ETV Bharat / state

ભાવનગરમાં ગાંજાની ખેતી પકડાઈ, SOGની ટીમે વાડીમાં રેડ કરીને ગાંજાના છોડ સાથે 1 શખ્સને ઝડપ્યો

ભાવનગર જિલ્લાની SOG પોલીસને મળેલી બાતમી પ્રમાણે મહુવા તાલુકામાં પેટ્રોલિંગ દરમ્યાન સાલોલી ગામની સીમમાં રેડ કરી હતી.

ગાંજા સાથે એક શખ્સને પોલીસે પકડ્યો
ગાંજા સાથે એક શખ્સને પોલીસે પકડ્યો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2024, 4:15 PM IST

ભાવનગર: શહેરની SOG પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મહુવા તાલુકામાંથી ગાંજો ઝડપી લીધો છે. પોલીસે એક શખ્સ સાથે ગાંજો ઝડપીને બગદાણા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે.

ભાવનગર જિલ્લામાં ગાંજો વાવીને કેટલાક લોકો ગેરકાયદેસર વેચાણ કરીને આર્થિક ફાયદો મેળવતા હોવાનું સામે આવ્યું છે. જોકે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગાંજાનું વાવેતર કે વેચાણ કરવું પ્રતિબંધ છે. ત્યારે ભાવનગર જિલ્લાની SOG પોલીસને મળેલી બાતમી પ્રમાણે મહુવા તાલુકામાં પેટ્રોલિંગ દરમ્યાન સાલોલી ગામની સીમમાં રેડ કરી હતી. રેડ દરમ્યાન SOG પોલીસને લીલો ગાંજો મળી આવ્યો હતો.

SOG પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મહુવા તાલુકાના સાલોલી ગામની સીમમાં રેડ કરી હતી. SOG પોલીસે ખેતરમાં લીલા ગાંજાના છોડની માહિતી પગલે રેડ કરી હતી. જેમાં ગાંજાના 11 લીલા છોડ ઝડપી લીધા હતા. SOG પોલીસે કુલ 10.629 કિલોગ્રામનો ગાંજો જેની કિંમત 53,160 થાય છે તે ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ભાવનગર SOG પોલીસે સાલોલી ગામની સીમમાં વાડીમાં રેડ કરતા 11 લીલા છોડ ગાંજાની સાથે સ્થળ ઉપરથી એક શખ્સ ઝડપાયો હતો. SOG પોલીસે સાલોલી ગામની સીમમાં વાડીમાં રહેતા જીતુભાઇ ભગુભાઈ કામળીયા 29 વર્ષીય શખ્સને ઝડપી લીધો હતો. ગાંજા સાથે શખ્સની અટકાયત કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી મુદ્દામાલ સાથે સોંપી આપ્યો હતો. ભાવનગર પોલીસ હાલમાં નાશમુક્ત ગુજરાતના અભિયાન અંતર્ગત કામ કરી રહી છે. NO DRUGS IN BHAVNAGAR અભિયાન ચાલુ કરવામાં આવ્યું જે અંતર્ગત પોલીસ જિલ્લામાં કામ કરી રહી છે.

આ પણ વાંચો:

  1. નવસારીના દેવસર ગામે વિકરાળ આગ લાગી, ત્રણ વ્યક્તિના મોત થયા
  2. મકાઈનો દાણો બન્યો જીવલેણ ! નાના બાળકોના માતા-પિતા માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.