ETV Bharat / state

11 વર્ષના માસૂમની ઘાતકી હત્યા કરનાર નરાધમ ઝડપાયો, આ કારણે બાળકનો લીધો ભોગ - PALANPUR CRIME - PALANPUR CRIME

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના ટોકરીયા ગામે ગામમાં આઈસ્ક્રીમ ખાવા ગયેલા એક ફૂલ જેવા કોમળ 11 વર્ષીય બાળકના અપહરણ બાદ હત્યાથી ચકચાર મચી છે. 14 જુલાઈએ બાળક ગામમાંથી ગુમ થયો હતો, તે બાદ બાજુના ગામના ખેતરમાંથી બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે પોલીસે બાળકની હત્યા પાછળનું કારણ શોધવા તપાસ કરી તો ગામનો જ નરાધમ બાળકનો હત્યારો નીકળ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. ત્યારે આ નરાધમએ કેમ કરી બાળકની હત્યા... શું હતી આ નરાધમને બાળકથી નારાજગી... આખરે નરાધમ પોલીસને હાથે ઝડપાયો કેવી રીતે આવો જોઈએ અમારા ખાસ અહેવલમાં...

પાલનપુરમાં 11 વર્ષીય બાળકની નિર્દયતા પૂર્વક નરાધમે કરી હત્યા
પાલનપુરમાં 11 વર્ષીય બાળકની નિર્દયતા પૂર્વક નરાધમે કરી હત્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 17, 2024, 9:58 PM IST

Updated : Jul 19, 2024, 12:45 PM IST

પાલનપુરમાં 11 વર્ષીય બાળકની નિર્દયતા પૂર્વક નરાધમે કરી હત્યા (Etv Bharat Gujarat)

બનાસકાંઠા: કાનૂનના હાથ લાંબા હોય છે આ કહેવત તો તમે સાંભળી જ હશે. પરંતુ આ કહેવત બનાસકાંઠા જિલ્લામાં સાર્થક થઇ છે. જિલ્લા મથક પાલનપુરના ટોકરીયા ગામે 14 જુલાઈએ રાત્રે ઘરેથી આઈસ્ક્રીમ ખાવા ગામમાં ગયેલો 11 વર્ષીય અહમદ સેરસિયા નામનો બાળક અચાનક ગુમ થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આઈસ્ક્રીમ ખાવા ગયેલો બાળક મોડી રાત સુધી પરત ઘરે ન ફરતા પરિવારજનો પણ ભયમાં મુકાયા અને તે બાદ પરિવારજનોએ બાળકની શોધખોળ કરી પરંતુ તે બાદ પણ બાળકની કોઈ ભાળ ન મળી તો પરિવારજનોએ સમગ્ર ઘટનાની જાણ ગઢ પોલીસને કરી. જો કે ગઢ પોલીસને બાળક ગુમ થયાની જાણ થતા જ પોલીસ ટોકરીયા ગામે પહોંચી અને બાળકની શોધખોળ શરૂ કરી જો કે, પોલીસની કલાકોની જહેમત બાદ બાળક તો ન મળ્યું પરંતુ બાળકનો મૃતદેહ બાજુના ટાકરવાડા ગામની સીમના એક ખેતરમાંથી મળી આવ્યો.

લોહી લુહાણ હાલતમાં નાનકડા આ બાળકના મૃતદેહને જોઈ અને બાળકના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા અને લોહી લુહાણ બાળકનું શરીર જોઈ પોલીસ તો હચમચી ગઈ જ હતી પરંતુ પરિવારજનોના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી. જોકે ટોકરીયા ગામે આઈસ્ક્રીમ ખાવા ગયેલો બાળક બાજુના ટાકરવાડા ગામની સીમના ખેતરમાંથી મળી આવતા અનેક શંકાઓ ઉભી થઈ હતી. બાળક આ ગામમાંથી બાજુના ગામમાં પહોચ્યો કેવી રીતે અને આઈસ્ક્રીમ ખાવા ગયેલો બાળક મોતને કેવી રીતે ભેટી ગયો તે બાબતની પોલીસે તપાસ શરૂ કરી હતી.

જોકે ઘટનાની જાણ થતા જ બનાસકાંઠા એસપી સહિત પોલીસની અલગ અલગ 11 ટીમો ઘટના સ્થળે પહોંચી અને બાળકના મૃતદેહ નજીક પોલીસે ડોગ સ્કવૉર્ડ અને એફએસએલની ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી. જોકે ઘટનાને લઈને માત્ર ટોકરીયા ગામ જ નહીં પરંતુ આસપાસના અનેક ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને તે બાદ બાળકના મૃતદેહને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે પોલીસે બાળકના મોત પાછળનું કારણ જાણવા ટેકનિકલ સર્વેલેન્સની મદદથી તપાસ હાથ ધરી ગામના સીસીટીવી ખંગોળ્યા હતા. ગામના લોકોની હિસ્ટ્રી જાણતા જ પોલીસને હાથે ગામનો ફારૂક દાઉમાં નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં ઝડપાઈ ગયો. જોકે બનાસકાંઠા એલસીબીએ ફારૂક દઉંમાંને દબોચી પોલીસ મથકે લાવી તેની સગન પૂછપરછ કરી તો જાણવા મળ્યુ કે, આ ફારૂક દાઉમાં જ આ બાળકને ગામમાંથી ઉઠાવી તેની ગાડીમાં બેસાડી બાળકને લઈ ગયો હતો અને તેની સાથે અડપલા કર્યા હતા પરંતુ બાળકે આ ઘટના તેની માતાને કહી દેવાની વાત કરતા જ નરાધમ ફારૂકે બાળકને માર માર્યો હતો. જો કે તે બાદ પણ બાળક તેની માતાને કહી દેવાનું કહેતા આખરે ફારૂકએ પોતાના કાળા કારનામાં છુપાવવા 11 વર્ષીય બાળકને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બાળકનું કાસળ કાઢી નાખ્યું અને આ સમગ્ર ઘટના પર પડદો પાડી દેવા ફારુકે બાળકના મૃતદેહને બાજુના ટાકરવાડા ગામના એક ખેતરમાં ફેંકી દીધો હતો.

પરંતુ કહેવાય છે કે પાપ છાપરે ચડીને પોકારે છે અને આખરે આ ઘટનામાં પણ થયું એવું જ અને આખરે બાળકનો હત્યાંરો ફારૂક પોલીસને હાથે ઝડપાઈ ગયો. પોલીસે ફારૂક સામે હત્યાનો ગુનો નોધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે બાળકની ક્રૂર હત્યા કરનારા આ નરાધમ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને આવા નરાધમને પોલીસ ફાંસીની સજા આપે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

મહત્વનું છે કે ત્રણ બહેનો વચ્ચે એક જ લાડકવાયો નાનો ભાઈ હતો તે ભાઈની ગામના જ નરાધમે હત્યા કરી નાખી, જે બહેનો ભાઈ સાથે રોજ રમતી હતી તે હવે ક્યારેય નહીં આવે. આજે એ ઘરનુ આંગણું સુનું થઈ ગયું અને પરિવાર જ નહીં પરંતુ આખુ ગામ શોકમાં ડૂબી ગયું છે.

  1. જૂના પહાડિયા બાદ દહેગામ તાલુકાનું જ બીજું ગામ કાલીપુરા વેચાઈ ગયું, હાહાકાર મચી ગયો - Gandhinagar News
  2. બનાસકાંઠાના થરાદ અને ધાનેરા ખાતે મોહરમની કરવામાં આવી ઉજવણી - Celebrating Moharram

Last Updated : Jul 19, 2024, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.