જુનાગઢ: સતત નારાયણ નારાયણ નુ સ્મરણ એક હાથમાં વીણા અને બીજા હાથમાં કરતાર આ ઓળખ છે સતયુગના પત્રકાર ર્ઋષી નારદની આજે નારદ જયંતી છે સતયુગમાં દેવર્ઋર્ષિ નારદ ને મહાન સંદેશાવાહક તરીકે પણ આપણા ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઋષિ નારદ તમામ યુગો સમસ્ત વિદ્યા અને સકળ વિશ્વના લોકો એ નારદ ને માન અને સન્માન આપ્યું હતું દેવોથી લઈ ને દૈત્ય પણ દેવર્ઋર્ષિ નારદ નો સદાય આદર કરતા દેવ થી લઈને દૈત્યો મૂંઝવણભરી સ્થિતિમાં દેવર્ઋર્ષિ નારદ પાસે અચૂક માર્ગદર્શન પણ મેળવતા આટલા જ્ઞાની ઋષિ નારદ ની આજે જન્મ જયંતિ છે એક ખબરપત્રકાર તરીકે પણ વર્તમાન જગતમાં દેવ ઋષિ નારદ ને યાદ રાખવામાં આવ્યા છે
સતયુગના સંદેશાવાહક: દેવર્ષિ નારદનો પ્રભાવ સતયુગમાં દેવો અને દૈત્યો સુધી પહોંચ્યો હતો. લક્ષ્મી અને વિષ્ણુના વિવાહ કરાવ્યા હોવાનું પણ નારદ સાથે સંકળાયેલા ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ જલંધરનો રાક્ષસી પ્રતાપ પૃથ્વી પર વધતા તેનો વિનાશ કરવા માટે મહાદેવને તૈયાર કરવા પાછળ પણ દેવ ઋષિ નારદનું યોગદાન જોવા મળે છે. દેવ ઋષિ નારદ શાસ્ત્રોના ખૂબ અભ્યાસુ હતા. નારદે જ કંસને આકાશવાણીનો મતલબ પણ સમજાવ્યો હતો, તેવુ હિન્દુ ધર્મગ્રંથોમાં નોંધવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ તેમના શિષ્ય વાલ્મીકિને રામાયણ રચવાની પ્રેરણા પણ દેવ ઋષિ નારદ માંથી મળી હોવાનુ ધર્મગ્રંથોમાં નોંધવામાં આવ્યું છે. પ્રહલાદ અને ધ્રુવને પરમ વિષ્ણુ ભક્ત બનાવવા પાછળ પણ દેવ ઋષિ નારદનું યોગદાન હતુ. સતયુગમાં દેવ ઋષિ નારદનું કામ ભક્તિનો પ્રચાર અને પ્રસાર કરવાનું હતું જેથી તેને સતયુગના સંદેશાવાહક તરીકે પણ ઓળખવામાં આવતા હતા.
કોણ હતા દેવર્ષિ નારદ: સતયુગમાં દેવો દ્વારા જે લીલાઓ રચવામાં આવતી હતી, તેની પાછળ પણ દેવ ઋષિ નારદનું યોગદાન હોવાનું હિન્દુ ધર્મશાસ્ત્રમાં નોંધવામાં આવ્યું છે. દેવર્ષિ નારદ વિષ્ણુના પરમ ભક્ત હતા અને બ્રહ્માજીના સાત માનસ પુત્રો પૈકી એક પુત્ર હોવાનો ઉલ્લેખ હિન્દુ ધર્મ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. દેવર્ષિ નારદ દરેક યુગમાં ભક્તિ અને દેવોના મહિમા મંડન માટે વિચરણ કરતા હોવાનું પણ ધર્મ શાસ્ત્રોમાં નોંધવામાં આવ્યું છે. સતત નારાયણ નારાયણનું ઉદગાર કરતા એક હાથમાં કરતાલ અને એક હાથમાં વીણા સાથે દેવ ઋષિ નારદ સતત પરિભ્રમણ કરતા હતા દેવ ઋષિ ના હાથમાં જે વિણા હતી તેને સતયુગમાં મહતી ના નામથી ખૂબ જ વિખ્યાત હતી.
નારદજીનો જન્મ: પૂર્વ કલ્પમા નારદજી ઉપબર્હણ નામના ગંધર્વ હતા અમે તેને કારણે તેને તેના રૂપ પર ખૂબ ગુમાન હતું. બ્રહ્માજીની સેવામાં અપ્સરાઓ અને ગંધર્વ ગીત અને નૃત્ય દ્વારા બ્રહ્માજીની આરાધના કરી રહ્યા હતા, ત્યારે ઉપબર્હણ સ્ત્રીઓ સાથે શણગાર ભાવથી ત્યાં આવ્યા હતા. નારદનું આ અશિષ્ટ આચરણ જોઈને બ્રહ્માજી ક્રોધિત થયા હતા અને તેમને ક્રોધમાં નારદને શુદ્ર યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો હતો. બ્રહ્માજીના શ્રાપના ફળ સ્વરૂપે નારદજી શુદ્ર દાસીના ઘરે પુત્ર રૂપે અવતાર થયા શુદ્ર યોનિમાં જન્મ થતા નારદજી માતા-પુત્ર સાધુ-સંતોની નિષ્ઠાપૂર્વક સેવાભાવ કરતા હતા બાલ્યાવસ્થામાં નારદજી સાધુ-સંતો અને અન્ય વ્યક્તિઓ દ્વારા એઠું મુકવામાં આવેલું ભોજન ગ્રહણ કરતા હતા, જેના કારણે પૂર્વ કલ્પમાં નારદજી દ્વારા કરવામાં આવેલા તમામ પાપોનો નાશ થયો અને બાળકોની સેવા કરવાથી પ્રસન્ન થયેલા સાધુ-સંતોએ નારદજીને નામ જાપ અને ધ્યાનનો ઉપદેશ આપ્યો.
બ્રહ્માજીના માનસ પુત્ર: નારદજીની માતાનું સર્પદંશથી અચાનક મૃત્યું થતા નારદજી સંસારમાં એકલા રહી ગયા, માતાના મૃત્યુ બાદ તેમના વિયોગને પણ ભગવાન દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ માનીને નારદજી ભગવાનનુ ભજન કરવા લાગ્યા. એક દિવસ પીપળાના ઝાડ નીચે ભજનમાં મગ્ન બનેલા નારદજીને અચાનક થયેલી વીજળીના ચમકારાની જેમ દેવાધિદેવના દર્શન થયા, પરંતુ આ દર્શન પલભરના હોય જેના કારણે નારદજીના મનમાં ભગવાનના દર્શન કરવાને લઈને વ્યાકુળતા વધી ગઈ હતી. ત્યારબાદ આકાશવાણી થઇ અને નારદજીને સંભળાય કે હે દાસીપુત્ર તને આ જન્મમાં મારા દર્શનનો લ્હાવો નહીં મળે પરંતુ આગળના જન્મમાં તું મારા પાર્ષદ રૂપે ફરીથી મને પ્રાપ્ત કરીશ. સમય રહેતા બાળકનું શરીર અને આત્મા અલગ થયા અને બ્રહ્મમાં લીન થઈ ગયા અને ત્યારબાદ વૈશાખ વદ એકમના દિવસે તેઓ બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે ફરી અવતરણ પામ્યા.