ETV Bharat / state

Banaskantha News : 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની આજથી થઈ શરૂઆત - 51 શક્તિપીઠ

યાત્રાધામ અંબાજીમાં ગબ્બર આજુબાજુ 51 શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે. આ 51 શક્તિપીઠમાં ભક્તો એક સાથે દર્શન લાભ લઈ શકે તે માટે તંત્ર દ્વારા 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા અંબાજી પહોંચશે. જ્યારે તંત્રએ પણ વિવિધ આયોજન પરિક્રમા મહોત્સવને લઈ કર્યાં છે.

Banaskantha News : 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની આજથી થઈ શરૂઆત

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2024, 3:01 PM IST

અંબાજી : 51 શક્તિપીઠ જ્યાં ભક્તો એકીસાથે પરિક્રમા કરી અને 51 શક્તિપીઠોના દર્શન કરી આ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા અંબાજી પહોંચતા હોય છે. ત્યારે આ પરિક્રમા મહોત્સવના પ્રારંભે બનાસકાંઠા જિલ્લા કલેકટર અને સાંસદની ઉપસ્થિતિમાંમોટી સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તો પહોંચ્યા હતા. પ્રથમ દિવસે પાલખીયાત્રા અને શંખનાદ યાત્રાનું આયોજન જય ભોલે ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભક્તોએ પરિક્રમા કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

ભક્તોએ સુવિધાઓ વખાણી : ચલિયાણાથી આવેલ વર્ષાબેને પરિક્રમા મહોત્સવમાં કરાયેલી તૈયારીઓને લઈ ખુશી વ્યક્ત કરી હતી અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે તંત્ર દ્વારા ગરીબ વ્યક્તિ પણ પરિક્રમા મહોત્સવમાં આવી પરિક્રમા કરી શકે તે માટે એસટીની મુસાફરી વિના મૂલ્ય ભોજન વ્યવસ્થા વિનામૂલ્ય કરાઇ છે. તેને લઈ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી આવી રહ્યા છે અને ગરીબમાંથી ગરીબ પણ અહીં આવી પરિક્રમા કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે જે બદલ હું તંત્રનો આભાર વ્યક્ત કરું છું.

તૈયારીઓને આવકારી : પાણી સફાઈ ભોજન અને મુસાફરીની વ્યવસ્થાને ભક્તોએ બિરદાવી પાંચ દિવસ સુધી ચાલનાર પરિક્રમા મહોત્સવને લઈને તંત્ર એ છેલ્લા કેટલાય સમયથી તૈયારીઓ આરંભી દીધી હતી. કડીથી આવેલા માઇ ભક્તે માહિતી આપતા પ્રશાસન દ્વારા કરાયેલ તમામ તૈયારીઓને આવકારી હતી અને તેમને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કરી અહીંયા આગળ 51 શક્તિપીઠ મંદિર બિરાજમાન કર્યા છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અલગ અલગ થીમ પર કાર્યક્રમ : બનાસકાંઠા જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ દિવસે અલગ અલગ થીમ પર કાર્યક્રમ યોજાશે સાથે જ આજે પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા જ્યારે કાલે પાદુકાય યાત્રા આગલા દિવસે ધજા યાત્રાની સાથે મંત્રોચ્ચાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.

સાંસદે પ્રાર્થના કરી : આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ પણ અંબાજી આવી પહોંચ્યા હતાં અને ગબ્બર ખાતે આજથી શરૂ થયેલ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થયા હતા. તેમણે જણાવ્યું હતું કે મા અંબા ભક્તોની અતૂટ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. ભક્તો દૂર દૂરથી મા અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે. જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાન રાખી અહીં 51 મંદિર બિરાજમાન કર્યા છે. મા અંબા સર્વે પર આશીર્વાદ રાખે જિલ્લો અને પ્રદેશ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ મા અંબા આપે તેવી પણ તેમણે પ્રાર્થના કરી હતી.

  1. Single Use Plastic Banned : આગામી લીલી પરિક્રમામાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ, કલેક્ટરે વધારી સુવિધાઓ
  2. Ambaji News: અંબાજીમાં આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ, અંબાજી એસટી વિભાગે કરી ખાસ વ્યવસ્થાઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.