ગાંધીનગર: રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ચરોતર વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સમગ્ર આણંદ જિલ્લામાં ગત 24 કલાકમાં રાજ્યનો સૌથી વધુ 10 ઈંચ તથા ખેડામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 99 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 116 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સર્વત્ર વરસાદ વરસતા ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે આર્મીની 6 કોલમ ફાળવી છે.
રાજ્યમાં પૂરગ્રસ્ત જિલ્લામાં સેના તૈનાત કરવામાં આવી છે. વરસાદથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં આર્મીની કોલમ ડિપ્લોય કરાઈ છે. ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની 6 કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે.
અમિત શાહે મુખ્યમંત્રી સાથે કર્યો ટેલીફોનીક સંવાદઃ સોમવારે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ગુજરાતમાં વરસાદની માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે અમિત શાહે ટેલીફોનીક સંવાદ કર્યો હતો. ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની વિગતો મેળવી હતી. રાજ્યમાં જરૂર પડેતો બચાવ રાહત અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્રીય દળોની વધુ મદદ મોકલવા અમિત શાહે તત્પરતા દેખાડી હતી. ગુજરાતને જરૂરી તમામ સહાયતા માટે અમિત શાહે ખાતરી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી વિગતો આપી હતી. ગઈકાલે મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ આજે લશ્કરની છ કોલમ તૈનાત કરાઈ છે. આગામી દિવસોમાં પૂરની સ્થિતિ વકરે તો વધુ ટુકડીઓ ગુજરાતમાં મોકલાય તેવી સંભાવના છે.