ETV Bharat / state

Arjun Modhwadiya: હું કૉંગ્રેસમાંથી રાજીનામું આપું તે માત્ર અફવા છે : અર્જુન મોઢવાડીયા - નો ઈન્ટરવ્યૂ

કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા કૉંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. જો કે અર્જુન મોઢવાડીયા આ વાતને માત્ર અફવા ગણાવી રહ્યા છે. અર્જુન મોઢવાડીયાએ ઈટીવી ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં પોતાના રાજીનામાની વાતને અફવા ગણાવી છે. તેમજ કોઈ ઈન્ટરવ્યૂ કરવાની અસંમતિ દર્શાવી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Arjun Modhwadia Congress Resign Porbandar BJP Rumor No Interview

હું કૉંગ્રેસમાંથી રાજીનામું આપું તે માત્ર અફવા છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 3:25 PM IST

Updated : Jan 24, 2024, 3:57 PM IST

પોરબંદરઃ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. તેનું મુખ્ય કારણ છે કે પોરબંદરના કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા રાજીનામું આપી રહ્યા છે. આ ચર્ચાએ ગુજરાતની રાજકીય ગલીઓમાં થઈ રહી છે. જો કે ઈટીવી ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં મોઢવાડીયાએ જણાવ્યું છે કે, મારા રાજીનામાની વાત સદંતર અફવાહ છે. જો કે અર્જુન મોઢવાડીયા કોઈ પણ પ્રકારનું ઈન્ટરવ્યૂ આપવાની 'ના' પાડી છે.

માત્ર અફવાઃ ઈટીવી ભારત અમદાવાદના બ્યૂરો ચિફે અર્જુન મોઢવાડીયા સાથે ફોન પર વાત કરી હતી. આ ટેલીફોનિક વાતચીતમાં અર્જુન મોઢવાડીયાએ કોઈ પણ પ્રકારનો ઈન્ટરવ્યૂ આપવાની 'ના' પાડી હતી. જો કે અર્જુન મોઢવાડીયાએ કૉંગ્રેસમાંથી રાજીનામાની વાતને અફવા ગણાવી હતી.

મોઢવાડીયાની વર્તણુક શંકાસ્પદઃ અર્જુન મોઢવાડીયાની શંકાસ્પદ વર્તણુક પણ કૉંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જવાના સંકેત આપી રહી છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ભાજપના અનેક કાર્યક્રમોમાં જઈ રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે તેમણે પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કર્યો હતો. કૉંગ્રેસે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા અંગેનું આમંત્રણ ન સ્વીકાર્યું તેની પણ નિંદા મોઢવાડીયાએ કરી હતી.

ગુજરાતનું રાજકારણ ગરમાયુંઃ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. હવે ભાજપનો ટાર્ગેટ અર્જુન મોઢવાડીયા હોવાની ચર્ચા ચોમેર થઈ રહી છે. અર્જુન મોઢવાડીયાને મનાવવા માટે અનેક પ્રયત્નો(ષડયંત્રો) પણ થઈ રહ્યા છે. અત્યારે મોઢવાડીયા કૉંગ્રેસ રાજીનામાને માત્ર અફવા ગણાવી રહ્યા છે. જો કે ગુજરાતનું રાજકારણ જે રીતે ગરમાયું છે તે પરથી લાગી રહ્યું છે કે મોઢવાડીયા અત્યારે જવાબ આપવાનું ટાળી રહ્યા છે. મોઢવાડીયાનો ડિપ્લોમેટિક જવાબ તો અત્યારના સમય પૂરતો છે, પરંતુ આવનારો સમય અર્જુન મોઢવાડીયા કયા પક્ષમાં જશે તે જાહેર કરશે.

  1. જેતપુર-પોરબંદર પાઈપલાઈન યોજના સામે જનઆંદોલનના મંડાણ, અર્જુન મોઢવાડિયાની આગાવાનીમાં આકાર લઈ રહ્યું છે જનઆંદોલન
  2. પેગાસીસ સોફ્ટવેર મામલે અર્જુન મોઢવાડીયાએ મોદી સામે તપાસ અને શાહના રાજીનામાની માગ કરી

Last Updated : Jan 24, 2024, 3:57 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.