ETV Bharat / state

વેકેશનનો "છેલ્લો દિવસ" અને શાળાનો "પ્રથમ દિવસ" બન્યો યાદગાર, ભાવનગરના વિદ્યાર્થીઓએ શેર કર્યો અનુભવ - New academic session

વેકેશન બાદ ગુજરાતભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ભાવનગરની સરકારી શાળાની વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરી હતી. બાળકોએ વેકેશનમાં કરેલ મોજ અને પ્રવૃત્તિ અંગે અનુભવ શેર કર્યો હતો. સાથે જ પ્રથમ દિવસનો અનુભવ જણાવ્યો હતો.

ભાવનગરના વિદ્યાર્થીઓએ શેર કર્યો પ્રથમ દિવસનો અનુભવ
ભાવનગરના વિદ્યાર્થીઓએ શેર કર્યો પ્રથમ દિવસનો અનુભવ (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 13, 2024, 5:28 PM IST

Updated : Jun 13, 2024, 6:36 PM IST

વેકેશનનો "છેલ્લો દિવસ" અને શાળાનો "પ્રથમ દિવસ" બન્યો યાદગાર (ETV Bharat Reporter)

ભાવનગર : ગુજરાતમાં સરકારી તેમજ ખાનગી શાળાઓમાં આજે 13 જૂનથી નવા સત્રનો પ્રારંભ થયો છે, ગઈકાલે વેકેશનનો "છેલ્લો દિવસ" હતો અને આજે શાળાનો "પહેલો દિવસ" છે. શાળાએ આવેલા વિદ્યાર્થીઓએ ETV BHARAT સાથે વાત કરતા વેકેશનમાં મળેલી મજા અને શાળામાં આવવા પાછળના કારણો જણાવ્યા હતા. જુઓ વેકેશનમાં બાળકોએ શું કર્યું અને શાળાએ પરત ફરવાનો ઉત્સાહ...

વેકેશનમાં બાળકો રમતા રમતા ભણ્યા : 13 જૂનથી ભાવનગર શહેરમાં દરેક સરકારી અને ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે શાળાઓમાં બાળકોની મહત્તમ સંખ્યા જોવા મળતી હતી. ETV BHARAT ટીમે ભાવનગર વિઠ્ઠલવાડીમાં આવેલી સરકારી શાળામાં મુલાકાત લીધી હતી. વેકેશનમાં શું મજા માણી અને વેકેશનમાં શું શું કર્યું તે જાણવા માટે બાળકો સાથે બેન્ચ પર બેસીને એમના મત જાણ્યા હતા. બાળકોએ હસતા મુખે પોતાના વેકેશનની મજાઓની વાત કરી હતી.

પ્રથમ દિવસે શાળામાં શિક્ષકોની સ્થિતિ : ભાવનગર શહેરમાં વિઠ્ઠલવાડીમાં આવેલી સરકારી શાળામાં ETV BHARAT ની મુલાકાત દરમિયાન બાળકો સાથે તો વાતચીત કરી હતી. ઉપરાંત શાળાના શિક્ષક સાથે પણ વાત કરી હતી. જોકે શિક્ષકો વેકેશન દરમિયાન પણ નાના-મોટા કામના પગલે શાળામાં આવતા જતા રહેતા હોય છે. પરંતુ શાળા ખુલતાં જ નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે બાળકોના માનસપટ પર રહેલી વેકેશનની મજાને હટાવીને શિક્ષણ કાર્યની છટા ઉમેરવા માટે શિક્ષકોએ કમર કસવી પડતી હોય છે. આ અંગે શિક્ષકોએ પણ પોતાનો મત રજૂ કર્યો હતો.

  1. નોંધી લો ! શૈક્ષણિક સત્ર શરૂ થતા પૂર્વે બાળકોની સલામતી માટે અભિયાન, આ નિયમ ખાસ વાંચો
  2. શિક્ષણનો પહેલો અધ્યાય સ્વચ્છતા : જૂનાગઢની શાળાના શિક્ષકોએ સ્વંય સફાઈ કરીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

Last Updated : Jun 13, 2024, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.