ETV Bharat / state

રથયાત્રાની સફળતા માટે ભાવનગર પોલીસ કટિબદ્ધ, 17.5 કિમી રૂટ પર થ્રી લેયર સુરક્ષા - Jagannath Rath Yatra 2024 - JAGANNATH RATH YATRA 2024

ભાવનગર શહેરમાં રાજ્યની બીજા નંબરની જગન્નાથ રથયાત્રા માટે ભાવનગર પોલીસ વિભાગે કમર કસી છે. રથયાત્રા પૂર્વે ભાવનગર પોલીસ અધિક્ષક દ્વારા સુરક્ષા બંદોબસ્ત અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જાણો સમગ્ર વિગત...

ભાવનગરની જગન્નાથ રથયાત્રા
ભાવનગરની જગન્નાથ રથયાત્રા (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 9:48 PM IST

રથયાત્રાની સફળતા માટે ભાવનગર પોલીસ કટિબદ્ધ (ETV Bharat Reporter)

ભાવનગર : અષાઢી બીજના દિવસે સમગ્ર ભારત વર્ષ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠશે. ભાવનગર શહેરમાં પણ રાજ્યની બીજા નંબર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. જે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જગન્નાથની રથયાત્રાના રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જે અંગે પોલીસ અધિક્ષકે સંપૂર્ણ વિગતો પૂરી પાડી હતી.

17.5 કિમી રૂટ પર થ્રી લેયર સુરક્ષા
17.5 કિમી રૂટ પર થ્રી લેયર સુરક્ષા (ETV Bharat Reporter)

ભાવનગરની જગન્નાથ રથયાત્રા : ભાવનગર શહેરમાં 7 જુલાઈ, રવિવારના રોજ સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી સવારે 8.00 કલાકે રથયાત્રાનો પ્રારંભ થશે. આ રથયાત્રામાં ટ્રક અને ટ્રેક્ટર બાદ ભગવાનનો રથ અંતમાં નગરયાત્રાએ નીકળશે. આશરે અઢી કિલોમીટર લાંબી અને 17.5 કિલોમીટરના રૂટ ઉપર પસાર થનાર રથયાત્રાની સુરક્ષાને પગલે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્રણ વિભાગમાં ગોઠવ્યો છે.

17.5 કિમી રૂટ પર થ્રી લેયર સુરક્ષા : ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા ત્રણ વિભાગમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભાવનગર DSP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, રથ મુવિંગની સાથે એક ભાગ રસ્તા પર, રસ્તા ઉપરનો સુરક્ષાનો બીજો ભાગ અને સંવેદનશીલ વિસ્તારોમાં ત્રીજો ભાગ, આમ ત્રણ પ્રકારની સુરક્ષા ગોઠવવામાં આવી છે. રથયાત્રા સવારે 8.00 કલાકે પ્રસ્થાન થશે અને રાત્રીના 10.00 કલાકે પૂનઃ નિજ મંદિર પહોંચવાની છે. આ 14 કલાકના રથયાત્રાના આયોજન માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત : રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાવનગર પોલીસ વિભાગનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 11 DYSP, 41 PI, 112 PSI અને 1850 પોલીસ કર્મચારી સહિત 1516 હોમગાર્ડ જવાનો પણ તૈનાત રહેશે. આ સાથે SRP 5 કંપની, RAF 1 કંપની પણ સુરક્ષા બંદોબસ્ત માટે ખડેપગે રહેશે. શહેરમાં 12 સુરક્ષા ટાવર અને 116 CCTV કેમેરા સહિત 25 વિડીયોગ્રાફર અને 5 ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.

  1. જગન્નાથની અનોખી સેવા કરતા ભાવનગર હરિભક્તો : વરિષ્ઠ નાગરિકો માટે પ્રેરણારુપ
  2. જુનાગઢમાં નીકળનારી રથયાત્રામાં, સામેલ ત્રણેય રથ અને તેનું ધાર્મિક મહત્વ વિશે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.