ETV Bharat / state

મહેસાણાના 67 વર્ષીય વૃદ્ધાના અંગદાનથી 4 દર્દીઓને મળશે નવજીવન, પરિવારે સાથે મળી લીધો હકારાત્મક નિર્ણય - Angdaan Mahadaan - ANGDAAN MAHADAAN

મહેસાણાના 67 વર્ષીય વૃદ્ધાનું બ્રેનડેડ થતા તેમના પરિવાર દ્વારા મૃતકના અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિવારના આ સેવાભાવી અને સકારાત્મક નિર્ણયને પરિણામે 4 દર્દીઓને નવજીવન મળશે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Angdaan Mahadaan Mahesana 67 Years Old Lady Braindead 4 Patients will Get Benefits

મહેસાણાના 67 વર્ષીય વૃદ્ધાના અંગદાનથી 4 દર્દીઓને મળશે નવજીવન

author img

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2024, 4:30 PM IST

પરિવારે સાથે મળી લીધો હકારાત્મક નિર્ણય

મહેસાણાઃ અંગદાન એટલે મહાદાન તે અંતર્ગત મહેસાણાના બ્રેનડેડ વૃદ્ધાના પરિવારે અંગદાનનો નિર્ણય લીધો છે. વૃદ્ધા બ્રેનડેડ થવાના સમાચાર મળતાં જ સમગ્ર પરિવારે સાથે મળીને આ હકારાત્મક અને સેવાભાવી નિર્ણય લીધો છે. પરિવારના આ નિર્ણયથી 4 દર્દીઓને નવજીવન મળશે.

4 દર્દીને નવજીવનઃ મહેસાણાના લકી પાર્ક પાસે ગૌતમનગરમાં રહેતા પરિવારના 67 વર્ષીય વૃદ્ધા ચંદ્રિકાબેન સુથારને દસેક દિવસ અગાઉ બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેણીને વેન્ટિલેટર હેઠળ સારવાર આપવામાં આવી રહી હતી. 1 સપ્તાહ થી વધુ ચાલેલી સઘન સારવાર છતાં કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નહોતો. ચંદ્રિકાબેન સુથાર માટે બ્રેન સ્ટ્રોક ઘાતક નીવડ્યો અને તેણી બ્રેનડેડ થયા હતા. આ સમાચાર મળતાં જ પરિવારે એક સાથે મળીને સમાજોપયોગી એવો અંગદાનનો નિર્ણય લીધો.

અંગદાન માટે અમદાવાદ લવાયાઃ પરિવારે અંગદાનનો નિર્ણય લેતા જ બ્રેનડેડ ચંદ્રિકાબેન સુથારને મહેસાણા લાયન્સ હોસ્પિટલથી તાત્કાલિક ICUમાં અમદાવાદ CIMS હોસ્પિટલ લઈ જવાયા હતા. માત્ર વેન્ટિલેટર પર ટકેલા બ્રેનડેડ વૃદ્ધાના કિડની, લીવર અને આંખોનું અંગદાન કરાયું હતું.

બ્રેનડેડ થયેલા ચંદ્રિકાબેન સુથારના પરિવારે હકારાત્મક અને સમાજોપયોગી એવો અંગદાનનો નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણયથી 4 દર્દીઓને નવજીવન મળશે. વર્ષો સુધી ચંદ્રિકાબેનના અંગો અંગદાન સ્વીકારનાર દર્દીના શરીરમાં કાર્યરત રહેશે અને ચંદ્રિકાબેનની યાદો જીવંત રહેશે...વિપુલભાઈ(અંગદાન કરાવનાર)

મારા સાસુ બ્રેનડેડ થતા અમે અંગદાનનો નિર્ણય લીધો છે. અમે અંગદાન વિશે અગાઉ પુસ્તકોમાં વાંચી રાખ્યું હતું. હું, મારા પતિ અને મારા બંને સંતાનોએ વીડિયો કોલમાં નક્કી કરી લીધું કે અમારે બાના અંગોનું દાન કરવું છે...દિપીકાબેન સુથાર(મૃતકના પુત્રવધૂ, મહેસાણા)

  1. Organ Donation: સુરતનો વિદ્યાર્થી અકસ્માતમાં બ્રેનડેડ થતા અંગદાન કરાયું, 4 દર્દીઓને મળશે નવજીવન
  2. Awareness On Organ Donation: અંગદાન-મહાદાન જનજાગૃતિ અભિયાન, અંગદાન જાગૃતિ માટે ધરમપુરમાં યોજાયો કાર્યક્રમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.