ETV Bharat / state

રાજ્યવ્યાપી 'એન્ટી ડ્રગ કેમ્પેઈન', ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ - Anti drug campaign - ANTI DRUG CAMPAIGN

આજે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી 'એન્ટી ડ્રગ કેમ્પેઈન' યોજાયું હતું. જેમાં ગૃહ રાજ્ય પ્રધાને અપીલ કરી હતી કે, અભિનેતાઓ, નેતાઓ, સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકોએ 'એક પરિવાર' બનીને ડ્રગ્સ સામે લડીએ. Anti drug campaign Harsh Sanghavi PC Gujarat Police Vikas Sahay

Etv Bharatરાજ્યવ્યાપી 'એન્ટી ડ્રગ કેમ્પેઈન'
Etv Bharatરાજ્યવ્યાપી 'એન્ટી ડ્રગ કેમ્પેઈન' (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 7:54 PM IST

અમદાવાદઃ આજે શહેરમાં રાજ્યવ્યાપી 'એન્ટી ડ્રગ કેમ્પેઈન' અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલા ડ્રગ્સના દુષણને ડામવા આરપારની લડાઈ લડવા ગૃહ વિભાગને નિર્દેશ આપ્યા હતા.

ગૃહ રાજ્ય પ્રધાનની અપીલઃ આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય પ્રધાને અપીલ કરી હતી કે, અભિનેતાઓ, નેતાઓ, સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકોએ 'એક પરિવાર' બનીને ડ્રગ્સ સામે લડીએ. ડ્રગ્સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે. ડ્રગ્સ સામે ઘૂંટણીયા ટેકવીને વિશ્વના અનેક દેશોએ તેને કાયદેસર કર્યુ છે. ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા અને નાર્કોટેરેરીઝમને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે. કેફી દ્રવ્યોનો વેપાર ઓછી મહેનત અને ઓછા સમયમાં અનેકગણા વધુ રૂપિયા કમાવી આપતો વેપાર છે. પરંતુ ગુજરાત પોલીસ આ કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા તત્પર છે. જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ છે. આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીની ગુજરાતમાં અમલી છે.

નાર્કોટિક્સ એકટ અંગે જે પગલાં લેવાઈ રહ્યા છે તેની જાણકારી મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચે અને જાગૃતતા વધે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કેફી દ્રવ્યોના દુષણને ડામવા કટિબદ્ધ છે. જેની પ્રતીતિ મીડિયાના માધ્યમથી લોકોને થવી જોઈએ. આજે મીડિયાનું મહત્વ વધ્યું છે ત્યારે કેફી દ્રવ્યો સામેની લડાઈમાં લોક સહયોગ મળે તે જરૂરી છે. સાથોસાથ કેફી દ્રવ્યોના દુષણને ડામવા માટે ગ્લોબલ ટ્રેન્ડ પણ ધ્યાનમાં રખાયો છે...વિકાસ સહાય(રાજ્ય પોલીસ વડા)

પોલીસની ડ્રગ્સ વિરોધી કામગીરીઃ આ ઉપરાંત ગુજરાત એટીએસના વડા દીપેન ભદ્રન તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિક અને સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતે પ્રેઝન્ટેશન આપી પોલીસની ડ્રગ્સ વિરોધી કામગીરી રજૂ કરી હતી.

  1. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ, ડ્રગ વિરોધી અભિયાન અંગે આપી રહ્યા છે માહિતી - Harsh Sanghvi Press Conference
  2. કચ્છના દરિયાઈ વિસ્તારમાં વધુ 5 કરોડનું ડ્રગ્સ મળ્યું, સર્ચ ઓપરેશન શરૂ - 10 packets of drugs were recovered

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.