ETV Bharat / state

સુરતના ઉમરા વિસ્તારમાં કેન્સર ડિટેટ થયેલી યુવતી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો - Surat Case - SURAT CASE

સુરતના ઉમરા વિસ્તારમાં કેન્સર ડિટેટ થયેલી યુવતી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી સુરત, મુંબઈ સહીત હોટલોમાં લઇ જઈ દુષ્કર્મ આચાર્ય છે. તે ઉપરાંત આરોપીના અન્ય બે મિત્રો દ્રારા યુવતી પાસે શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને અલગ-અલગ રીતે કુલ રૂપિયા 90 લાખ પડાવ્યા હતા. ભોગ બનનાર યુવતીએ પૈસા પાછા માંગતા પૈસા નહિ મળશે તેવો જવાબ મળ્યો હતો.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 28, 2024, 4:27 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સુરત: ઉમરા વિસ્તારમાં કેન્સર ડિટેટ થયેલી યુવતી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી સુરત, મુંબઈ સહીત હોટલોમાં લઇ જઈ દુષ્કર્મ આચાર્યુ છે. ત્યારે આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, અત્રે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ભોગ બનનાર મહિલાએ ફરિયાદ આપી હતી કે, તેનો મિત્ર આરોપી પરેશ લાભુભાઈ માણિયાએ તેને લગ્નની લાલચ આપી સુરત, મુંબઈ સહીત અનેક હોટલોમાં લઇ જઈ દુષ્કર્મ આચાર્યુ છે. તે ઉપરાંત યુવતી પાસેથી શેર બજારમાં રોકાણ કરવાનું કહી રૂપિયા 90 લાખ પણ પડાવ્યા હતા. જેમાં રૂપિયા 16 લાખના દાગીના યુવતી દ્વારા ગીરવે મુકવામાં આવ્યા હતા. તે સાથે જ રૂપિયા 24 લાખના દાગીના વેચી નાખ્યા હતા. અને બાકીના રોકડા પૈસા આરોપીઓને આપ્યા હતા. આ ફરિયાદના આધારે આજ રોજ પોલીસે મુખ્ય આરોપી પરેશ લાભુભાઈ માણિયા જેઓ સુરતના પુણાગામ વિસ્તારમાં રહે છે. તેની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે જ આરોપીના મિત્ર સુરેશ ઘનશ્યામભાઈ બુહાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ અશોક રામજીભાઈ મુગડિયાની શોધખોળ ચાલી રહી છે.

વધુમાં જણાવ્યું હતુ કે, આ આખા ઘટના ક્રમમાં કુલ ત્રણ આરોપીઓ છે. જેમાં મુખ્ય આરોપી પરેશ લાભુભાઈ માણિયા, જેઓ એક દોઢ વર્ષ પહેલા યુવતીના સંપર્કમાં આવ્યા હતા. બંને એકબીજા સાથે મોબાઈલ ઉપર ચેટિંગ કરતા થઈ ગયા હતા. બાદમાં આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી અલગ-અલગ હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચાર્યુ હતું. બાદમાં અન્ય બે આરોપીઓનો સંપર્ક પરેશે ભોગ બનાર યુવતી સાથે કરાવ્યો હતો. જેમાં તેઓએ યુવતીને શેર બજારમાં રોકાણ કરવાના બહાને અલગ-અલગ રીતે કુલ 90 લાખ રૂપિયા પડાવ્યા હતા. જોકે એક બાજુ યુવતીને કેન્સરની દવાઓ પણ ચાલતી હતી. જેમાં તેમને પૈસાની જરૂર પડતા યુવતીએ પૈસા પરત માંગતા પૈસા નહિ મળે તેમ આરોપીઓ દ્રારા કહેવામાં આવ્યું હતું અને લગ્ન પણ નહીં કરું તેવું પણ કહેવામાં આવ્યું હતું. અંતે યુવતીને સમજાયું હતું કે, મારી સાથે શારીરિક શોષણ અને ફ્રોડ થયું છે. જે મામલે યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ સમગ્ર મામલે આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે.

  1. પાટણ જિલ્લા પોલીસ કચેરી તંત્ર વિવાદોના ઘેરામાં, જિલ્લાના એસપી સહિત પીએસઆઈ અને પીઆઇ કાયદાના રક્ષકને બદલે ક્રિમીનલના રવાડે - Patan News
  2. દુનિયાનાં દેશો કરતાં સૌથી ઓછો પેટ્રોલનો ભાવ આપણા દેશમાં: કેન્દ્રીયમંત્રી હરદીપસિંહ પુરી - Hardeep Singh Puri press conference

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.