ETV Bharat / state

વડોદરામાં શાળા પ્રવેશોત્સવમાં મહિલા કાઉન્સિલર હેમીષા ઠક્કરે વાટયો ભાંગરો - Female councillor gave a speech - FEMALE COUNCILLOR GAVE A SPEECH

વડોદરામાં શિક્ષણ સમિતિની શ્રેષ્ઠ ગણાતી કવિ દુલા કાગ શાળામાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શરૂઆત કરાવવામાં આવી છે. ત્યારે કાર્યક્રમમાં મહિલા કાઉન્સિલર અને અને સ્થાયી સમિતિ સભ્ય હેમીષા ઠક્કરની જીભ લપસી હતી જાણો શું કહ્યું...Female councillor gave a speech

કવિ દુલા કાગ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
કવિ દુલા કાગ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 26, 2024, 5:27 PM IST

કવિ દુલા કાગ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો (Etv Bharat gujarat)

વડોદરા: સરકાર દ્વારા તારીખ 25 26 અને 27 જૂનના દિવસે શાળા પ્રવેશોત્સવ આરંભવામાં આવ્યો હતો ત્યારે વડોદરા શહેરમાં સરકારી શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમની શરૂઆત થઇ છે. ત્યારે શિક્ષણ સમિતિની શ્રેષ્ઠ ગણાતી કવિ દુલા કાગ શાળામાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શરૂઆત કરાવવામાં આવી છે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને મોટી સંખ્યામાં કાર્યકરો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

શાળા પ્રવેશોત્સવમાં મહિલા કાઉન્સિલર સભ્ય હેમીષા ઠક્કરની જીભ લપસી
શાળા પ્રવેશોત્સવમાં મહિલા કાઉન્સિલર સભ્ય હેમીષા ઠક્કરની જીભ લપસી (Etv Bharat gujarat)

શાળા પ્રવેશોત્સવમાં હેમીષા ઠક્કરે ભાંગરો વાટ્યો: શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મહિલા કાઉન્સિલર અને અને સ્થાયી સમિતિ સભ્ય હેમીષા ઠક્કરે વખાણ કરતાં કરતાં ભાંગરો વાટી દીધો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાન સભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ અહીં ઉપસ્થિત છે. દંડક એટલે શું ? દંડક એટલે મોનિટર. દંડકની સરખામણી એક મોનિટર સાથે કરાવી હતી. એટલું જ નહીં પરંતુ પ્રવેશ ઉત્સવમાં બાળકોને સારા સંસ્કારની વાત કરવાની જગ્યાએ તેઓએ પોતાની અનિયમિતતાના દાખલાઓ આપ્યા હતા.

મોનિટરની સરખામણી દંડક સાથે કરી: તેઓએ એમના ભણતર સમયની ઝાંખી કરાવતા કહ્યું હતું કે, હું શાળામાં ભણતી હતી ત્યારે પરંપરા હતી. શાળામાં મસ્તીખોર હોય, કોઈનું ન સાંભળી મનમાની કરે, રેગ્યુલર હાજર ન રહે , લેશન કમ્પ્લીટ ન કર્યું હૉય તેવા બાળકને અમે મોનિટર બનાવતા હતા. એટલે કે, બાળકોને અનિયમિતતા તરફ ધ્યાન દોર્યું હતું. મોનિટર એટલે કલાસની સાળસંભાળ રાખનાર આવી રીતની બિન મતલબી વાતો કરી હતી. આમ ઉદ્દબોધન દરમ્યાન હેમીષા ઠક્કરે ભાંગરો વાટયો હતો અને ક્લાસ મોનિટર તરીકે દંડક બાલકૃષ્ણ શુક્લાની તુલના કરતા રાજકારણ ગરમાવો થયો છે.

સાંસદ ડો. હેમાંગ જોશી - ધારાસભ્યોની વીસી સાથે ચર્ચા: શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમની શરૂઆત બાદ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને વધારે પ્રાધન્ય આપીને 55 હજાર કરોડથી વધુની માતબર રકમ બજેટમાં મુકી હતી. શિક્ષણ સમિતિની 119 શાળાઓમાં 45 હજારથી વધુ બાળકો જ્યાં ભણે છે ત્યાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ કરવામાં આવ્યો છે.

કવિ દુલા ભાયા કાગ શ્રેષ્ઠ શાળા છે: શહેરના વારસીયા વિસ્તારના કવિ દુલા કાગ શાળા એ વડોદરામાં સૌથી સારી શાળા છે આ શાળાએ સર્વોત્તમ શાળાનો એવોર્ડ મેળવેલ છે. અહી પ્રવેશોત્સવ કરવામાં આવ્યો છે. આ શાળાએ ગુણોત્સવમાં સારૂ પ્રદર્શન કર્યું છે. એમ એસ યુનિવર્સિટીંના પ્રવેશન સંદર્ભમાં સાંસદ ડો. હેમાંગ જોશી સાથે ધારાસભ્યોએ વીસી સાથે ચર્ચા કરી હતી અને રાજ્ય સરકારમાં રજુઆત કરી હતી. ત્યારબાદ જણાવ્યું હતું કે, વડોદરાના બાકી રહેલા વિદ્યાર્થીઓને એમ એસ યુનિવર્સિટીમાં એડમિશન મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. હું પહેલેથી જ શિક્ષણ સાથે સંકળાયેલો છું અને શિક્ષણ સાથે મારી ઉદારતા પણ હંમેશા રહેશે.

એડમિશન માટે બાલકૃષ્ણ શુક્લનું નિવેદન: વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એમ.એસ યુનિવર્સિટીમાં એડમિશન મળે તે માટે શહેરના શ્રેષ્ઠીઓ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડને મળ્યા હતા. મુલાકાતમાં તેમણે સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન મળે તે માટેની કટિબદ્ધતા દર્શાવી હતી. ત્યાર બાદ આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે સરકાર અને યુનિવર્સિટીની કટિબદ્ધતા અંગે વાત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.