ભાવનગર: ભાવનગર શહેરના મુખ્ય બજારમાં તારીખિયા, પંચાંગની માંગ યથાવત રહી છે. બજારમાં આજે પણ લોકો ઘરમાં તારીખિયા, પંચાંગ રાખવા માટે ખરીદી કરે છે. મોબાઈલમાં દુનિયા જરૂર સમાઈ ગઈ છે. પરંતુ ઘરમાં તારીખીયું સમાય જાય નહિ ત્યાં સુધી દરેક ઘરના સભ્યને અધૂરું જરૂર લાગે છે.
ગુજરાતી નવું વર્ષ એટલે વિક્રમ સવંત, ત્યારે નવા વર્ષ વિક્રમ સવંત 2081ને લઈને નવા પંચાંગ, તારીખિયા વગેરે બજારમાં આવી ગયા છે. આધુનિક સમયમાં પણ તારીખિયા ઘરમાં જોવા મળે છે.
ડટ્ટા, તારીખિયા, પંચાંગની બોલબાલા
ભાવનગરમાં શહેરમાં છેલ્લા 50 વર્ષથી અખબારો, પંચાંગ, તારીખિયા, ડટ્ટાનો વ્યાપાર કરતા હેમંતભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ડટ્ટા, તારીખિયા વર્ષો જૂની વસ્તુ છે. આપણા વડીલોએ જ્યારે શરૂ કર્યું હતું ત્યારથી ચાલી આવે છે અને એ વસ્તુ એવી છે કે જેમાં તિથિ, તારીખ, વાર ચોઘડિયા, નક્ષત્ર, ગ્રહો બધાની વિશે માહિતી આવે છે. એનું મહત્વ કોઈ દિવસ ઓછું થવાનું નથી. આજે મોબાઇલમાં આવે છે પણ મોબાઈલમાં આ બધું નથી આવતું અને મોબાઈલ જોવા વાળો યુવા વર્ગ છે. આ વડીલો જોઈ શકે અને ઘરમાં ટીંગાતું હોય તો ઘરમાં બધાને ખ્યાલ આવે કે ભાઈ આમાં શું શું વસ્તુ છે.
શું છે ડટ્ટા, તારીખિયા, પંચાંગના ભાવ જાણો?
હેમંતભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ડટ્ટા અત્યારે 15 રૂપિયાથી માંડીને 150 રૂપિયા 200 રૂપિયા સુધીના આવે છે અને ડિમાન્ડ હજી એવી જ જળવાયેલી છે. પંચાંગ 25 રૂપિયાથી લઈને 100 થી 125 સુધીના પંચાંગ આવે છે. એ સિવાય નવી એક વસ્તુ વધારાની જે તારીખીયા કહેવાય, કેલેન્ડર કહેવાય આ ટાઈપના એવા કેલેન્ડર અત્યારે વધારે ચલણમાં આવી ગયા છે. એમાં એ જ બધી વસ્તુ હોય છે પણ એમાં પાછળ તહેવાર, તારીખ બધું અલગ અલગ મહિના પ્રમાણે દૈનિક પંચાંગ તથા દૈનિક રાશિ ભવિષ્ય બધી વસ્તુ આવી જાય છે. ડિમાન્ડ સારી છે અને રહેવાની છે કાયમ માટે.
આ પણ વાંચો: