અમરેલી: દેશના પ્રધાનમંત્રી ગુજરાત મુલાકાતમાં આ વખતે અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ લાઠીના સોલાર ગામ એવા દુધાળાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમના દ્વારા વિવિધ વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થનાર છે. આમ, ગુજરાત રાજયને જળસંચય, રેલવે, માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ મળશે. આ દરમિયાન એક નવું કર્યા પણ પૂર્ણ થયું છે જે છે કે ગાગડીયો નદીનું પુનસર્જન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત રાજય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનનાં સહભાગીદારીથી અમરેલી જિલ્લાના લાઠી અને લીલીયા તાલુકામાં આવેલ ગાગડીયો નદી પર જળ સંગ્રહના ઘણા કાર્યો થયા છે.
જાણવા જેવી બાબત એ છે કે, ગાગડીયો નદીનો ઉદ્ભવ બાબરા તાલુકાના ચમારડી ગામે થાય છે. ગાગડીયો નદી 53 કિમી લંબાઇ ધરાવે છે. શેત્રુંજી નદી સાથેનું તેનું સંગમ સ્થાન ક્રાંકચ ગામેથી છે. ગુજરાત સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનનાં સહભાગીદારીથી થયેલા કામમાં હરસુરપુરથી ક્રાંકચ સુધીમાં ગાગડીયો નદીને 29 કિમી લંબાઇમાં રૂપિયા 35 કરોડના ખર્ચે ઉંડી અને પહોળી કરવાની કામગીરીનો પ્રારંભ વર્ષ 2017માં થયો હતો. આ કામગીરીમાં 30 સરોવર, 5 નવા ચેકડેમ અને 5 ચેકડેમ રિપેરિંગ સહિતના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે.
ગાગડીયો નદીને 29 કિમી લંબાઇમાં આશરે 32 લાખ ઘન મીટર માટી-કાપનું ડિસિલ્ટીંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચેકડેમના પાળાઓના મજબૂતીકરણના કાર્યો પણ કરવામાં આવ્યા છે. આ કામોના પરિણામે ચેકડેમ અને સરોવરની જળસંગ્રહ શક્તિમાં આશરે 320 કરોડ લીટરનો ઉમેરો થયો છે. ગાગડીયો નદીને પુનઃજીવિત કરવાના આ વિકાસ કાર્યમાં 15 ગામની 3800 એકર જમીનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ સિંચાઇનો લાભ મળ્યો છે. ભૂગર્ભ જળ રિચાર્જ થતાં પાણીના તળ ઉંચા આવ્યા છે. જેના લીધે પાણીની સગવડમાં વધારો થયો છે. આમ, ગાગડીયો નદીનું નવસર્જન થયું છે.
આ પણ વાંચો: