ETV Bharat / state

સ્મશાનમાં હવે લાકડાની જરૂર નહીં પડે! ભાવનગર મનપાની એક અનોખી પહેલ, જાણો... - BHAVNAGAR NEWS

ભાવનગરના સ્મશાનમાં વારંવાર લાકડાઓ ખૂટી જવાથી લોકોમાં રોષ જોવા મળતો હોય છે. ત્યારે મહાનગરપાલિકાએ લાકડાઓ ખૂટી જાય તો પણ અગ્નિસંસ્કાર રોકાય નહીં તેવી તૈયારી કરી છે.

સ્મશાનમાં હવે લાકડાની જરૂર નહીં પડે
સ્મશાનમાં હવે લાકડાની જરૂર નહીં પડે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2024, 7:06 PM IST

ભાવનગર: ભાવનગરના શહેરમાં આવેલા સ્મશાનોમાં મહાનગરપાલિકા લાકડાની પડતી અછતને પગલે પર્યાવરણ બચાવના નામે ગેસ ચેમ્બર આપવા જઇ રહી છે. મહાનગરપાલિકા પાંચ સ્મશાન અને એક એનીમલ સ્મશાન બનશે. સ્ટેન્ડિંગમાં ઠરાવ પાસ થઈ ગયો છે. આગામી દિવસોમાં કામગીરી જમીની રીતે શરૂ થઈ શકે છે. આ સાથે શહેરના પાંચ સ્મશાન માટે 16.22 કરોડ જેટલી રકમ પણ ફાળવી દેવામાં આવી છે. આ સાથે મૃત પશુઓને જાહેરમાં અવાવરું કે અન્ય જગ્યાએ છોડવા કે દફન પણ કરવામાં નહીં આવે.

સ્મશાનમાં હવે લાકડાની જરૂર નહીં પડે (ETV Bharat Gujarat)

શું ઠરાવ પાસ થયો

ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં મોક્ષમંદીર એટલે કે સ્મશાનમાં ગેસની થર્મલ ભઠ્ઠી, ચીમની, સોલીડવેસ્ટ કાઢવા માટે ચેમ્બરને લઈને નીચે મુજબની રકમ દરેક સ્મશાન માટે ફાળવવામાં આવી છે.

સ્મશાન માટે ફાળવવામાં આવેલી રકમ
સ્મશાન માટે ફાળવવામાં આવેલી રકમ (ETV Bharat Gujarat)

દરેક સ્મશાનમાં મફત ગુજરાત ગેસ આપશે: મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, 'સંવેદનાઓ સાથે જે માણસ જન્મે છે. તેમનું મૃત્યુ નિશ્ચિત છે. આપણા વારસામાં આપણા સાંસ્કૃતિક ધરોહરમાં જે રીતે અગ્નિસંસ્કારનું મહત્વ આપવામાં આવ્યું છે અને જે રીતે આપણે અગ્નિસંસ્કાર કરી રહ્યા છીએ. તો આધુનિક યુગની અંદર અને જે રીતે પર્યાવરણ બચાવવા માટેની દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે 'એક પેડ મા કે નામ' જે હાકલ આપી વૃક્ષો ઉછેરવાની જ્યારે વાત મૂકી છે, ત્યારે વૃક્ષોના કારણે એક માણસને અગ્નિસંસ્કાર માટે લગભગ 30 થી 40 કિલો લાકડાનો ઉપયોગ કરવો પડતો હોય છે, ત્યારે નવા અભિગમ સાથે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગેસ આધારિત ભઠ્ઠીમાં માનવનું અગ્નિસંસ્કાર થાય એના માટે તેને ભાવનગરના વિવિધ સ્મશાનોમાં એટલે પાંચ સ્મશાનોની અંદર આજે સરકાર દ્વારા ગેસ આધારિત ભઠ્ઠી આપવા માટેની આર્થિક સગવડતા ભાવનગરમાં ઊભી કરવામાં આવી છે. આ તમામ જગ્યાએ ઉપયોગ કરવાના છે. તેમજ ગુજરાત ગેસ તરફથી વિના મૂલ્યે આપવાના છે અને પર્યાવરણનું જતન થશે અને જે રીતે અગ્નિસંસ્કારની વિધિ પણ ઝડપથી થશે.'

