બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ ખાતે 5 હજાર વર્ષ જૂનું પૌરાણિક કપિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. કહેવાય છે કે આ મંદિર પાંચ પાંડવોના હાથે સ્થપાયેલું મંદિર છે. આ પ્રાચીન મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે આ મંદિરનું વિશેષ મહત્વ હોય છે. તેમજ આખા વર્ષ દરમિયાન દરેક સોમવારે લોકો મોટી સંખ્યામાં દૂર દૂરથી દર્શનાર્થે આવે છે.
![કપિલ મુનિએ કરી હતી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2024/gj-bk-vav-amythicaltemple_01092024141245_0109f_1725180165_327.jpg)
પાંડવોએ કર્યું છે આ મંદિરનું બાંધકામ: કહેવાય છે કે આ મંદિર 5 હજાર વર્ષ પૂર્વે મહાભારત કાળમાં કપિલ મુનિના તપોભૂમિ આશ્રમ તરીકે ઓળખાય ઓળખાતું હતું. પાંચ પાંડવો જ્યારે હિમાલય હાડ ગાળવા જતા હતા ત્યારે આ કપિલ મુનિના આશ્રમમાં રોકાયા હતા. મુનિની આજ્ઞાથી પાંચ પાંડવોએ પોતાના હાથેથી પાંચ કુવા ખોદયા હતા જેમાંથી પાંડવો કુવામાંથી પાણી લાવી શિવલિંગ પર અભિષેક કરતા હતા. આ મંદિરનું બાંધકામ પણ પાંચ પાંડવોએ કર્યું હતું.
![વાવથી 6 કિલોમીટર દૂર વર્ષો જૂનું પ્રાચીન કપિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2024/gj-bk-vav-amythicaltemple_01092024141245_0109f_1725180165_478.jpg)
કપિલ મુનિએ કરી હતી શિવલિંગની પ્રતિષ્ઠા: ઉપરાંત કહેવાય છે કે આ મંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા કપિલ મુનિએ કરી હોવાથી આ મંદિરનું નામ કપિલેશ્વર મહાદેવ રખાયું હતું. આ વિસ્તાર હેડંબા વન તરીકે ઓળખાતો હતો તેમજ એવી પણ લોકવાયકા છે કે કપિલેશ્વર મહાદેવના મંદિરથી ઢીમા ગામે આવેલા ધરણીધર મંદિર સુધી ભોયરું આવેલું છે.
![કપિલ મુનિએ કરી હતી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2024/gj-bk-vav-amythicaltemple_01092024141245_0109f_1725180165_186.jpg)
![બનાસકાંઠાનું 5 હજાર વર્ષ જૂનું પૌરાણિક કપિલેશ્વર મહાદેવનું મંદિર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2024/gj-bk-vav-amythicaltemple_01092024141245_0109f_1725180165_424.jpg)
મંદિર પર અલગ અલગ શસ્ત્રો દ્વારા આક્રમણ થયું હતું: 1462માં કપિલેશ્વર મહાદેવ મંદિર પર બાદશાહે આક્રમણ કર્યું હતું. બાદશાહએ મહાદેવના મંદિરને ખંડિત કરવા માટે શસ્ત્રો દ્વારા આક્રમણ કરેલું હતું, ત્યારે આસપાસ થતી ક્રૂરતા જોઈને મંદિરના પૂજારી નારણભારથી બાપુએ તે સમયે જીવતા સમાધિ લીધી હતી. પરંતુ મહાદેવના પ્રતાપથી આ મંદિર ખંડિત થયું ન હતું. ઉપરાંત બાદશાહે મંદિર પર અલગ અલગ શસ્ત્રો દ્વારા આક્રમણ કર્યું જેની નિશાનીઓ અત્યારે પણ આ મંદિરે જોવા મળી રહી છે.
![બનાસકાંઠાનું 5 હજાર વર્ષ જૂનું પૌરાણિક કપિલેશ્વર મહાદેવનું મંદિર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2024/gj-bk-vav-amythicaltemple_01092024141245_0109f_1725180165_34.jpg)
સમગ્ર ગુજરાતમાંથી લોકો દર્શનાથે આવે છે: વાવથી 6 કિલોમીટર દૂર આવેલું 5 હજાર વર્ષ પૌરાણિક પ્રાચીન કપિલેશ્વર મહાદેવના મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. આ મંદિરનું શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે વિશેષ મહત્વ રહેલું છે ઉપરાંત અહીં મોટો મેળો પણ ભરાય છે. સાથે જ આખા વર્ષના દરેક સોમવારે વાવ સહિત સમગ્ર ગુજરાત તેમજ રાજસ્થાનમાંથી લોકો અહીં દર્શન કરવા આવે છે. તેઓ માને છે કે, દર્શનાથે આવતા તમામ ભક્તોની મનોકામના કપિલેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે.