ETV Bharat / state

બોલો લ્યો ! એક્સપાયર થયેલા DNS બાટલા દર્દીને ચડાવ્યા, વરતેજ CHC ની ગંભીર બેદરકારી - Expired DNS bottle - EXPIRED DNS BOTTLE

ભાવનગર જિલ્લા પંચાયતના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લોકોના જીવ સાથે સીધા ચેડાં થઈ રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક દર્દીની જાગૃતિને કારણે વરતેજ સામુહિક આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારી છતી થઈ છે. જોકે, આરોગ્ય વિભાગે નોટિસ અને તપાસની વાત કરી બેદરકારીને ઢાંકવા માટે કોશિશ કરી હતી. જાણો સમગ્ર મામલો...

વરતેજ CHC ની ગંભીર બેદરકારી
વરતેજ CHC ની ગંભીર બેદરકારી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2024, 12:07 PM IST

બોલો લ્યો ! એક્સપાયર થયેલા DNS બાટલા દર્દીને ચડાવ્યા (ETV Bharat Gujarat)

ભાવનગર : વરતેજ આરોગ્ય કેન્દ્રના સ્ટાફે એટલી ગંભીર ભૂલ કરી જે જાણીને તમે ચોકી જશો. સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા એક્સપાયર થઈ ગયેલા ડીએનએસની બોટલ દર્દીઓને ચડાવી દેવામાં આવી છે. જ્યાં સુધી દર્દીએ જણાવ્યું નહીં કે, આ બોટલ એક્સપાયર છે, ત્યાં સુધી સ્ટાફને પણ ખબર ના પડી. બીજી તરફ આરોગ્ય વિભાગ તપાસ કરી કાર્યવાહી કરવા અંગે વાત કરી રહ્યું છે.

એક્સપાયર થયેલા DNS બાટલા
એક્સપાયર થયેલા DNS બાટલા (ETV Bharat Gujarat)

વરતેજ CHC ની ગંભીર બેદરકારી : ભાવનગર શહેર નજીક આવેલા વરતેજ ગામની નવ વર્ષની દીકરીને બે દિવસથી તાવ આવ્યો હોવાથી જિલ્લા પંચાયતના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવવામાં આવી હતી. સવારમાં દીકરીને અને ત્યારબાદ તેના ભાઈને પણ બાટલો ચઢાવવામાં આવ્યો. બાદમાં બાળકીનો ભાઈ બોટલની એક્સપાયરી ડેટ જોઈ જતા ચોંકી ઉઠ્યો હતો. આ સાથે જ CHC ની બેદરકારી ખુલ્લી પાડી હતી.

એક્સપાયર થયેલા DNS બાટલા : આ અંગે દર્દીના ભાઈ સંજય હૂંબલે જણાવ્યું કે, વરતેજ સરકારી હોસ્પિટલમાં મારી બહેનને દાખલ કરી હતી. તેને બે દિવસથી તાવ આવતો હતો, તેથી બાટલો ચડાવવામાં આવ્યો. પણ મેં જોયું તો જે બોટલ ચડતી હતી તે એક્સપાયરી ડેટ વાળી હતી. મેં ડોક્ટરને જાણ કરી તો તેમણે બોટલો સંતાડી દીધી. મને જે બોટલ ચડતી હતી, તે મેં ન આપી. આ બોટલ ચારથી પાંચ લોકોને સવારે ચડતી હતી.

ડોક્ટરે ભૂલ સ્વીકારી : વરતેજ સામુહિક કેન્દ્રમાં અધિક્ષકની જગ્યા ખાલી છે. ત્યારે હાલમાં મૂકવામાં આવેલા વરતેજ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર વિશાલે જણાવ્યું હતું કે, ભૂલથી આ બોટલ ચડાવવામાં આવી છે. જે કોઈ સ્ટાફ દ્વારા ચડાવવામાં આવી છે, તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બાટલો ડિસ્કાર્ટ કરવા સાઈડમાં રાખ્યો છે. નિયમ પ્રમાણે એક્સપાયરી ડેટ ધરાવતી દવાઓને તાત્કાલિક નાશ કરવાની હોય છે. પરંતુ અહીંયા મે મહિનામાં એક્સપાયરી થયેલી બોટલ સપ્ટેમ્બર માસ સુધી રઝળતી હતી.

જવાબદાર અધિકારીનો ખુલાસો : જિલ્લા પંચાયતના મેડિકલ ઓફિસર ડો. ચંદ્રકાન્ત કંઝેરીયાએ જણાવ્યું કે, અમારી પાસેની માહિતી પ્રમાણે આજે સવારે 10 વાગ્યે એક બાળકીને DNS ફાઈન્ડ ચડાવવામાં આવ્યો હતો. એ ફાઇન્ડ ડિસ્કાર્ટ કરવા માટે અલગથી એક ખોખામાં રાખવામાં આવ્યો હતો. ત્યાં બે સ્ટાફ નર્સ હતા, તેમણે ફાઇન્ડ ચડાવ્યો હતો. મોટા ભાગે GMN સ્ટાફ હતો. માહિતી મળતા તાત્કાલિક ફાઈન્સ કાઢી નાખ્યો હતો, બાળકીની તબિયત સારી છે. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય શાખા દ્વારા ચાર્જ પર હાજર અધિક્ષકને નોટિસ પાઠવી આ બાબતનો અહેવાલ મંગાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

એક્સપાયર દવાની આડ અસર થઈ શકે ? ડૉ. ચંદ્રકાન્ત કંઝેરીયાએ જણાવ્યું કે, DNS બોટલની અસર અંગે દર્દીની તાસીર પર આધાર છે. મોટાભાગે સામાન્ય આડ અસર જોવા મળે છે. જેમાં સામાન્ય ખંજવાળ આવવી અને સામાન્ય ઢીમચા થઈ જવા જેવું બનતું હોય છે. જે દિવસે દવા એક્સપાયર થાય તેના બીજા દિવસે ફાર્માસિસ્ટ દ્વારા તેનો નાશ કરવાનો હોય છે. વરતેજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ અધિક્ષકની જગ્યા ખાલી છે. ત્રણની સામે 2 ડોક્ટર ભરેલા છે.

  1. પેઇન્ટેડ સ્ટોર્ક ભાવનગરના મહેમાન બન્યા, દરિયાકાંઠાના પક્ષીએ શોભા વધારી
  2. ભાવનગર આરોગ્ય વિભાગની માંગણી : વધતા પેટ્રોલના કારણે ઈ રિક્ષાની માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.