ETV Bharat / state

ભારે કરી! પ્રાથમિક શાળાના શિક્ષિકા અમેરિકામાં, છતાં પગાર ચાલું હોવાના આક્ષેપો, જાણો સમગ્ર મામલો - banaskantha news

શિક્ષણ વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં બનાસકાંઠાના દાંતા તાલુકાની પાન્છા પ્રાથમિક શાળાની શિક્ષિકા છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં રહે છે. અને છતા પણ તેનો પગાર ચાલું છે, તેવા આક્ષેપો કરાયા છે. જાણો સમગ્ર ઘટના..., banaskantha panchha primary teacher has been living in us for 8 month

બનાસકાંઠાના પાન્છા પ્રાથમિક શાળાના શિક્ષક 8 માસથી અમેરિકામાં
બનાસકાંઠાના પાન્છા પ્રાથમિક શાળાના શિક્ષક 8 માસથી અમેરિકામાં (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 9, 2024, 6:14 PM IST

Updated : Aug 9, 2024, 7:02 PM IST

બનાસકાંઠાના પાન્છા પ્રાથમિક શાળાના શિક્ષક 8 માસથી અમેરિકામાં (ETV Bharat Gujarat)

બનાસકાંઠા: શિક્ષણ વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે. બનાસકાંઠાના દાંતા તાલુકાની પાન્છા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતી ભાવના પટેલ પર આક્ષેપ કર્યા છે કે ભાવના પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી શાળામાં આવતા નથી, તે વિદેશમાં સ્થાઈ છે. અને તેમ છતાં તેનો પગાર શિક્ષણ વિભાગ એમને આપે છે. જોકે શિક્ષિકા શાળામાં આવતા નથી એટલે તેમ બાળકોનું હિત જળવાતું નથી અને જેને કારણે આ શિક્ષિકાને બર તરફ કરવાની માંગ કરી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી વીનુ પટેલ
જિલ્લા શિક્ષણાધિકારી વીનુ પટેલ (ETV Bharat Gujarat)

જોકે મહિલા શિક્ષિકાના વિવાદ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ ભાવના પટેલ કે જે ગેરકાયદેસર રીતે છેલ્લા આઠ માસથી રજા પર ઉતરી ગયા હતા અને શિક્ષણ વિભાગને જાણ કરી ન હતી. જોકે આઠ માસથી ગેરકાયદેસર રજા પર ઉતરેલા આ શિક્ષિકાને શિક્ષણ વિભાગે કોઈ પગાર ચુકવ્યો નથી. એ બાબતની સ્પષ્ટતા શિક્ષણ વિભાગે કરી હતી. અને ગેરકાયદેસર રજા પર ઉતરી ગયા બાબતે શિક્ષિકાને નોટીસ પણ આપી હતી. પરંતુ શિક્ષણ વિભાગની નોટીસમાં શિક્ષિકાએ પણ સપ્ટેમ્બર મહિનામાં હાજર થવાની જવાબ રજૂ કર્યો હતો. જે શિક્ષણ વિભાગે ગ્રાહ્ય રાખ્યો ન હતો અને શિક્ષિકાને ફરી નોટિસ ફટકારી હતી. જોકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ બાબતે ખુલાસો કર્યો છે. આ ગેરકાયદેસર રીતે રજા પર ઉતરેલી શિક્ષિકાને નોટિસ પણ ફટકારી છે.

શિક્ષકોની માહિતીનું બોર્ડ
શિક્ષકોની માહિતીનું બોર્ડ (ETV Bharat Gujarat)

2005 શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ બાર માસથી વધુ સમય ગેરહાજર રહેશે. તો તેને ફરજ પરથી ટર્મિનેટ કરાશે. જોકે પાન્છા શાળાના ઇન્ચાર્જ આચાર્યએ જે ગેરસમજ પણ ફેલાવી છે અને જે નિવેદનો કર્યા છે. તે તપાસ બાદ તેમની સામે પણ કાર્યવાહી થશે. તેવું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.

પાન્છા શાળાના ઈન્ચાર્જ પારુલ મહેતાએ કહ્યું કે આ શિક્ષક છેલ્લા 8 મહિનાથી શાળામાં નથી. શિક્ષણ અધિકારીને લેખિત અરજી પણ કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

  1. રાજ્યના બે યુવાનોએ કરી સાયકલ પર 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા, જાણો તેમની આ અદ્ભુત સફર વિશે... - 12 jyotirlinga yatra on bicycle
  2. પાટણમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, રાધનપુરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન - World Adivasi Day 2024

Last Updated : Aug 9, 2024, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.