ગીર સોમનાથ: દર વર્ષે સોમનાથ મહાદેવને કેરીની સીઝન દરમિયાન મનોરથ ધરવામાં આવતો હોય છે આ વર્ષે પણ સોમનાથ મહાદેવને 2,500 કિલો કેરીનો મનોરથ ધરવામાં આવ્યો હતો મનોરથમાં રાખવામાં આવેલી 2500 કિલો કેરી પ્રભાસ પાટણ અને વેરાવળ તાલુકાની આંગણવાડીઓમાં તાલીમ લઈ રહેલા 9700 કરતાં વધુ ભૂલકાઓમાં સોમનાથ મહાદેવના પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી હતી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા તમામ કેરી તાલુકાની આંગણવાડીઓમાં મહાદેવના પ્રસાદ રૂપે વિતરણ કરાઈ હતી
સોમનાથ ટ્રસ્ટ કુપોષણ સામે સતત જાગૃત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ કામ કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીની કુપોષણ સામેની લડાઈમા છેલ્લાં ઘણા વર્ષોથી સોમનાથ મંદિર ટ્રસ્ટ કામ કરી રહ્યું છે મહાદેવને ધરવામાં આવતા કેરી સિવાયના અન્ય ફળો અને ચીકી પણ સમયાંતરે આંગણવાડીમાં તાલીમ મેળવી રહેલા નાના ભૂલકાઓને પ્રસાદ રૂપે મોકલીને નાના બાળકો કુપોષણથી મુક્ત બને તે અભિયાનમાં સોમનાથ ટ્રસ્ટ પણ સામેલ થઈ રહ્યું છે આજે બાળકોને પ્રસાદ રૂપે મળેલી કેરી આરોગીને બાળકો પણ એકદમ ખુશીથી જુમી ઊઠ્યા હતા.
સોમનાથ મહાદેવને 2500 કિલો કેરીનો મનોરથ, મનોરથની કેરી આંગણવાડીના બાળકોને પ્રસાદી સ્વરૂપે અપાઈ - Somnath mahadev mandir - SOMNATH MAHADEV MANDIR
સોમનાથ મહાદેવને ગુરૂવારે 20 જૂને 2500 કિલો કેરીનો મનોરથ ધરવામાં આવ્યો હતો, મનોરથમાં રાખવામાં આવેલી તમામ કેરી પ્રભાસ પાટણ અને વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓના બાળકોને મહાદેવના પ્રસાદ રૂપે વિતરણ કરીને કુપોષણ મુક્ત બાળકો બને તેવો ભાવનાત્મક પ્રયાસ કરાયો હતો. Somnath mahadev
![સોમનાથ મહાદેવને 2500 કિલો કેરીનો મનોરથ, મનોરથની કેરી આંગણવાડીના બાળકોને પ્રસાદી સ્વરૂપે અપાઈ - Somnath mahadev mandir સોમનાથ મહાદેવને 2500 કિલો કેરીનો મનોરથ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-06-2024/1200-675-21760290-thumbnail-16x9-jpg.jpg?imwidth=3840)
![ETV Bharat Gujarati Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jun 21, 2024, 11:19 AM IST