ભાવનગરઃ શહેરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભરાવો થઈ ગયો છે. જેથી વ્યવસ્થા માટે સબયાર્ડ બનાવવું પડ્યું છે. જો કે ખેડૂતોને ડુંગળીના ભાવમાં ઘટાડો સર્જાતા આર્થિક માર સહન કરવો પડી રહ્યો છે. સબ યાર્ડમાં બીજી વખત અઢીથી પોણા ત્રણ લાખ ગુણીની આવક થઈ છે. હજૂ પણ આવક વધતી હોવાને પગલે ખેડૂતોને મફતના ભાવે ડુંગળી વેચવાનો સમય આવ્યો છે. જો કે પ્રથમવાર ડુંગળીની આવક થઈ ત્યારે માર્કેટિંગ યાર્ડે 1 દિવસમાં 94,000થી વધુ ડુંગળીની ગુણી વેચવાનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. બીજીવારની આવકમાં પણ મબલખ ડુંગળી યાર્ડમાં આવી રહીછે.
ખેડૂતોની માઠી બેઠીઃ ખેતરમાં 3 મહિના સુધી ટાઢ, તાપ અને પવન વચ્ચે ખેડૂતો કાળી મજૂરી કરીને ડુંગળી પકવે છે. ખેડૂતોને ડુંગળી પકવવા પાછળ સારો એવો ખર્ચ પણ થાય છે. જો કે આજે માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક ઓવરફ્લો થઈ જતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. તેમની પડતર કિંમત પણ નીકળે તેવી નથી. ભાવનગર પંથકના ડુંગળી પકવતા ખેડૂતો રાતે પાણીએ રડી રહ્યા છે. સરકાર ડુંગળીની નિકાસબંધી હટાવે તેવી ઉગ્ર માંગણી ખેડૂતો કરી રહ્યા છે. અત્યારે ખેડૂતો યાર્ડમાં 230 રુપિયાના ભાવે વેચી રહ્યા છે. આ ભાવ ખેડૂતોને ખોટના ખાડામાં ઉતારી રહ્યો છે.
યાર્ડમાં બીજી વખત ડુંગળીના અઢીથી પોણા ત્રણ લાખ થેલાની આવક થઈ છે. અત્યાર સુધી યાર્ડમાં આ સીઝનમાં 14 લાખથી વધુ થેલાની આવક થઈ ચૂકી છે. આજ બજાર સારી છે કારણ કે ઉપર બજારમાં માંગ થતા ભાવમાં 15 થી 20 નો વધારો જોવા મળી રહ્યો છે. જો કે ભાવ 150 થી 260-70 સુધી રહ્યો છે. ફરી બીજી વખત આવેલી ડુંગળીની હરરાજી શરૂ થતાં 230 સુધીના ભાવ બોલાયા હતા...અરવિંદ ચૌહાણ(સેક્રેટરી, ભાવનગર યાર્ડ)
આજથી 10 દિવસ પહેલા ડુંગળીના ભાવ 350થી 400 રૂપિયા હતા. આજે મારી ડુંગળી 230 રૂપિયામાં વેચાણી છે. આ ભાવે અમે ક્યાંરેય ડુંગળી વેચી નથી. કોઈ આંકડા જ મળે એમ નથી. આમાં અમને કાઈ મળે એમ નથી, છતાં અમારે ડુંગળી વેચવી પડે એમ છે. સરકારે તાત્કાલિક નિકાસબંધી દૂર કરવી જોઈએ. મફતના ભાવે ડુંગળી વેચાવાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે...વિનુ મકવાણા(ખેડૂત, વરલ ગામ, ભાવનગર)
Income Of Onion : એક રાતમાં ડુંગળીની આવક અઢી લાખ ગુણીને વટતાં ખરીદ શક્તિ પાણીમાં બેસી ગઈ, જુઓ સ્થિતિ
Bhavnagar Farmers : માવઠાંની બીકે યાર્ડની મનાઈ વચ્ચે ડુંગળી લઇ પહોંચ્યાં ખેડૂતો, નીકળ્યો વચલો માર્ગ