ETV Bharat / state

સાવરકુંડલામાં 6 દાયકાથી દિવાળીની રાત્રે થાય છે આ અનોખુ યુદ્ધ... - BATTLE OF INGORIYA ON DIWALI NIGHT

દેશભરમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે જ્યારે સાવરકુંડલામાં પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે.

સાવરકુંડલામાં પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે.
સાવરકુંડલામાં પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે. (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2024, 9:55 AM IST

Updated : Oct 27, 2024, 10:22 AM IST

અમરેલી: દેશભરમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે. જ્યારે સાવરકુંડલામા પાછલા 6 દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુદ્ધ જામે છે, જો કે હવે ઇંગોરીયાના વૃક્ષ ઘટતા તેનું સ્થાન કોકડાએ લીધું છે. જે ઇંગોરીયા એટલે હર્બલ ફટાકડાની બનાવટ.

દિવાળીની રાત્રિએ ઇંગોરીયા યુદ્ધ: સાવરકુંડલામાં પાછલા 6 દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે. આ પરંપરા હજુ પણ જળવાઇ રહી છે. જો કે હવે ઇંગોરીયાના વૃક્ષ ઘટી ગયા છે. તેની સ્થાને યુવાનો કોકડાથી આ અનોખી આતશબાજી કરે છે. ઇંગોરીયાની આ લડાઇ જોવા દૂર દૂરથી લોકો સાવરકુંડલા ઉમટી પડે છે. ત્યારે આ ઈંગોરીયાનું વૃક્ષ આશરે 8 થી 10 ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરીયુ કહેવામાં આવે છે.

સાવરકુંડલામાં પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે. (etv bharat gujarat)

કેવી રીતે ઇંગોરીયા તૈયાર કરાય છે: દિવાળી પહેલા એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરીયા શોધી વૃક્ષ પરથી તોડી તેને સુકવી દે છે. ત્યારબાદ ઉપરથી છાલને ચપ્પુ વડે કાઢી તેમાં કાણું પાડી અંદરના ભાગે તેમાં દારૂ, ગંધક, સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. ત્યારબાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને તેને સૂકવામાં આવે છે. અને ત્યારબાદ ઈંગોરીયું તૈયાર થઈ જાય છે જેને દીવાળીની રાત્રીએ આવા હજારો તૈયાર થયેલા ઈંગોરીયાના થેલા ભરી લડાયકો આગનું યુધ્ધ રમવા તૈયાર થઈ જાય છે.

બે જૂથો વચ્ચે લડાઇ થાય: ઇંગોરીયા હવે સાવરકુંડલાની મહિલાઓ પણ તૈયાર કરી રહી છે અને ગૃહ ઉદ્યોગ જેમ મહિલાઓ પણ હર્બલ ફટાકડા એવા ઇંગોરીયા તૈયાર કરે છે. આ ઈંગોરીયાને સળગાવવા માટે કાથીની વાટ કે જામગરી વડે સળગાવીને સામાસામી સળગતા ઈંગોરીયા ફેંકવામાં આવે છે. સાવર અને કુંડલા એમ બે જૂથ વચ્ચે વહેચાયેલા લડવૈયા એકબીજા સામે સળગતા ઈંગોરીયા નાખીને ટોળીઓને દૂર દૂર સુધી ખસેડી દે છે.

રાતના 10 વાગ્યાથી સવાર સુધી લડાઇ: હાલમાં જેમ દાડમના ફુવારા નીકળે છે. તેવા આગના ફુવારા સાથે ગોળીની જેમ દૂર સુધી રોકેટની જેમ જાય છે. આ રોમાંચિત લડાઈમાં આનંદ-કીકીયારી નાસભાગ અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાય છે. કયારેક કોઈના કપડાં પણ દાઝી જાય છે. આ રમતથી કોઇ મોટું નુકસાન નથી કે કોઇ માથાકૂટ નથી થતું. કારણ કે આ એક નિર્દોષ રમત છે. રાતના 10 વાગ્યાથી સવાર સુધી ઇંગોરીયાની લડાઇ જામે છે. સમયના બદલાતા વહેણની સાથે આ ઇંગોરીયાની લડાઇમાં પણ પરિવર્તન આવ્યું છે.

પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે: હાલ ઈંગોરીયાના વૃક્ષો ઓછા થતા તેનું સ્થાન કોકડાએ લીધું છે. આથી કોકડાને દારૂખાનું ભરી તૈયાર કરાઈ છે. માધ્યમો બદલાયા પરંતુ ઇંગોરીયાની આ અનોખી લડાઇ આજે પણ ચાલુ જ રહેશે. અહી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. આ અનોખી લડાઈને જોવા આજે પણ દૂર દૂરથી લોકો સાવરકુંડલામાં દિવાળીની રાત્રે સાવરકુંડલામાં ખેલાતા દિલધડક ઈંગોરીયા યુદ્ધને જોવા આવે છે.

આ પણ વાંચો:

  1. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટેકાના ભાવોને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ભારોભાર અસંતોષ
  2. ફેન્સી ફટાકડાની ધૂમ પણ ઘરાકી ગૂમ, કેવો છે અમદાવાદની ફટાકડા બજારનો માહોલ ?

Last Updated : Oct 27, 2024, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.