ETV Bharat / state

ભાવનગર વેવિશાળ પ્રસંગમાં હત્યા કેસ: કોર્ટે ત્રણ શખ્સોને સજા ફટકારી, એકને આજીવન કેદ

ભાવનગરના સિહોર તાલુકાના ગામડામાં વેવિશાળ બાબતે બે પરિવારોમાં મારામારી થઈ હતી. જેમાં એક યુવાનનું મૃત્યુ નિપજતા મામલો હત્યામાં પરિણમ્યો હતો.

કોર્ટે ત્રણ શખ્સોને સજા ફટકારી
કોર્ટે ત્રણ શખ્સોને સજા ફટકારી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2024, 1:50 PM IST

ભાવનગર: ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલા ગામે અઢી વર્ષ પૂર્વે વેવિશાળ પ્રસંગે બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ હત્યાનો ગુનો નોંધીને પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. કોર્ટમાં કેસ ચાલી જતા ત્રણ શખ્સોને સજા ફટકારી છે.

જાણો સમગ્ર ઘટના: ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં 23/2/2022 ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વેવિશાળ બાબતે આંબલા ગામે અશ્વિનભાઈ દિલીપભાઈ વાઘેલા સાથે બોલાચાલી બાદ મારામારી થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેને પગલે ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં કિશનભાઇ ચૌહાણ, વિમલભાઈ ચૌહાણ અને મુકેશભાઈ ચૌહાણે એક સંપ કરીને હુમલો કરી હત્યા નીપજાવી હોવાનું નોંધવામાં આવ્યું હતું. જેને પગલે પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા.

કોર્ટ દ્વારા ત્રણેય શખ્સોને સજા: ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલી જતા ત્રણેય શખ્સોને સજા ફટકારી છે, જેમાં વકીલની દલીલો, આધારો, પુરાવો અને સાક્ષીઓના આધારે મુખ્ય આરોપી કિશન પ્રવીણભાઈ ચૌહાણને આજીવન કેદ અને 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે આરોપી મુકેશભાઈ વાઘજીભાઈ ચૌહાણ અને વિમલ મુકેશભાઈ ચૌહાણને સાત વર્ષની સજા અને 5,000 નો દંડ તેમજ વધુ એક વર્ષની કેદ અને 1,000 નો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો:

  1. સાયબર ક્રાઇમનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક : ત્રણ આરોપી ઝડપાયા, જપ્ત થયેલ મુદ્દામાલ જોઈ ચોંકી જશો
  2. મોરબીઃ માળિયામાં ખેલાયો ફિલ્મો જેવો લોહિયાળ ખેલ, બે જૂથમાં સામ-સામુ ફાયરિંગ, 1નું મોત, 4 ઈજાગ્રસ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.