ભાવનગર: ભાવનગર શહેરમાં દિવાળીને એક દિવસ આડો રહ્યો છે, ત્યારે શહેરના જવાહર મેદાન અને અલગ અલગ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલ નાખવામાં આવ્યા છે. જો કે મોંઘવારી વચ્ચે હાલમાં લોકોની ભીડ જોવા નથી મળતી. પરંતુ ફટાકડાના વેપારીઓને છેલ્લા બે ત્રણ દિવસથી વધતી ગ્રાહકોની સંખ્યાને લઈને અપેક્ષા છે કે લોકો મોંઘવારીમાં પણ તહેવાર ઉજવશે. ફટાકડાના ભાવને લઈને વેપારી અને લોકો શું કહે છે. જાણીએ...
ફટાકડા મોંઘા થયા
ભાવનગર શહેરમાં જવાહર મેદાન સહિત અલગ અલગ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલ થયા છે. જો કે છેલ્લા બે-ત્રણ દિવસથી બજારમાં ભીડ વધી રહી છે, ત્યારે ફટાકડા વેચતા અને જવાહર મેદાનમાં સ્ટોલ ધરાવનાર અબ્દુલ રજાકભાઈએ જણાવ્યું હતું કે, ફટાકડામાં દર વર્ષ કરતાં 15 થી 20 ટકાનો વધારો છે. લોકોની માંગ ખૂબ જ સરસ છે અને અમારી પાસે શિવાકાશી કંપની સિવાયની કોઈ વસ્તુ જ નથી. આમ ઓરીજનલ શિવાકાશીના ફટાકડા બજારમાં હવે બધા ડુપ્લીકેટ વસ્તુ આવવા માંડી છે, બધી કંપનીના ફટાકડા ડુપ્લીકેટ થાય છે. આપણા ગુજરાતમાં જ થાય છે, પણ આપણી પાસે અવેલેબલ શિવાકાશી સિવાય કોઈ ફટાકડો જ નથી. ખરીદી અત્યારે તો માહોલ નરમ-ગરમ છે પણ દિવાળી સારી જશે.
તેજી કે મંદી તહેવારમાં કોઈ અસર નહીં
ભાવનગર શહેરમાં દર વર્ષે દિવાળીના માહોલમાં ખરીદી હંમેશા અંતિમ દિવસોમાં થતી નજરે પડી છે, ત્યારે આ વર્ષે પણ મોંઘવારીની વચ્ચે લોકો દિવાળીની ખરીદી કરવા ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે. ફટાકડા લેવા આવેલા સંજયભાઈએ જણાવ્યું હતું કે, લોકો અત્યારે ખૂબ જ વસ્તુ લેવા નીકળી ગયા છે અને છેલ્લે બે ત્રણ દિવસથી દરેક માર્કેટમાં ભીડ દેખાય છે. તેજી હોય કે મંદી હોય ખૂબ જ લોકો ખરીદી કરે છે અને ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે. દિવાળીનો માહોલ સારો છે, લોકો તહેવાર ઉજવે છે.
ફટાકડા થયા મોંઘા કેટલા બજારમાં
ભાવનગર શહેરમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે વેપારીઓના મતે 15 થી 20 ટકા ફટાકડામાં ભાવ વધારો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે જોવા જઈએ તો જે મિર્ચી બોમ્બના પેકેટના ભાવ ગત વર્ષે 60 થી 80 રૂપિયા હતા તેના આજે 100 થી 150 થયા છે એટલે કે ભાવ વધારો ફટાકડાઓમાં પણ અલગ અલગ વેરાઈટીમાં અલગ અલગ જોવા મળી રહ્યો છે. મતલબ કે ફટાકડામાં 20 થી 40 ટકાનો વધારો હોવાનું જરૂર દેખાઈ રહ્યું છે. જો કે તહેવાર નિમિત્તે લોકો પૈસા સામે નહીં પરંતુ લાગણી સામે જોતા હોવાથી વેપારીઓને આશા અને અપેક્ષા જરૂર લાગેલી છે.
આ પણ વાંચો: