ETV Bharat / state

'આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નોંધવામાં આવી નથી?'- કિશોરી પર ભાજપ પૂર્વ MLAના રેપ મામલે પોલીસને ગુજરાત હાઈકોર્ટની ફટકાર

ભાજપ પૂર્વ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે 21મી પહેલા ફરિયાદ નોંધવાનો નિર્દેશ. પોલીસને હાઈકોર્ટે કર્યા કઠોર સવાલો.

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

ભાજપ પૂર્વ MLAના રેપ મામલે પોલીસને ગુજરાત હાઈકોર્ટની ફટકાર
ભાજપ પૂર્વ MLAના રેપ મામલે પોલીસને ગુજરાત હાઈકોર્ટની ફટકાર (Etv Bharat Gujarat)

અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મના આરોપો મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન નારાજગી વ્યક્ત કરી. એડિશનલ એડવોકેટ જનરલ આ મામલે કોર્ટમાં સમગ્ર માહિતી આપી હતી. જેમાં 2021 થી અત્યાર સુધીની પૂછપરછ અને અન્ય કાર્યવાહી વિશે માહિતી આપવામાં આવી હતી.

ફરિયાદ દાખલ કર્યા વગર તપાસ કેમ કરાઈ? આ મુદ્દે હિયરીંગ દરમિયાન ગુજરાત હાઇકોર્ટ આ મામલેની કામગીરી અંગે ટિપ્પણી કરતા કેટલાક ધારદાર પ્રશ્ન પૂછ્યા કે, અમને સમજાતું નથી કે બળાત્કાર જેવા આરોપોમાં ફરિયાદ દાખલ કર્યા વિના તપાસ શા માટે કરવામાં આવી? આમ તો 406 જેવા કેસમાં તરત જ એફઆઇઆર દાખલ કરવામાં આવે છે પરંતુ શું તે આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નોંધવામાં આવી નથી? બીજી બધી જે દલીલો છે તે ફરિયાદ બાદ ચાર્જ શીટમાં પણ કરવામાં આવી શકતી હતી.

ગુજરાત હાઇકોર્ટની નારાજગી જોઈને એડિશનલ એડવોકેટ જનરલે એફઆઇઆર નોંધવાની તૈયારી દર્શાવી છે. જે બાદ એડવોકેટ જનરલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે 21 ઓક્ટોબર પહેલા એફ.આઇ.આર નોંધવામાં આવશે. એડિશનલ એડવોકેટ જનરલી કોર્ટની ગેરવર્તણૂકના આરોપો પર ફરિયાદ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. આ અંગે વધુ સુનાવણી 21 ઓક્ટોબરે હાથ ધરાશે.

જો દુષ્કર્મ સહિતના આરોપોને લઈને ગજેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધાય તો એમની મુશ્કિલો વધી જશે તે નક્કી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રહેતી મહિલા વર્ષ 2020 માં તેમની પુત્રીને લઈને ગજેન્દ્રસિંહ પરમાર અને મહેશ નામના વ્યક્તિ સાથે કારમાં જેસલમેર ફરવા જઇ રહ્યા હતા ત્યારે આબુરોડ પર પહોંચતા મહિલાની સગીર વયની દીકરી સાથે ગજેન્દ્રસિંહ અને અન્ય લોકોએ છેડતી કરી હોવાનો આરોપ પણ છે.

  1. MLA પોપટ સોરઠીયા હત્યા કેસ: અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી મામલે HCએ સરકાર-પૂર્વ ADGP પાસે માંગ્યો જવાબ
  2. શરદપૂર્ણિમાએ ડાકોરમાં શ્રધ્ધાળુઓની ભીડ: દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.