ચિત્રા મોક્ષમંદીર
ચિત્રા મોક્ષમંદીર (ETV Bharat Gujarat)

પશુઓના મૃત્યુ બાદ તેમના મૃતદેહને જ્યાં ત્યાં ફેંકાશે નહીં: સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે,'આગામી દિવસોની અંદર ભાવનગરમાં એક સુંદર આયોજન સાથે યુનીક રીતે તમામ સ્મશાનની અંદર સમાન થશે, તે કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બિનવારસી પશુ પંખીના મૃત્યુ રોડ પર થતા હોય છે, ત્યારે એના નિકાલ માટે થઈને કોર્પોરેશનમાં અત્યારે વ્યવસ્થાઓ છે જ. પરંતુ દૂરના સ્થળે જઈને એને દફન કરવાનું અને છોડવાનું જે કામ થતું હતું. એને બદલે હવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પશુઓ માટે પણ એક અગ્નિસંસ્કાર થાય અને એમનું સ્મશાન બને એના માટેનો પણ આગામી દિવસોમાં કુંભારવાડામાં લેન્ડફિલ સાઈટની બાજુમાં લગભગ 3.36 કરોડના ખર્ચે પશુ સ્મશાનની કામગીરી થશે. આપણે ભાવનગરની અંદર આ એક નવા અભિગમને આવકારવા માટે ભાવનગરના પાંચ સ્મશાન અને એક એનીમલ સ્મશાન અંદાજે 1 કરોડ 62 લાખના ખર્ચે આ તમામ વસ્તુઓ થવા જઇ રહી છે. ત્યારે ભાવનગરમાં એક નવું નજરાણું મળશે.'

ભાવનગર સ્મશાન ગૃહ
ભાવનગર સ્મશાન ગૃહ (ETV Bharat Gujarat)

અઢી વર્ષ પહેલાં પ્લાનિંગ થયેલું હવે અમલ: ચિત્રા મોક્ષમંદીરના ટ્રસ્ટી યશપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,'આપણને સૌને ખબર છે કે હાલમાં આખા દેશ અને દુનિયામાંથી વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. આપણે ત્યાં અગ્નિસંસ્કાર દ્વારા આપણા જે હિન્દુ ધર્મના પવિત્ર સોળ સંસ્કાર છે એ મારફતે છેલ્લા અંતિમ મહત્વના સંસ્કાર એ અંતિમ સંસ્કાર છે. જેનાથી ફરજિયાત પણે આપણે ઘણી બધી રીતે વૃક્ષોનું નુકસાન કરતા હોય છે. પર્યાવરણનું નુકસાન કરતા હોય આ સંદર્ભે મહાનગરપાલિકાએ અઢી વર્ષ પહેલા પહેલ લઈને આ પ્લાનિંગ કરેલું અને અત્યારે મહાનગરપાલિકાના નેતૃત્વમાં લગભગ ભાવનગરના બધા જ મોટા કહી શકાય એવા તમામ સ્મશાનોમાં આગામી દિવસોમાં ગુજરાત ગેસની મદદથી ગેસ સ્ટેશન આપીને અગ્નિસંસ્કાર ધામ નવા બનાવવાની તૈયારી ચાલી રહી છે, તો એ ખૂબ આવકારદાયક એક પહેલ છે.'

ભાવનગર સ્મશાન
ભાવનગર સ્મશાન (ETV Bharat Gujarat)

પાંચ સ્મશાનમાં અંદાજે આટલું લાકડું વપરાય છે: યશપાલસિંહેએ વધુમાં જણાવ્યું હતું કે,' મારી દ્રષ્ટિએ એવરેજ અમે ગણીએ તો ચિત્રા મોક્ષ મંદિરની તો રોજના સાત આઠ અગ્નિસંસ્કાર થતા હોય છે એટલે કુલ મળીને 2000 થી 2500 ટન જેટલું લાકડું અંદાજે આખા ભાવનગરમાં વપરાતું હોય છે. ગેસ આધારિત થતા લાકડાનાના ઉપયોગમાં પચાસ ટકા જેવી ઘટ તો મિનિમમ આવશે, લાકડામાં તો સ્વભાવિક રીતે આપણે 50 ટકાથી વધારે બચત વૃક્ષોની કરી શકીશું એવું મને લાગે છે.'

ભાવનગર મનપાની એક અનોખી પહેલ
ભાવનગર મનપાની એક અનોખી પહેલ (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, રુ. 4800 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
  2. "નવરંગપુરાના BJP કોર્પોરેટર મૂળ મુસ્લિમ છે"- કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.