ETV Bharat / state

ભરુચના નેત્રંગમાં 2 કલાકમાં 5.5 ઈંચથી વધુ વરસાદ, જનજીવન ઠપ્પ થયું - Bharuch News - BHARUCH NEWS

નેત્રંગમાં સાંબેલાધાર વરસાદથી જનજીવન ઠપ્પ થયું છે. માત્ર 2 કલાકમાં 5.5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 15, 2024, 10:49 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ભરુચઃ નેત્રંગમાં સાંબેલાધાર વરસાદથી જનજીવન ઠપ્પ થયું છે. માત્ર 2 કલાકમાં 5.5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. મોવીથી ડેડીયાપાડા રોડ ઉપર યાલ ગામે નાળું ધોવાતા વાહનવ્યવહાર ખોરવાયો છે. નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.

2 કલાકમાં 5.5 ઈંચ વરસાદઃ પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં મેઘરાજાએ 2 કલાકમાં ધમાકેદાર બેટિંગ કરતાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. જેનાથી જળબંબાકારની પરીસ્થિતિ ઉદભવી હતી. નેત્રંગ ટાઉનના જીનબજાર, ગાંધીબજાર અને જુની નેત્રંગ અને નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘુસતા ઘરવખરી તેમજ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે. નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી અમરાવતી, ટોકરી, મધુવંતી, કરજણ અને કિમ નદીમાં ઘોડાપુર આવતા નદીકાંઠાના કેટલાક ગામો સંપર્કવિહોણા બન્યા છે.

વાહન વ્યવહાર ખોરવાયોઃ નેત્રંગ તાલુકાના મોવીથી ડેડીયાપાડા રસ્તા ઉપર આવેલ યાલ ગામનું નાળું વરસાદી પાણીમાં ધોવાણ થતાં વાહનવ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. વાહન ચાલકોને નેત્રંગ થઈને પસાર થવાની સૂચના આપવામાં આવી હતી. નેત્રંગમાં વરસાદી પાણી રોડ-રસ્તા ઉપર ફરી વળતા કલાકોથી વાહન વ્યવહાર ઠપ્પ રહેતા ભારે ટ્રાફિકજામ થઇ ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર અને પોલીસ કર્મચારીઓ ખડેપગે ફરજ પર તૈનાત કરી દેવાયા છે.

ડેમની સપાટીમાં ૩ મીટરનો વધારોઃ નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે બલડેવા-પીંગોટ અને ધોલી ડેમના પાણીની સપાટીમાં એકસાથે 3 મીટર જેટલો ધરખમ વધારો થયો છે. હાલમાં બલડેવા 139.80 મીટર, પીંગોટ 136.40 મીટર અને ધોલી 134.30 મીટર પાણીની સપાટી છે. ટૂંક સમય ત્રણેય ડેમ ઓવરફ્લો થવાની શક્યતાઓ જણાઈ રહી છે.

યુવાન જીવ બચાવવા વૃક્ષ પર ચઢ્યોઃ નેત્રંગ મોરીયાણા ગામના જયેશભાઇ કનુભાઈ વસાવા સવારના સમયે કુદરતી હાજતે ગયા હતા.એકાએક મોરીયાણા ગામની નદીમાં ઘોડાપુર આવતા પોતાનો જીવ બચાવવા માટે તાડના વૃક્ષ ઉપર ચઢી ગયા હતા. બનાવની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુ કરીને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

  1. ચોમાસુ મોડું વર્તાયું: કચ્છ જીલ્લામાં અસહ્ય ઉકળાટ, માત્ર 34 ટકા જેટલો જ વરસાદ નોંધાયો... - Rain Forecast in Kutch
  2. થોડા દિવસોની શાંતિ બાદ હવે ચોમાસું ફરી જોર પકડશે, જાણો ક્યારે અને કયા થશે વરસાદ ? - gujarat WEATHER FORECAST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.