વડોદરા: નવરાત્રીના બીજા નોરતે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સગીરા ઉપર ગેંગરેપની ઘટના બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા 3 આરોપી પૈકી 2 આરોપીના મકાનો સરકારી જમીન ઉપર આવેલા છે. જે છેલ્લાં 15-20 વર્ષથી ગેરકાયદે મકાનમાં રહેતા દુષ્કર્મના આરોપીઓનાં મકાનો ઉપર કોર્પોરેશને 72 કલાકનું અલ્ટીમેશન આપ્યું છે. ત્યારબાદ તેમના ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવાશે.
તંત્ર આરોપીઓના મકાન પર બુલડોઝર ફેરવવાની તૈયારીમાં: જાણવા મળતી માહિતી મુજબ જ્યારે એક આરોપીનું મકાન પાલિકા દ્વારા આપવામાં આવેલું હોઈ, કાયદેસર હોવાથી નોટિસ આપવામાં આવી નથી. દુષ્કર્મના આરોપીઓનાં મકાનો ઉપર બુલડોઝર ફેરવવા વડોદરાનું તંત્ર ઉત્તરપ્રદેશ જેવી કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને 48 કલાકમાં જ દબોચી લેવામાં આવ્યા હતા.
સંસ્કારનગરીને કલંકરુપ બનાવતી ઘટના: 3 પૈકી 2 આરોપીઓ ગેરકાયદે વસાહતમાં રહેતા હોવાથી પાલિકા દ્વારા 72 કલાકમાં જવાબ રજૂ કરવાની નોટિસ આપવામાં આવી છે. જો તેમના પરિજનો સમય સૂચકતા નહીં વાપરે અને નોટિસનો જવાબ સમયસર નહીં આપે તો પાલિકા બુલડોઝર ફેરવીને તેમનાં મકાનોનો સફાયો કરી દેશે. જેની તૈયારી પૂરજોશમાં તંત્રે કરી છે. જેથી વડોદરાની સંસ્કારી નગરીને કલંકરૂપ બનતી અટકાવી શકાય. આવા અંજામ આપનારાઓને તમામ રીતે તોડી પાડવા માટે સરકાર અને તંત્ર કટિબદ્ધ બન્યાં છે.

3 આરોપી પૈકી 2 આરોપીને નોટિસ: ડેપ્યુટી ટીડીઓ દિનેશ દેવમુરારીએ જણાવ્યું હતું કે, નવરાત્રીના બીજા નોરતે સંસ્કારી નગરી વડોદરાને શરમજનક કરતી ગેંગરેપની ઘટના ભાયલીમાં બની હતી. જે નરાધમો મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વડોદરાના તાંદલજા કાળી તલાવડી પાસે રહેતા 3 આરોપીઓની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.

આરોપીઓને પુરાવા રજૂ કરવા નોટીસ: આ મામલે પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પૈકી મુન્ના અબ્બાસ બનજારા અને મુમતાજ ઉર્ફે આફતાબ બનજારા એકતાનગર વસાહત ખાતે ઊભા કરાયેલા ગેરકાયદે મકાનોમાં રહેતા હોવાનું પાલિકાના ધ્યાનમાં આવ્યું છે. જેથી તેમને 3 દિવસમાં પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જ્યારે ત્રીજો આરોપી શાહરુખનું મકાન પાલિકાના ક્વાર્ટરમાં હોવાથી નોટિસ આપવામાં આવી નથી.
આ પણ વાંચો: