હૈદરાબાદ: હાલ અડધુ ગુજરાત ભારે વરસાદ બાદ ઉભી થયેલી કપરી પરીસ્થિતીને લઈને ચિંતિત છે, ત્યારે ઘણા શહેરોમાં તો હજી પણ પૂરના પાણી ઓસર્યા નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ગુજરાતનો એક વીડિયો વાયરલ થયો છે. જેને ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં ચર્ચા જગાવી છે. પ્રસિદ્ધ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને પણ આ વીડિયો આકર્ષ્યો છે જેમાં કેટલાંક ગુજરાતીઓ પુરના પાણી વચ્ચે ગરબા રમી રહ્યાં છે.
Gujarat aur Garba
— anand mahindra (@anandmahindra) August 31, 2024
Ek gazab ka rishta…
Unstoppable pic.twitter.com/woqa6rcPvx
પૂરના પાણીમાં ગરબા: ગુજરાતમાં આ વખતે વડોદરા અને જામનગરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ખાસ કરીને વડોદરાની હાલત ખુબ જ ગંભીર બની અને ઘણા એવા વિસ્તારો હતા જ્યાં એક એક માળ જેટલાં ડૂબી ગયા. આ વખતે વડોદરા ઐતિહાસીક પૂરનું સાક્ષી બન્યું છે. ત્યારે વડોદરાને ફરી બેઠું કરવા માટે તંત્ર કામે લાગ્યુ છે. આ વચ્ચે વડોદરાવાસીઓનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. જેમાં મહિલાઓ ઘૂંટણસમા પાણીમાં ગરબે ઘૂમતી નજરે પડી હતી. આ વીડિયો પરથી વડોદરાવાસીઓના ગરબા પ્રત્યેના પ્રેમ પણ જોવા મળ્યો તો બીજી તરફ ન માત્ર વડોદરા પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરમાં આ વીડિયોએ ચર્ચા જગાવી હતી.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ વીડિયો કર્યો શેર: પૂરના પાણી વચ્ચે ગરબા ધુમતા વડોદરાવાસીઓનો આ વીડિયો પ્રસિદ્ધ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રની નજરમાં આવ્યો તો તેઓ પણ આ વીડિયોને શેર કરવાથી ન રોકી શક્યા. આનંદ મહિન્દ્રાએ આ વીડિયોને શેર કરતા લખ્યું કે, 'ગુજરાત અને ગરબા એક ગજબનો સંબંધ: વણથંભ્યો'
લાખો લોકોએ જોયો વીડિયો: આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પુરના પાણીમાં ગરબે ઘુમતા વડોદરાવાસીઓના આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, અત્યાર સુધીમાં 7 લાખ 93 હજારથી પણ વધારે લોકોએ આ વીડિય પર વ્યૂઝ આવી ચુક્યા છે અને લોકો પણ તેના પર ભરપૂર લાઈક્સ અને કોમેન્ટ કરી રહ્યાં છે. હાર્દિક ભાવસાર નામના એક યુઝરે લખ્યું કે 'સર અમે ગુજરાતીઓ દરેક આફતને રાહતમાં બદલી નાખીએ છીએ.. અને ગરબા તો અમારી સાંસ્કૃતિક ધરોહર છે' ત્યાં વિરાટ ચૌધરી નામના યુઝરે લખ્યું કે, દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું કોઈ ગુજરાતવાળાઓ પાસેથી શીખે. તો દિનેશ સિંહ નામના એક યુઝરે લખ્યુ કે,'પૂરમાં પણ ગરબા વાહ ગુજરાત અને વાહ ગુજરાતીઓ
આ પણ વાંચો: