ETV Bharat / state

ભાજપના જ પૂર્વ કોર્પોરેટરની આ હાલત? જુનાગઢમાં કમિશનર કચેરી સામે કેમ આમ બેસવું પડ્યું... જાણો - Junagadh BJP vs JMC - JUNAGADH BJP VS JMC

અધિકારીઓ સાંભળતા નથી તેવી વાતો વચ્ચે જુનાગઢમાં ભાજપના જ પૂર્વ કોર્પોરેટરને ધરણાં કરવા બેસવું પડ્યું હતું. - Junagadh BJP vs JMC

BJP કોર્પોરેટરને કરવા પડ્યા ધરણા
BJP કોર્પોરેટરને કરવા પડ્યા ધરણા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2024, 4:24 PM IST

જુનાગઢઃ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 10 ના ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉદાણી મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બર બહાર ધરણા પર ઉતરી ગયા છે. પાછલા એક અઠવાડિયાથી વોર્ડ નંબર 10 ના કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી અનિયમિત આવી રહ્યું છે. જે વિસ્તારમાં પાણી આવે છે ત્યાં પાણી એકદમ અને દુષિત આવે છે. તે માટે ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉદાણી મનપા કમિશનર ઓફિસ બહાર તેમના મુદ્દાનો નિકાલ ન થાય ત્યાં સુધી ધરણા પર બેસવાની જાહેરાત કરી છે. અત્રે અહીં એ ઉલ્લેખનીય છે કે જ્યાં ભાજપ જેવી પાર્ટીના જ નેતાને પાણી જેવા મામલામાં ધરણાં પ્રદર્શન જેવા કાર્યક્રમો કરવાની ફરજ પડી જાય છે ત્યાં સામાન્ય જનતાના પ્રશ્નો અધિકારીઓના કાન સુધી કેટલા પહોંચતા હશે અને તેના પર કામ કેવું થતું હશે?

BJP કોર્પોરેટરને કરવા પડ્યા પાણી માટે ધરણા (Etv Bharat Gujarat)

ભાજપના પૂર્વ કોર્પોરેટર ઉતર્યા ધરણા પર

ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉદાણી જુનાગઢ મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ બહાર ધરણા પર ઉતરી ગયા છે. તેમની રજૂઆત પ્રમાણે વોર્ડ નંબર 10 ના પંચ હાટડી ચોક બાબુભાઈની શેરી, નાની શાકમાર્કેટ, ડબા ગલી, નીચી બારીનો ડેલો, માંગનાથ રોડ અને અંબાઈ ફળિયાની સાથે ઢેબર ફળિયા વિસ્તારમાં પીવાના પાણીનું નિયમિત વિતરણ થતું નથી. જે વિસ્તારમાં પીવાનું પાણી કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે, તે પાણી એકદમ ડહોળું અને દૂષિત આવી રહ્યું છે. જેને સામે મનપા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન થતા તેઓ આજે કમિશનર કચેરી બહાર ધરણા પર ઉતરી ગયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનો જવાબ

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોટર વર્ક શાખાના ઇજનેર તરીકે કામ કરતા અલ્પેશ ચાવડાનો કોર્પોરેશન કચેરીમાં Etv ભારતે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ અગત્યની મીટીંગમાં વ્યસ્ત હતા. તેમણે Etv ભારત સાથે વાતમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે. જેને કારણે પાણી વિતરણ કરવામાં થોડી સમસ્યા આવી રહી છે. મોટેભાગે આજે અથવા તો આવતીકાલથી પાણી વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ કરવામાં આવશે વધુમાં દૂષિત પાણીને લઈને તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન શુદ્ધ અને ફિલ્ટર કરેલું પાણી મોટાભાગના વિસ્તારમાં પૂરું પાડે છે, પરંતુ વોર્ડ નંબર 10 ના ચોક્કસ વિસ્તારોમાં કયા કારણોસર પાણી દૂષિત આવી રહ્યું છે. તેને લઈને તેઓ ચોક્કસ તપાસ કરીને સમગ્ર મામલાનો સુખદ નિરાકરણ આવે તેવો પ્રત્યુતર આપ્યો હતો.

  1. ડ્રાઈવરની રિલ્સના ચક્કરમાં અકસ્માત થયો: ત્રિશુળીયા ઘાટ પાસે બસ દૂર્ઘટનાના મુસાફરોનો આરોપ - bus accident at banashkantha
  2. માંડવીના લંપટ આચાર્યની ધરપકડ, બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરવાનો ગંભીર આરોપ - Surat Crime

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.