ગાંધીનગરઃ આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક અને સબસંયોજકના નામની જાહેરાત કરવામાં આવી છે. એક અખબારી યાદી મુજબ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી પ્રૂબંધન સમિતિના સંયોજક અને સબસંયોજકના પદે વરણી કરવામાં આવી છે. જે અનુસાર આઈ.કે.જાડેજાને પક્ષમાં પ્રદેશ સંયોજક નિમવામાં આવ્યાં છે, જ્યારે જગદીશ પટેલ, પ્રદિપભાઈ પરમાર, ભરત આર્યને પ્રદેશ સહ સંયોજક તરીકે પસંદ કરાયા છે.
![ભાજપે પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિની સંયોજક અને સબસંયોજકના નામની કરી જાહેરાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-02-2024/20871963_.jpeg)