સુરત: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લસકાણા ગામ ખાતે આવેલા સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં ગતરોજ એક કંપનીના ત્રીજા માળે ક્રેનની મદદથી એમ્બ્રોડરી મશીન ચડાવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન મશીનનું વજન વધુ હોવાને કારણે ક્રેન ઊંચી થઈ ગઇ હતી અને વજનદાર એમ્બ્રોડરી મશીન નીચે ધડાક થઈને પડ્યું હતું. આ ઘટનાને પગલે હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. અને બનાવને લઈને સ્થાનિક GEB વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ વીજ સપ્લાય તરત જ બંધ કરી દેવામાં આવ્યો હતો.
હાલ ક્રેનને સીધી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘણા કલાકોથી પાવર બંધ રહેતા ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગ કારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જોકે કોઈ જાનહાનીના સમાચાર ન મળતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો.
ત્યારે ઘટના બન્યાને 30 કલાક બાદ આજરોજ નાની મોટી 4 જેટલી ક્રેન લાવી આ ઊંચી થઈ ગયેલ મહાકાય ક્રેનને સીધી કરવામાં આવી હતી. ક્રેન સીધી થઈ જતાં સ્થળ પર હાજર GEB ટીમો દ્વારા ફરી વીજ પ્રવાહ શરૂ થાય તે માટેની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: