ETV Bharat / state

આત્મનિર્ભર કરતી ભાનુબેનની "ભરતગુંથણની કળા", કચ્છની દિકરીઓને પણ કળાથી કમાણી કરતી કરી - kutch artist - KUTCH ARTIST

કચ્છ એટલે કે કળા, કલાકાર અને કારીગરોનો હબ. અહીં દરેક પ્રકારની કળાના કામણ પાથરતા કલાકારો છે. ત્યારે આજે આપણે વાત કરીશું, ભુજના 61 વર્ષીય ભાનુબેન પરમારની કે જેઓ વિવિધ કળા કરે છે અને અન્ય દીકરીઓને શીખવાડે પણ છે., Kutch girls self-reliant through the art of Bharatagunthan

આત્મનિર્ભર કરતી ભાનુબેનની ભરતગુંથણની કળા
આત્મનિર્ભર કરતી ભાનુબેનની ભરતગુંથણની કળા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2024, 1:54 PM IST

Updated : Sep 3, 2024, 2:12 PM IST

આત્મનિર્ભર કરતી ભાનુબેનની ભરતગુંથણની કળા (ETV Bharat Gujarat)

કચ્છ: કચ્છ એટલે કે કળા, કલાકાર અને કારીગરોનો હબ. અહીં દરેક પ્રકારની કળાના કામણ પાથરતા કલાકારો છે. તો કેટલાક કલાકારો માત્ર વેચાણના ઉદ્દેશ્યથી નહીં પરંતુ અન્યોને શીખવાડવા માટે તેમજ માત્ર પ્રદર્શનના ઉદ્દેશ્ય સાથે પણ કરતા હોય છે આજે આપણે વાત કરીશું ભુજના 61 વર્ષીય ભાનુબેન પરમારની કે જેઓ વિવિધ કલા કરે છે અને અન્ય દીકરીઓને શીખવાડે પણ છે. મૂળ શિક્ષક તરીકે રહી ચૂકેલા ભાનુબેન હાલે નિવૃત્ત છે પણ વિદ્યા છે તે શીખવાડવી જ જોઈએ તેમાં માને છે.

ભાનુબેન પરમાર
ભાનુબેન પરમાર (ETV Bharat Gujarat)

વર્ષ 1975થી તેઓ કળા સાથે સંકળાયેલા: ભુજ હાટમાં બેસતા ભાનુબેન પરમાર કે જેઓ 35 વર્ષ સુધી ભુજની માતૃછાયા શાળામાં શિક્ષિકા હતા. હાલ તેઓ નિવૃત્ત છે. તેઓ શિક્ષિકા હતા ત્યારે પણ તેઓ કળા સાથે સંકળાયેલા હતા અને હાલમાં પણ તેઓ કળા સાથે સંકળાયેલા છે. તેઓ ભરતગૂંથણ, સિલાઈ, વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અવનવી પ્રોડક્ટ્સ બનાવે છે. વર્ષ 1975થી તેઓ કળામાં રસ દાખવતા થયા અને વિવિધ પ્રોડક્ટ્સ બનાવતા થયા હતા.

ભાનુબેન પરમાર
ભાનુબેન પરમાર (ETV Bharat Gujarat)

ઉદ્યોગ શિક્ષક તરીકે ફરજ બજાવતા: ભાનુબેન પરમારે પોતે અભ્યાસમાં MA વિથ હિન્દી કર્યું છે. તેમજ વિવિધ ડિપ્લોમા કોર્સ પણ કર્યા છે. ભાનુબેન પરમાર માતૃછાયા શાળામાં આમ તો મુખ્યત્વે એક ઉદ્યોગ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ સાથે સાથે ઉચ્ચ માધ્યમિક વિભાગમાં તેઓ કોમ્પ્યુટર, ઇતિહાસ જેવા વિષયો પણ વિદ્યાર્થીઓને ભણાવતા હતા. તેમના પિતાજી ક્લાસ 1 અધિકારી રહી ચૂક્યા છે અને તેઓએ કચ્છની હસ્તકલા ઉજાગર કરવા માટે પણ અનેક પ્રયત્નો કર્યા હતા.

