ભાવનગર: ભાવનગર જિલ્લાના અલંગમાં ખાડાઓ એટલે કે પ્લોટ્સની અંદર ફર્નિચરના ખાડાઓ પણ મોટી સંખ્યામાં આવેલા છે. ઈટીવીએ આ ખાડાઓની મુલાકાત લીધી હતી. વિવિધ દેશના શીપમાંથી નીકળેલા ફર્નિચરને ખાડાઓમાં મૂકીને વેચાણ અર્થે રાખવામાં આવ્યા છે. જો કે, આ ફર્નિચરની કિંમત અને કેવા જહાજમાંથી નીકળ્યા છે તેને લઈને જાણીએ કેટલીક રસપ્રદ વાતો આ અહેવાલમાં...
રાજ્યભરમાંથી લોકો આવે છે ખરીદી માટે
ભાવનગરના અલંગમાં આવેલા ખાડાઓની મુલાકાત સમયે ઈટીવી ભારત પહોંચ્યું હતું એવા ખાડાઓમાં જ્યાં એકથી એક ચડીયાતી ડિઝાઈનના અને કિંમતી ફર્નિચર વેંચાણ અર્થે રાખેલા છે. આવા જ એક ફર્નિચર ખાડાના માલીક યુવરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, અહીં બધા રાજ્યના લોકો ખરીદી કરવા માટે આવે છે.
લાઈફ સ્ટાઈલની તમામ ચીજ વસ્તુઓ મળતી:
જહાજનું કહેવામાં આવે તો પેસેન્જર જહાજ જેને ક્રુઝ શિપ કહેવામાં આવે છે, તેમાં 1200 થી 1300 રૂમ હોય છે. અલગ-અલગ દેશના ઘણા જહાજ હોય પણ મુખ્ય તો અમેરિકા, ઈટાલી, ઇંગ્લેન્ડના જહાંજ ખાસ હોય છે. આ બધા દેશોના ફર્નિચર ખાસ હોય હોય છે કે બીજી અસંખ્ય અવનવી પ્રોડક્ટ પણ અહીંથી મળી જાય છે. આ બધી અલગ-અલગ વસ્તુઓ છે. વેઈટિંગ એરિયામાં આવે અથવા તો નીચે આવે પછી ટૂંકમાં અલગ-અલગ આજે આપણી લાઇફ સ્ટાઇલની ટોટલ વસ્તુઓ અહીં મળી જાય છે.
ગુણવત્તા પ્રમાણે ફર્નિચરના ભાવ
ભાવનગરના અલંગના ખાડામાં દેશના દરેક રાજ્યમાંથી લોકો ખરીદી કરવા માટે આવે છે, ત્યારે ભાવને પગલે ફર્નિચરના ખાડાના માલીક યુવરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, ભાવ તો ચેયરના મટીરીયલ ઉપર ડિપેન્ડ રહેશે કે કેવી ચેર હોય છે, અથવા તો કેવું મટિરિયલ હોય છે. મિનિમમ 700 થી 800 થી સ્ટાર્ટ થાય તો 5000 સુધી પણ મળી જાય છે. ક્રુઝ જહાજ જે બનાવવામાં આવે તે 7 સ્ટાર બનાવવામાં આવે છે, કારણ કે એમની અંદર તો જે સારી સારી વસ્તુઓ એવી જ સારી ગુણવત્તાવાળી મુકવામાં આવતી હોય છે, જે સારી સારી કંપની અને સારામાં સારું મટીરીયલ હોય એવી રીતે મૂકવામાં આવતી હોય છે. ઓનલાઈન ફર્નિચરની માંગ રહેતી નથી પરંતુ અન્ય ચિઝોની માંગ રહેતી હોય છે.
ભાવનગરના અલંગમાં 500થી વધારે ખાડાઓ
ભાવનગરના હાલમાં 500થી વધારે ખાડાઓ આવેલા છે, ત્યારે ફર્નિચરના ખાડાના સંચાલક યુવરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, ફર્નિચર સહિત ઘરની ચીજ વસ્તુઓ જેમાંથી નીકળે છે, તેવા ક્રુઝ જહાજ ઓછા આવી રહ્યા છે. જો કે હાલમાં પણ મંદીના કારણે માર્કેટ નથી. ફર્નિચરને લઈને ઓનલાઈન બજાર નથી. પરંતુ અહીં આવતા લોકો તેને જોઈને ખરીદી કરે છે.