કચ્છ : 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિન નિમિતે દિલ્હીના કર્તવ્યપથ પર રાષ્ટ્રીય પરેડ યોજાઈ હતી. જેમાં ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ તરીકે ધોરડો ગામની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. UNWTO દ્વારા જ્યારે ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતના ટેબ્લોનું આ શ્વેત રણથી વિખ્યાત ધોરડો ગામે પ્રતિનિધિત્વ કર્યું હતું. ચાલુ વર્ષે ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો આ ટેબ્લો 'ધોરડો' કર્તવ્યપથ ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સાથે જ કચ્છની રોગાન કળા, રણ ઉત્સવ, ટેન્ટ સિટી પણ ઝાંખીનું મુખ્ય આકર્ષણ બન્યું હતું અને ખૂબ લોકચાહના મેળવી હતી.
-
75મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્યપથ, નવી દિલ્હી ખાતે ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ઝાંખી રજૂ થઈ...#TableauGujarat #Dhordo #GloriousGujarat 🇮🇳 #RepublicDay #Gujarat pic.twitter.com/duisdj2qZS
— Gujarat Information (@InfoGujarat) January 26, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">75મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્યપથ, નવી દિલ્હી ખાતે ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ઝાંખી રજૂ થઈ...#TableauGujarat #Dhordo #GloriousGujarat 🇮🇳 #RepublicDay #Gujarat pic.twitter.com/duisdj2qZS
— Gujarat Information (@InfoGujarat) January 26, 202475મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્યપથ, નવી દિલ્હી ખાતે ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ઝાંખી રજૂ થઈ...#TableauGujarat #Dhordo #GloriousGujarat 🇮🇳 #RepublicDay #Gujarat pic.twitter.com/duisdj2qZS
— Gujarat Information (@InfoGujarat) January 26, 2024
કચ્છના સરહદી ગામની ઝાંખી : કચ્છનું સરહદી ગામ ધોરડો તેની ખમીરાત અને વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે સાથે રાજ્ય અને દેશના સરહદી વિસ્તારના પ્રવાસનને પણ ઉત્તેજન આપે છે. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન પરેડમાં 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગની 9 ઝાંખી મળીને કુલે 25 ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
-
#75thRepublicDay માં ગુજરાતનું #Tableau સતત બીજા વર્ષે નંબર વન બન્યું.
— Central bureau of communication.Bhuj-Kutch (@cbcbhuj) January 30, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં #Gujarat નું ટેબ્લો પ્રથમ ક્રમે. #Kutch #Dhordo #GujaratTourism#CBCSurat#PIBAhmedabad#Mib pic.twitter.com/HR88BOTrEH
">#75thRepublicDay માં ગુજરાતનું #Tableau સતત બીજા વર્ષે નંબર વન બન્યું.
— Central bureau of communication.Bhuj-Kutch (@cbcbhuj) January 30, 2024
પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં #Gujarat નું ટેબ્લો પ્રથમ ક્રમે. #Kutch #Dhordo #GujaratTourism#CBCSurat#PIBAhmedabad#Mib pic.twitter.com/HR88BOTrEH#75thRepublicDay માં ગુજરાતનું #Tableau સતત બીજા વર્ષે નંબર વન બન્યું.
— Central bureau of communication.Bhuj-Kutch (@cbcbhuj) January 30, 2024
પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં #Gujarat નું ટેબ્લો પ્રથમ ક્રમે. #Kutch #Dhordo #GujaratTourism#CBCSurat#PIBAhmedabad#Mib pic.twitter.com/HR88BOTrEH
કચ્છી ભુંગાનું પ્રદર્શન : 75મા પ્રજાસત્તાક દિવસ અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરીત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બન્યું છે, તેનું ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિઓને ઝાંખીના આગળના ભાગમાં ફરતા પૃથ્વીના ગ્લોબમાં દર્શાવવામાં આવી હતી તો સમગ્ર વિશ્વમાં ગુજરાતનો નકશો અને 'ભૂંગા' તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા, રોગાનકલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી હતી.
-
જય જય ગરવી ગુજરાત...
— Dharmendrasinh M. Jadeja (@hakubhajamnagar) January 30, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
'ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોને પીપલ્સ ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું તેમજ જજીસ ચોઇસ કેટેગરીમાં દ્વિતીય સ્થાન મળ્યું.
સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન#Dhordo #GujaratHeritage pic.twitter.com/7uRlsJLs6z
">જય જય ગરવી ગુજરાત...
— Dharmendrasinh M. Jadeja (@hakubhajamnagar) January 30, 2024
'ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોને પીપલ્સ ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું તેમજ જજીસ ચોઇસ કેટેગરીમાં દ્વિતીય સ્થાન મળ્યું.
સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન#Dhordo #GujaratHeritage pic.twitter.com/7uRlsJLs6zજય જય ગરવી ગુજરાત...
— Dharmendrasinh M. Jadeja (@hakubhajamnagar) January 30, 2024
'ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોને પીપલ્સ ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું તેમજ જજીસ ચોઇસ કેટેગરીમાં દ્વિતીય સ્થાન મળ્યું.
સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન#Dhordo #GujaratHeritage pic.twitter.com/7uRlsJLs6z
ધોરડો ગામની પરંપરાની સાથે સાથે તેની ડિજિટલ પ્રગતિ : આ ઉપરાંત ગુજરાતની ઝાંખીમાં પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરી રહ્યા હોય તેવું તેમજ કલાકૃતિઓને ખરીદી કરી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. જે ધોરડો ગામની પરંપરાની સાથે સાથે તેની ડિજિટલ પ્રગતિને પણ દર્શાવી રહી હતી. ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ પણ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળી હતી. ત્યારે ટેબ્લોએ દેશની જનતાના દિલ જીતી લીધા હતા. ગુજરાતના ટેબ્લોએ સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ પસંદગીમાં પ્રથમ અને જ્યુરીની ચોઈસમાં બીજો ક્રમ મેળવ્યો છે.