઉત્તરપ્રદેશમાં ભારત વિરોધી અને ધર્મ વિરોધી લોકોને સબક શીખડાવી રહ્યા છે, તે જ પેટર્નમાં આ લોકોને અમે સબક શીખડાવીશું" -- ટી. રાજાસિંહ (ભાજપ નેતા)

ટી. રાજાસિંહની આપત્તિજનક ટિપ્પણી : અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી પર નિશાન સાધતા ટી. રાજાસિંહે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ઓવૈસીના નાના ભાઈને શ્વાન કહીને સંબોધતા ટી. રાજાસિંહે જણાવ્યું હતું કે, અમે રાહ જોઈ રહ્યા છીએ કે ઓવૈસી પોતાના ભાઈને પિંજરામાંથી કાઢશે અને અમે તે શ્વાનનો શિકાર કરીશું. જનતા વધારે હોય છે ત્યાં જ ઓવૈસી પોતાના ભાઈને બહાર કાઢે છે અને ભડકાઉ નિવેદન અપાવે છે. અમે પાંચ મિનિટમાં તમને 72 હુરો પાસે પહોંચાડી દઈશું. આ લોકો ભસવાવાળા શ્વાન છે.

  • હૈદરાબાદમાં જીવવું ભાજપ માટે મુશ્કેલ, ઓવૈસીના સમર્થનમાં સ્થાનિક સરકાર : ટી. રાજાસિંહ

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ટી. રાજાસિંહ સુરતની મુલાકાતે છે. એક બાજુ જ્યાં ભાજપ હૈદરાબાદ લોકસભા બેઠક પર જીતવાનો દાવો કરી રહી છે. બીજી તરફ ભાજપના જ ધારાસભ્ય ટી. રાજાએ જણાવ્યું છે કે, આ બેઠક જીતવી ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ છે. હિન્દુ મત બુરખા અને ટોપી પહેરીને આપવામાં આવ્યા. અગાઉથી જ બુથ કેપ્ચરિંગ અને બોગસ વોટીંગની આશંકા હતી. આ જ કારણ છે કે ત્યાં સ્થાનિક સરકાર ઓવૈસીના સમર્થનમાં છે. પરિણામ ખરાબ આવશે, ભાજપ ઝંડો ગાડી શકશે નહીં.

  1. પયગંબર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ MLA ટી રાજા વિરુદ્ધ કેસ દાખલ
  2. હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં વધુ એક આરોપીની ધરપકડ, ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બન્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.