ભાવનગર : શહેરમાં વર્ષોથી મહાનગરપાલિકાનો વેરો નહિ ભરનારની સંખ્યા હજારોમાં છે. ત્યારે વેરો કરોડોમાં બોલી રહ્યો છે. મહાનગરપાલિકાએ વેરો કઢાવવા માટે વ્યાજના ચક્કરમાંથી મુક્તિ મેળવીને હપ્તા પદ્ધતિ દ્વારા વેરો ભરવામાં આવે તે માટે One Time Installment Scheme અમલમાં લાવી છે.
![ભાવનગર મહાનગરપાલિકા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-02-2024/20650069_1.jpg)
જાણો કેટલો વેરો બાકી છે : મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓને કર ભરવા માટે સ્કીમો આપવામાં આવતી હોય છે. રાહત માટેની પણ સ્કીમ હોય છે. પરંતુ વર્ષોથી ફૂટી કોડી જેટલી પણ રકમ નહિ ભરનાર કરદાતાઓ પાસેથી કર મેળવવા સ્કીમ લાવવામાં આવી રહી છે. પરંતુ કરદાતા કેટલા અને તેની કિંમત કેટલી તે વિશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં કુલ 2.34 લાખ કરદાતાઓ છે. હાલમાં અમે છેલ્લા 10 વર્ષમાં એક પણ કરની કિંમત ચુકવી ના હોઈ તેવી રહેણાંકી કરદાતા 43 હજાર છે, જેમની કરની રકમ 157 લાખ બાકી છે. જ્યારે કોમર્શિયલ એટલે બિન રહેણાંકીના કરદાતા 17,700 છે જેની કરની રકમ 171 કરોડ છે.
![ભાવનગર મહાનગરપાલિકા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-02-2024/20650069_3.jpg)
વેરો વસુલ કરવા સ્કીમ લાવવામાં આવી : મહાનગરપાલિકાના બાકી કરની રકમ ઉપર 18 ટકા વ્યાજ લેવામાં આવે છે. જેને પગલે કરની કિંમત કરતા વ્યાજની રકમ વધારે થવાથી કુલ રકમ વધી જતી હોય છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે, 10 વર્ષથી બધું બિલ બાકી હોઈ તેના માટે અમે One Time Installment Scheme લાવ્યા છીએ. જેમાં મૂળ રકમના પાંચ હપ્તા કરી આપવામાં આવશે. હાલની ચાલુ વર્ષની રકમ માટે પણ અમે રીબેટનો લાભ આપી રહ્યા છીએ. લોકો વધુ લાભ લે તેવી અપીલ છે.
![ભાવનગર મહાનગરપાલિકા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-02-2024/20650069_2.jpg)
જાણો સ્કીમમાં જોડાવાથી શું ફાયદો થશે : મહાનગરપાલિકાએ પોતાની જૂની લેણી રકમ માટે આજદિન સુધી મેળવવામાં સફળ રહી નથી. ત્યારે હવે 10 વર્ષ કરતા જુના લેણા નાણાં મેળવવા વ્યાપારીની જેમ સ્કીમ જરુર આપી છે. પરંતુ કરદાતાઓ લાભ લે છે કે કેમ તે જોવાનું રહે છે. સ્કીમ વિશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે, આ સ્કીમમાં 31/3/2024 પહેલા જોડાવામાં આવે અને પહેલો હપ્તો ભરવામાં આવશે તો જે રકમ પર દિવસે દિવસે 18 ટકાનું વ્યાજનું ચક્કર બંધ થઈ જશે, પરંતું માફ નહિ થાય.