ભરતગુંથણની કળા
ભરતગુંથણની કળા (ETV Bharat Gujarat)

વિવિધ પ્રોડક્ટ્સ: ભાનુબેન પરમાર નાનપણમાં માતા અને દાદી પાસેથી વેસ્ટ કપડામાંથી પેચવર્ક કરી ગોદડી બનાવવાનું શીખી શીખીને મોટા થયા છે. તેઓ આજે પર્સ, હુપ્સ, ફેશન મુજબ કપડામાં ડિઝાઇન, બોવસ, ટચ પીન્સ, ટોટે બેગ, પેચ વર્ક, ગોદડા બનાવે છે. હાલમાં યુવાનોમાં હુપ્સનો ખુબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં તેઓ પોતાના લગ્નજીવન, જન્મદિવસની તારીખો તેમજ લગ્નના દિવસના કપલ અને ચોરીનું ગૂંથણ હુપ્સમાં કરાવે છે જેમાં ખૂબ જીણવટભર્યું ગૂંથણ કરવામાં આવતું હોય છે. તેમજ વિવિધ વેસ્ટ કાપડના ટુકડામાંથી બનાવેલ રંગબેરંગી ગોદડીઓની માંગ વિદેશમાં વધુ રહેતી હોય છે તેઓ પણ તે વિવિધ પ્રકારની બનાવે છે.

ભરતગુંથણની કળાથી બનાવેલ ચીજ વસ્તુઓ
ભરતગુંથણની કળાથી બનાવેલ ચીજ વસ્તુઓ (ETV Bharat Gujarat)

દીકરીઓને નિઃશુલ્ક કળા શીખવે છે: ઉલ્લેખનીય છે કે ભાનુબેન દીકરીઓને નિઃશુલ્ક સિલાઈ, ભરતગૂંથણ શિખડવાનું ખૂબ પસંદ છે અને દીકરીઓ નોકરી કરતી હોય તો તેમને બેઠી આવક તો મળતી હોય છે પરંતુ સાથે સાથે જો કોઈ કળામાં પણ આગળ વધે તો તે ભવિષ્યમાં વધુ પગભર થઈ શકે અને કલાક્ષેત્રે આગળ વધીને કમાણી તો કરી જ શકે છે સાથે સાથે પોતાનું નામ પણ રોશન કરી શકે છે. દર વર્ષે તેઓ 450-500 જેટલી દીકરીઓને તેઓ શાળામાં તેમજ હાટમાં પણ વિવિધ કળા શીખવતા હતા.

ભરતગુંથણની કળા
ભરતગુંથણની કળા (ETV Bharat Gujarat)

10 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીની પ્રોડક્ટ્સ: ભાનુબેન સોશિયલ મીડિયા પર Bordado art and creation નામથી તેઓ બિઝનેસ ચલાવે છે. Bordado કે જેનું ગુજરાતીમાં અનુવાદ ભરતગૂંથણ થાય છે. આમ તો છેલ્લા 12 માસથી જ તેઓ સોશિયલ મીડિયા પર આવ્યા છે. પરંતુ તેઓ સરકાર દ્વારા યોજાતા વિવિધ મેળાઓ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓર્ડર મેળવે છે. તેમની પ્રોડક્ટ્સ 10 રૂપિયાથી કરીને 5000 રૂપિયા સુધીની હોય છે.

તેઓ જણાવે છે કે તેઓ વેંચાણની રીતે નહીં પરંતુ પ્રદર્શનની રીતે ભુજ હાટમાં બેસે છે અને પોતાની કલા પ્રદર્શિત કરે છે જેથી તેમને જોઈને કોઈ શીખવા આવે તો તેઓ તેમને શીખવાડે છે. ભાનુબેનની કળાનું વાર્ષિક અંદાજિત ટર્ન ઓવર 2.5 લાખ થી 3 લાખ જેટલું થઈ જતું હોય છે.

આ પણ વાંચો

  1. પાપમુક્ત થવા સમુદ્ર સ્નાન ભાદરવી અમાસે: નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ઉમટી ભીડ - Bhavnagar Nishkalank Mahadev
  2. ગીરની વનરાજી અને કોતરોમાં બિરાજમાન "ટપકેશ્વર મહાદેવ", પાંડવો સાથે જોડાયેલો રસપ્રદ ઈતિહાસ - Tapkeshwar Mahadev

Last Updated : Sep 3, 2024, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.