અમરેલી: સાવરકુંડલા વિસ્તારમાં વધુ એક વખત શ્વાનનો આંતક સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા જ અમરેલી જિલ્લાના બગસરા તાલુકા વિસ્તારની અંદર શ્વાનનો આંતક સામે આવ્યો હતો. હવે ફરી વખત શ્વાન દ્વારા હુમલાની ઘટના સામે આવી છે.
તમને જણાવી દઈએ કે, વણોટ ગામની સીમમાં ખેત મજૂરી કરી રહેલા ખેત મજૂરની સાત વર્ષની બાળકી ઉપર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. રખડતા શ્વાન દ્વારા થયેલા આ હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પરિણામે પરિવાર દ્વારા બાળકીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.
આમ, વણોટ ગામની સીમમાં સાત વર્ષની બાળકી ઉપર શ્વાન દ્વારા હુમલો થતાં ગામમાં ફાફડાટ ફેલાયો છે. કારણ કે, ચાર દિવસ પહેલા જ બગસરા પંથકમાં એક ખેડૂત ઉપર શ્વાને હુમલો કર્યો હતો, જોકે હજુ એ ઘટના તાજી જ હતી કે ત્યાં વધુ એક વખત શ્વાનના હુમલાની ઘટના સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે બની છે.
હુમલાના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીના માથાના ભાગે સાત જેટલા ટાંકા આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, આ બાળકીનું નામ ઉર્વિશા ગુજરીયા છે, જયારે તેના પિતા પોપટભાઈ ગુજરીયા ખેત મજૂર છે, અને ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
આ પણ વાંચો: